તાંદળજાનું ચાંચવુઃ
પુખ્ત રાખોડી રંગનું લાંબી ચાંચવાળું હોય છે. તે કુમળા પાન અને થડને નુકશાન કરે છે. ઇંડા આછા પીળા રંગના ગોળ હોય છે અને એકલ દોકલ થડ પર ઇંડા મૂકે છે. ઇંડામાથી નીકળતા કીડા પગવિહોણા અને સફેદ રંગના હોય છે જે થડને નુકસાન કરે છે. નુકસાન પામેલું થડ નબળુ બની અને થડ ઉપર અનિયમિત વાકી ચૂંકી લીટીઓ બનાવે છે જે હઘારથી ભરેલી હોય છે. પરિણામે થડમાં ગાંઠ જેવી રચના બને છે અને થડમાં ઊભા ફાંટા પડે છે જેમાં કીડા સુષુપ્તા અવસ્થા પસાર કરે છે.
પાન ખાનાર ઇયળઃ
પુખ્ત નાના કાળા રંગના હોય છે જે ઘાટા ભુખરા રંગની સફેદ લીટીઓ વાળી પાંખો ધરાવે છે. ઇયળ રંગે લીલી શરીરની બંને બાજુએ સફેદ લીટીઓ વાળી હોય છે. ઇયળ રંગે લીલી શરીરની બંને બાજુમાં સફેદ લીટીઓ વાળી હોય છે. ઇયળ પાનની સપાટી ખાય છે અને જાળા બનાવી તાંતણાંની અંદર રહીને નુકશાન કરે છે. જાળા બનાવેલ પાનમાં હરિતકણ હોતા નથી અને સુકાય જાય છે.
પાનના જાળા બનાવનારી ઇયળઃ
પુખ્ત નાનું પીળા ઉદર ધરાવતુ હોય છે. તેની આગળની પાંખો બદામી જ્યારે પાછળની પાંખો ઘાટા બદામી રંગની હોય છે. ઇયળ રંગે લીલી હોય છે. જે જાળા બનાવી તાંતણાંની અંદર રહીને નુકશાન કરે છે.
મોલોઃ
પુખ્ત કીટક પીળાશ પડતા કાળાશ પળતા રંગની અને પોચા શરીરવાળી હોય છે. તેના ઉદરનાં છેડે ઉપરની બાજુએ નળી જેવી રચના હોય છે જેને કોર્નીકલ્સ કહે છે. પુખ્ત નર નાની, પાંખવાળી જ્યારે પુખ્ત માદા મોટી, પાંખ વગરની હોય છે. માદા સીધા બચ્ચાને જન્મ આપે છે. પુખ્ત તેમજ બચ્ચાં કૂમળી ડૂંખો તથા પાનની નીચે રહીને રસ ચૂસે છે. વધુ ઉપદ્રવમાં છોડની વૃધ્ધિ અટકે જાય છે અને નબળો બની જાય છે. તેથી ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાત શરીરમાંથી ચીકણો મધ જેવો પદાર્થ ઝરે છે. જેથી સમય જતા તેના પર કાળી ફૂગનો વિકાસ થાય છે. જેના કારણે પ્રકાશસંશ્લેષણ અવરોધાય છે. આખો છોડ દેખાવે કાળો લાગે છે.
રાયની માખીઃ
રાયની માખીનો ઉદરપ્રદેસ નારંગી રંગનો અને બાકીનો ભાગ કાળા રંગનો હોય છે. જે રાખોડી રંગ્ની પાંખો ધરાવે છે. ઇયળ ઘેરા લીલાશ પડતા કાળા રંગની હોય છે. તેને અડકતાં વળીને જમીને પર પળી જઈને મૃત્યુ પામી હોય તેવો દેખાવ કરે છે. આ જીવાતની ઇયળ પાનમાં ગોળાકાર કાંણાં પાળીને નુકશાન કરે છે. ઉપદ્રવ વધુ હોય તો બધા જ પાન ખાય જાય છે.
તડતડીયાઃ
પુખ્ત લીલા રંગના અને ફાચર આકારના હોય છે. જ્યારે બચ્ચાં આછા લીલાશ પડતા રંગના અને પાંખ વગરના હોય છે. પુખ્ત અને બચ્ચાં પાનમાંથી રસ ચૂસે છે જેથી પાનની ટોચો તથા ધારો પીળી પડી જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફિક્કો પડી જાય છે અને પાન કોકડાય જઇ સૂકાઇ જાય છે.
પાનકોરીયું:
આ જીવાતની ઇયળ નાની પીળાશ પડતા નાંરગી રંગની અને પગવિહોણી હોય છે. તે પાનના બે પડની વચ્ચે રહીને સર્પાકારે પાનનો લીલો ભાગ કોરી ખાય છે. જેના કારણે પાન સૂકાઇને ખરી પડે છે. વધુમાં છોડની પ્રકાશસંશ્લેષણની ક્ષમતા ઘટી જાય છે જેથી છોડનો વિકાસ રુંધાય છે. કોશેટા પીળાશ પડતા ભૂખરા રંગના હોય છે. પુખ્ત કીટક આછા પીળા રંગનુ હોય છે.
સંકલિત જીવાત વ્યવસ્થાપનઃ
- જંગલી તાંદળજાના છોડને વીણીને નાશ કરવો.
- નુકસાન પામેલા છોડને ઇયળ સાથે વીણીને નાશ કરવો.
- ફૂંદાને આકર્ષવા પ્રકાશપિંજર ૧ પ્રતિ હેકટરે ગોઠવવા.
- ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે પીળા ચીકટા ટ્રેપ હેકટરે પાંચ ગોઠવવા.
- ચૂસિયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે ઇમીડાકલોપ્રિડ ૧૭.૮ એસએલ ૩ મીલી ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ મીલી અથવા થાયોમીથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણી) અથવા સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી ૧૦ મીલી ૧૦ લીટર પાણીમા છંટકાવ કરવો.
- ઈયળ વર્ગની જીવાતના નિયંત્રણ માટે મેલાથીયોન ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મીલી અથવા ફેન્વેલરેટ ૨૦ ઇસી ૧૦ મીલી અથવા ફ્લુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મીલી અથવા ક્લોરાન્ટાનીલીપ્રોલ ૨૦ એસસી ૩ મીલી ૧૦ લીટર પાણીમાં ઓગાળીને જરૂરીયાત પ્રમાણે છંટકાવ કરવો.
આ પણ વાંચો:સનાયા: બહુમુખી અને પ્રતિભાશાળી ઔષધીય વનસ્પતિ
એમ. એ. વકાલીયા, વી. આર. પરમાર, ડી. એમ. રાઠોડ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
Share your comments