સમય સાથે ખેતી પણ ઝડપથી બદલાઈ રહી છે. પહેલા ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો તો હવે લોકો આ બધુ છોડીને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આ ક્રમમાં જ કાર્બન ફાર્મિંગનો ઉપયોગ વધી રહ્યો છે. કાર્બન ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડે છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને જૈવવિવિધતામાં પણ વધારો કરે છે.
આજ ના સમયમાં, વિશ્વભરના દેશો પરિયાવરણ ને બચાવા આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ) પર મનોમંથન કરી રહ્યા છે. જેમાં કાર્બનનું પ્રમાણ ગ્રીન હોઉસ ગેસસમાં ઘટાડવું એ મુખ્ય વિષય છે. કાર્બન ક્રેડિટ માટે દેશના વિભિન્ન ઉદ્યોગો અને સામાન્ય માણસો માં જાગૃતિ નથી જો કે કેટલાક સંપન્ન દેશોમાં આ દિશા માં ઝડપ થી કામ થઈ રહ્યું છે. આપણા દેશમાં ખેડૂતો માટે અનેક પ્રકારની લાભકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક પેહેલ ચાલુ કરેલ છે આ યોજનાઓ દ્વારા ખેડૂતોને વિવિધ લાભો અને તેના ઉત્થાન માટેના પ્રયાસો કરવામાં આવે છે.
કાર્બન ક્રેડિટ એટલે શું ?
યુએનની સંસ્થા દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમાં ૧૭૦ દેશો સામેલ છે. જે પ્રોટોકોલ મુજબ તમારી કોઇપણ ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો છો, તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ કાર્બન તે વર્ષનું ક્રેડિટ્સ આપવામાં આવે છે. જો કાર્બન ક્રેડિટ્સ વધી જાય તો તે સંસ્થાને સામે એક્સટ્રા કાર્બન ક્રેડિટ્સ કોઈ પાસે થી ખરીદીને બતાવ પડે છે.
જી-૭માં સમાવિષ્ટ દેશોમાં ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમ જેમ ઉદ્યોગોને કાર્બન ક્રેડિટ અપાય છે, તેમ તેમ ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ આપવામાં આવ્યું છે. જો કે આ નિર્ણય ખેડૂતો માટે પરિયાવરણના સરંક્ષણ અને સંવર્ધન માટે મહત્વપૂણ સાબિત થશે. ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક પેહેલ ચાલુ કરવામાં આવી છે,આ યોજના અંતર્ગત ખેડૂતો માટે કર્બોન ક્રેડિટ યોજના જારી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો તેમના ખેતરના શેઠા પાડામાં વાવેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરી વધારાની આવક મેળવી શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરમાં દર વર્ષે (ઉદાહરણ માટે) મોટા વૃક્ષોનું વાવેતર અને માવજત કાર્ય પછી (જીવિત વૃક્ષો ના આધારે) તેમને ચોક્કસ પદ્ધતિના આધારે(નક્કી કરેલ સંસ્થા થકી) કાર્બન ક્રેડિટના બદલામા વૃક્ષરોપણ કરીને વધારાની આવક કરી શકશે. રાજ્યના વન વિભાગે ખેડૂતોને કાર્બન ક્રેડિટ યોજનાનો લાભ મળી શકે તે માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા વૃક્ષોથી (બામ્બૂ , મેન્ગ્રોવ, મિલિયા દુખીયા લીમડો (મલબારી લીમડો ), સુબાવળ, વાસ, ખેર, અરડુસો,સાગ, મહાગુની, ચંદન, નીલગીરી વગેરે જેવા વૃક્ષો) વધારાની આવક મેળવી શકશે.
કમાણી કેવી રીતે થાય ?
કાર્બન ક્રેડિટનો ધંધો દુનિયામાં એક્સચેન્જમાં થાય છે. જેના ક્રેડિટ ના બદલામાં રોકડ રકમમાં વળતર મળે છે. ઉદાહરણ માટે એક સિમેન્ટ કંપની એવું નક્કી કરે કે કંપની એક વર્ષમાં ૨૦ લાખ ટન કાર્બન ડાઇઓક્સિસાઇડ ઉસર્જીત કરશે અને વર્ષના અંતમાં ૨ લાખ ટન કાર્બન ડાઇઓક્સિસાઇડ વધારે ઉસર્જીત થાય ત્યારે એવા સંજોગોમાં જે તે કંપની એ કાર્બન કેડિટ મેળવવી ફરજિયાત રહે છે આ કાર્બન કેડિટ જે કંપનીએ માન્ય માત્રથી ઓછી માત્રામાં કાર્બન છોડીયો હોય તેની પાસેથી અથવા તો કોઈ પણ મોટો ખેડૂત અને નાના ખેડૂત (ક્લસ્ટર ના રૂપમાં) સિમેન્ટ કંપની ક્રેડિટ મેળવીને કાર્બન ડાઇઓક્સિસાઇડ પર્યાવરણ માં છોડી શકે અને આના બદલામાં તે નાની કંપની અથવા ખેડૂત નાળા મેળવી શકે છે. ઉદાહરણ માટે કાર્બન ક્રેડિટ એક્સચેન્જના રૂપમાં થાય છે જેમ કે પાંચ કાર્બન ક્રેડિટ વેચવા જાવ તો તેના બદલામાં આંતરાષ્ટ્રીય ભાવ મુજબ એક ક્રેડિટની કિંમત ૧૦ ડોલર હોય તો આશરે ૫૦ ડોલર મળી જાય એટલે કે ૨૫૦૦ રૂપિયા મળી જાય.
ઉદાહરણ તરીકે આવનાર સમયમાં જે કોઈ ખેડૂત આ કાર્બન કેડિટ પ્રોજેક્ટ(સંસ્થા દ્વારા નક્કી કરેલ સંખ્યા અને વૃક્ષ) માં જોડાશે તો તે વધારાની આવક મેળવી શકશે. નાના ખેડૂતો ક્લસ્ટરમાં આ પ્રોજેક્ટ માં જોડાઈ શકાશે જયારે મોટા ખેડૂત ને ક્લસ્ટર ની જરૂરત નથી એ ડાયરેક્ટ જોડાઈ શકાશે અને લાભ લઈ શકાશે. ખેડૂતો વૃક્ષો નું રોપા ખરીદી વધતે વળતર કિંમત માં મેળવી શકે(સંસ્થા દ્વારા નક્કી કરેલ નર્સરી) અને તેનું વાવેતાનું દર વર્ષે પૂરું (નકી કરેલ સમય મુજબ ) થતા જીવંત રોપા મુજબ વળતર કિંમત મેળવી શકશે. ભવિષ્યમાં, ખેડૂત જમા કરેલ કાર્બન કેડિટ સરકાર દ્વારા નકી કરેલ નિયમો મુજબ ઉદ્યોગો ને વેચીને બદલામાં નાળા મેળવી વધારાની આવક મેળવી શકશે.
કાર્બન ફાર્મિંગ( કાર્બન સેક્યુએન્સ્ટ્રશન): ટકાઉ ખેતી માટે નો માર્ગ
કર્બોન ફાર્મિંગ ની એવી પદ્ધતિ સ્વીકારો જેમાં હવામાં રહેલ કાર્બનને જમીનમાં જમા કરવાની ક્ષમતા હોય. જેના માટે નીચે મુજબની પદ્ધતિઓનો સમાવેશ કરી શકાય છે :
- વનીકરણ અને પુન વનીકરણ: નવા જંગલો બનાવ અથવા હાલના જંગલોને પુન: સ્થાપિત કરવા માટે ક્ષીણ થઈ ગયેલી અથવા જંગલની જમીન પર વૃક્ષ વાવવા.
- સરંક્ષણ ખેડાણ: જમીનમાંથી કાર્બન હવામાં ઉડી ના જાય તે માટે જમીનને બિનજરૂરી વારંવાર ખેડવી નહિ અને ખેતી દરમિયાન જમીનને ખલેલ ઓછી કરવી એટલે કે કૃષિ યંત્રીકરણનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાથી કાર્બન ઉત્સર્જિત ઓછું થાય છે.
- આધુનિક મશાીન: ખેતીમાં વપરાતા મશીનોની કાર્ય ક્ષમતા વધારવી જેમ કે ટ્રેક્ટર,ટ્રેશર,ઓટોમેટિક ઓરણી વગેરે એક સમયમાં વધુ કાર્યક્ષામતા આપે છે.
- કવર પાક: જમીનનું રક્ષણ કરવા અને ઓર્ગેનિક કાર્બન પદાર્થ નું પ્રમાણ વધારવા માટે પડ઼તર સમયગાળા દરમિયાન આચ્છાદન પાકનું વાવેતર કરો.
- રોટેશનલ ચરાણ: ચરાણની જમીનમાં ઓર્ગનિક કાર્બન ને ઉમેરવા અને માટીની ફળરૂપતા માટે ચરાણ પ્રથાઓનું સંચાલન કરવું.
- કૃષિ વનીકરણ: જમીનમાં કાર્બન અને સૂક્ષ્મજીવાનું વધારવા માટે કૃષિ પાકો અને પશુ પ્રણાલી સાથે વૃક્ષ વાવેતર ને સંકલન કરવું.
- ખાતર અને બાયોચાર ઉમેરવા: કાર્બનનો સંગ્રહ વધારવા અને જમીનની ફળરૂપતા વધારવા માટે માટીમાં કાર્બોનિક સુથારક ઉમેરવા જેમકે સેન્દ્રીય ખરાતોનું ઉપયોગ (છાણીયું ખાતર,દિવેલા અને લીમડાનો ખોડ,વર્મી કંપોસ્ટ વગેરે)
કાર્બન ફાર્મિંગના મુખ્ય ફાયદા:
આબોહવા પરિવર્તન નિયંત્રણ: કાર્બન ફાર્મિંગ વાતાવરણ માંથી કાર્બન ડાઇઓક્સિસાઇડ ને ઓછું કરીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
આબોહવા પરિવર્તન નિયંત્રણ: કાર્બન ફાર્મિંગ વાતાવરણ માંથી કાર્બન ડાઇઓક્સિસાઇડ ને ઓછું કરીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં મદદરૂપ થાય છે જેનાથી ગ્રીન હાઉસ ગેસની પરિયાવરણ માં ઘટાડો થાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસરો પણ ઓછી થાય છે.
કાર્બન ફાર્મિંગમાં કુદરતી પદ્ધતિઓ દ્વારા જમીનની ફળદ્રુપતા અને પાક સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. કાર્બન ન્યુટ્રલ ફાર્મમાં વિવિધ પ્રકારના પાક અને છોડ ઉગાડવામાં આવે છે, જે કુદરતી જંતુ નિયંત્રણ અને જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે. જેમાં જૈવિક કચરાનું ખાતરમાં રૂપાંતર થાય છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવામાં થાય છે.કાર્બન ફાર્મિંગ એ એવી આધુનિક કૃષિ પદ્ધતિ છે જેનું મુખ્ય લક્ષ્ય હવામાં કાર્બન ને જમીનમાં સંગ્રહ કરવો અને તેના માટે કાર્બન ક્રેડિટ મેળવાનો તેમજ જમીનની ફળરૂપતા સુધારીને કૃષિમાં ખેડૂતની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો છે. આ આબોહવા પરિવર્તનને ઘટાડવામાં મદદ કરે છે. આનાથી જમીનની ફળદ્રુપતા વધે છે. આ ઉપરાંત, તે જૈવવિવિધતાને પણ પ્રોત્સાહન આપે છે તેમ જ ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
Share your comments