તુલસીનું છોડ આપણ દેશ ભારતના 82 ટકા ઘરોમાં જોવા મળે છે. કેમ કે તે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો એક છોડ છે. તેનું પોતાનું એક ધાર્મિક મહત્વ છે, જેના કારણે ભારતના દરેક ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ જે ઘરમાં તુલસીનું છોડ હોય છે ત્યાં ભગવાનનું વાસ હોય છે. અને જ્યાં ભગવાનનું વાસ હોય તે જગ્યામાં સુખ અને સમૃદ્ધિ તો પોતે જ આવી જાય છે. એટલે આપણા ભારતીય ઘરોમાં દર રોજ સવારે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક મહત્વના સાથે-સાથે છે વૈજ્ઞાનિક મહત્વ પણ
જેમ કે તમને ખબર જ છે કે તુલસીના છોડ ભારતીયો માટે કેટલો મહત્વપૂર્ણ છે અને તમને તે પણ ખબર હશે કે તુલસીના છોડના કેટલાક સ્વાસ્થ્ય લાભો પણ છે. કેમ કે જ્યારે પણ આપણે શરદી કે ઉદરસ થાય છે તો દરકે વ્યક્તિએ એજ કહે છે કે તુલસી નાખીને ચા પી લે બધું જ ઠીક થઈ જાય. કેમ કે તુલસીમાં ગુણધર્મો મોટા પ્રમાણમાં હોય છે અને હવે તો વૈજ્ઞાનિક પણ પોતાના રિસર્ચમાં આ વાત જણાવી દીધું છે. પરંતું ત્યા સૌથી મોટી સમસ્યા જે ઉભી થાય છે તે હોય છે. તુલસીના છોડનું ઝડપથી સુખી જવાનો એટલે આપણે તમારે માટે તુલસીની એવી જાતિઓ વિશે માહિતી લઈને આવ્યા છે જેનું વાવેતર તમે સરળતાથી કરી શકો છો અને તે જલ્દીથી સુખાય પણ નહીં.
રામા તુલસી
રામા તુલસી, તુલસીની એવી જાત છે જે ઝડપતી સુખાતી નથી. તેના વિશે વાત કરીએ તો રામા તુલસીના પાંદડા લીલા રંગના હોય છે. તેમ જ તે તુલસી ભગવાન રામની ખૂબ જ પ્રિય હતી આથી તેનો નામ રામા તુલસી પાડવામાં આવ્યું છે. તેનો પાન મીઠા હોય છે અને તેને ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધીનું પ્રવેશ થાય છે.તેમ જ ઘરમાં તેનું વાવેતર કરવું પણ શુભ માનવામાં આવે છે.
શયામા તુલસી
શયામા તુલસી ચક્રધારી ભગવાન કૃષ્ણાને બહુ જ પ્રિય હતી, આથી તેનો નામ શયામા તુલસી પાડવામાં આવ્યું છે. તેના પાંદડા ઘેરા જાંબલી રંગના હોય છે. તેથી તે શ્યામા તુલસી તરીકે ઓળખાય છે. તેને કૃષ્ણ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે એક વાર વાવ્યા પછી 5 વર્ષ સુધી સુખાતી પણ નથી.
લીંબુ તુલસી
લીંબુ તુલસીના છોડના પાંદડા લીંબુના ઝાડના પાન જેવા હોય છે. તેને પ્રહલદા તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેની સુગંધ પણ લીંબુ જેવી હોય છે.આ તુલસીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે જે તમારા સ્વાસ્થ માટે ઘણા ફાયદાકારક ગણાયે છે. તે પણ વાવ્યા પછી લામ્બા સમય સુધી સુખાતી નથી
વન તુલસી
વન તુલસીને જંગલી તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર હોય છે. તેના છોડમાં સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના ફૂલો આવે છે જે ઘણા સુગંધિત હોય છે. શાસ્ત્ર મુજબ આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે. પરંતુ જો તમારે સ્વાસ્થ લાભ જોઈતું હોય તો તમે તેનો વાવેતર ઘરમાં કરી શકો છો.
શ્વેત તુલસી
તુલસીના કુલ 5 પ્રકાર છે. જેમાંથી એક પ્રકાર શ્વેત તુલસી પણ છે. શ્વેત તુલસીને વિષ્ણુ તુલસી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ તુલસીને ભગવાન વિષ્ણુંના પ્રિયા ગણવામાં આવે છે. આ તુલસીના ફૂલ સફેદ રંગના હોય છે. આ કારણથી તેને સફેદ તુલસા પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મોટા પાચે ભગવાન વિષ્ણુની પૂજામાં થાય છે. જો તમે તેને ઘરમાં વાવો છો તો તે 5 વર્ષ સુધી સુખાતી નથી.
Share your comments