પાકની લણણી પછી ખેડૂતો સામે સૌથી મોટી સમસ્યા તેને સુરક્ષિત રાખવાની હોય છે. જેના માટે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરે છે. કેમ કે કોલ્ડ સ્ટોરેજ વઘુ સમય સુધી પાકને સુરક્ષિત રાખે છે. આથી કરીને દેશના દરેક ખુણામાં ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ઘ છે. શાકભાજી, અનાજ અને ફળ બગડે નહીં તેથી આ કોલ્ડ સ્ટોરે જ બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોલ્ડ સ્ટોરેજ તરફ ખેડૂતોનો ઝોક વધ્યો છે. પરંતુ, કોલ્ડ સ્ટોરેજની મોંઘી ટેક્નોલોજીને કારણે તમામ ખેડૂતો તેનો લાભ લઈ શકતા નથી. આવા ખેડૂતોને મદદ કરવા માટે, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI), પુસાએ દેશનું સૌથી સસ્તું કોલ્ડ સ્ટોરેજ વિકસાવ્યું છે.
પૂસા ફાર્મ સન ફ્રીજ
PUSAના વૈજ્ઞાનિકોએ તેને 'Pusa Farm Sun Fridge' નામ આપ્યું છે. જે ખેડૂતોના પાકને નુકસાનથી બચાવવાનો સૌથી સસ્તો ઉપાય છે તેના થકી ખેડૂતોએ સરળતાથી તેમના ઘરે આ કોલ્ડ સ્ટોરેજ સ્થાપિત કરી શકશે. તેના મદદના ભાગરૂપે ખેડૂતોને પોતાના પાકને બગડવાથી બચાવવા માટે વધુ રૂપિયા પણ ખર્ચ કરવું પડશે નહી.
કોલ્ડ સ્ટોરેજની વિશેષતા
તમને જણાવી દઈએ કે ફળો, શાકભાજી અને અનાજ બગડવાથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. પરંતુ, પુસાના આ કોલ્ડ સ્ટોરેજથી ખેડૂતોની સમસ્યા સરળતાથી હલ થશે. પુસા દ્વારા વિકસિત આ કોલ્ડ સ્ટોરેજમાં ફળો અને શાકભાજીને સુરક્ષિત રાખી શકાય છે. જો આપણે 'પુસા ફાર્મ સન ફ્રિજ'ના ફિચર્સ વિશે વાત કરીએ તો તેને ચલાવવા માટે અલગથી વીજળી કે બેટરીની જરૂર પડતી નથી.
આ પણ વાંચો:ડુંગળીની ખેતીના ખર્ચ અડધો કરી દેશે આ મશીન, સમયની પણ થશે બચત
તેમાં 415 વોટની 12 સોલાર પેનલ છે, જે તેને ચલાવવા માટે વીજળી ઉત્પન્ન કરે છે. આ સિવાય દરેક સિઝન પ્રમાણે તાપમાનને એડજસ્ટ કરી શકાય છે. એટલે કે ઉનાળામાં તે અંદરથી ઠંડુ અને શિયાળામાં અંદરથી ગરમ રહે છે. તેની સંગ્રહ ક્ષમતા 2 થી 5 ટન છે. તેની સાઈઝ 3x3x3 મીટર છે અને તેને ગમે ત્યાં સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય છે. તેને બનાવવા માટે 7 થી 8 લાખ રૂપિયાનું ખર્ચ થશે.
આવી રીતે વિકસાવામાં આવ્યો કોલ્ડ સ્ટોરેજ
IARIના સંશોધક ડૉ. સંગીતા ચોપરા સાથે વૈજ્ઞાનિકોની ટીમે આ કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમ વિકસાવી છે. ટીમમાં મિશિગન યુનિવર્સિટી, યુએસએના ડો. રેન્ડોલ્ફ બ્યુડ્રી અને ડો. નોર્બર્ટ મુલર પણ સામેલ હતા. ડો. સંગીતાના જણાવ્યા અનુસાર, દેશમાં દર વર્ષે હજારો ટન અનાજ અને અન્ય કૃષિ પેદાશો યોગ્ય કાળજીના અભાવે બગડી જાય છે. આ માટે ખેડૂતો પાસે કોલ્ડ સ્ટોરેજની સુવિધા છે, પરંતુ તે ખૂબ ખર્ચાળ છે. તેને ધ્યાનમાં રાખીને પુસાએ આ સસ્તું કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યું છે.
દર વર્ષે 10 ટકા ખેડૂતોનું બગડે છે પાક
તમને જણાવી દઈએ કે IRI હંમેશા ખેડૂતોના હિતમાં સંશોધન અને નવા પ્રયોગો કરતી રહે છે. જેથી ખેડૂતોને અદ્યતન સુવિધાઓ મળી શકે. આંકડાઓ અનુસાર, દર વર્ષે યોગ્ય કાળજીના અભાવે લગભગ 10 ટકા ખેડૂતોનો પાક બગડે છે અને તેમને નુકસાન સહન કરવું પડે છે. પરંતુ IARI ના સઘન સંશોધનને કારણે આ નવી ટેકનોલોજીની શોધ થઈ છે. આ કવાયત એટલા માટે કરવામાં આવી છે કે જેથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરી શકાય અને તેમની આવક વધારો કરી શકાય
Share your comments