Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Home Gardening: છોડને કેટલા દિવસના અંતરે ખાતર આપવું જોઈએ, જાણો એક ક્લિકમાં

બજારમાં મળતી ભેળસેળયુક્ત ખોરાખથી કંટાળીને હવે લોકોએ હોમ ગાર્ડનિંગ તરફ વળી રહ્યા છે. આજ કાલ લોકોને ઓર્ગેનિક ખોરાક જોઈએ છે, પરંતુ બજારમાં મળી રહેલી શાકભાજી કેટલી ઓર્ગેનિક અને તેમના સ્વાસ્થ્ય માટે કેટલી પોષ્ટિક છે તેની માહિતી કોઈના પાસે નથી. તેથી કરીને હવે કેટલાક લોકોએ હોમ ગાર્ડનિંગ કરવા માંડ્યા છે અને કેટલાક તે કરવાનું વિચારી રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

બજારમાં મળતી ભેળસેળયુક્ત ખોરાખથી કંટાળીને હવે લોકોએ હોમ ગાર્ડનિંગ તરફ વળી રહ્યા છે. આજ કાલ લોકોને ઓર્ગેનિક ખોરાક જોઈએ છે, પરંતુ બજારમાં મળી રહેલી શાકભાજી કેટલી ઓર્ગેનિક અને તેમના સ્વાસ્થ્ય માટે કેટલી પોષ્ટિક છે તેની માહિતી કોઈના પાસે નથી. તેથી કરીને હવે કેટલાક લોકોએ હોમ ગાર્ડનિંગ કરવા માંડ્યા છે અને કેટલાક તે કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ જો તમે એમ વિચારી રહ્યા છો કે તે સરળ છે તો આવું નથી. હોમ ગાર્ડનિંગ માટે ખાતર અને પાણીને લગતી નાની નાની વિગતો શીખવી પડે છે. તેથી કરીને અમે આ સમાચારમાં તમને ફળ, શાકભાજી, ફૂલો અને મસાલાના છોડને ફળદ્રુપ બનાવવાનો યોગ્ય સમય જણાવવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, કયું ખાતર ક્યારે આપવું તેની માહિતી પણ અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

ખાતર વિશે માહિતી

જો તમે હોમ ગાર્ડનિંગના વિશેમાં વિચારી રહ્યા છો કે પછી કરી રહ્યા છો તો તમારા માટે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર આપવું એ બેસ્ટ ઓપ્શન છે. જેમ કે તમે જાણો છો કે કેમિકલ મુક્ત ઉગાડવામાં આવતા ફળો, શાકભાજી અને મસાલાની ગુણવત્તા વધુ સારી હોય છે. મોટાભાગના ફૂલો અને શાકભાજી 3-4 મહિનામાં તૈયાર થઈ જાય છે. જે છોડ 3 મહિનામા તૈયાર થાય છે, તેના માટે મહત્તમ બે વાર ખાતર આપવું પૂરતું છે. એવા છોડને કોક પીટ ખાતર આપો કેમ કે તેથી છોડને દરરોજ પાણી આપવાની જરૂર રહેશે નહીં અને તેઓ લાંબા સમય સુધી જમીનમાં ભેજ જાળવી રાખશે. બીજી વખત જ્યારે છોડ ફૂલ આવવાનું શરૂ થાય છે ત્યારે વર્મી કમ્પોસ્ટ આપવું જોઈએ, ત્યાર પછી વર્મી કમ્પોસ્ટ 40-45 દિવસના અંતરે ત્રણ વખત આપવાનું રહેશે.

ખાતરની માત્રા

ક્યારે અને કયું ખાતર આપવું તે જાણવું જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું છે કે ખાતરની કેટલી માત્રા આપવી જોઈએ. જો છોડની ઊંચાઈ 6-8 ઈંચ હોય તો તેને 1-2 ચમચીથી વધુ ખાતર આપવું જોઈએ નહીં. છોડની ઊંચાઈ એક ફૂટથી વધુ હોય ત્યારે મુઠ્ઠીભર ખાતર આપવું. ખાતર નાખતા પહેલા છોડને સિંચાઈ કરવી જોઈએ. પાણી ઉમેરવાથી, ખાતર જમીનમાં સરળતાથી ઓગળી જાય છે. તેનાથી છોડને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાતરમાંથી સંપૂર્ણ પોષણ મળે છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો

ખાતર ઉપરાંત, છોડને પાણી, હવા અને પ્રકાશની પણ વિશેષ જરૂરિયાતો હોય છે. છોડને હંમેશા એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તેને દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક સૂર્યપ્રકાશ મળે. આ પ્રકાશસંશ્લેષણમાં પરિણમશે. પાણીની વાત કરીએ તો માત્ર ભેજ જાળવવાની જરૂર છે. જરૂરિયાત કરતા વધારે પાણી ક્યારેય ન આપવું જોઈએ. વધુ પડતા પાણી આપવાથી છોડના મૂળ સડી શકે છે. આ સિવાય જમીનમાં ફૂગ અને અન્ય જીવાતોનું જોખમ વધી જાય છે. 

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More