ખેડૂતો સદીઓથી જીપ્સમ જેવા જરૂરી ખનીજનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત જ્યાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે અને જ્યાં સઘન ખેતી Farming કરવામાં આવે છે ત્યાં કેલ્શિયમ અને સલ્ફર સંતુલિત પોષક તત્ત્વોના સંચાલનમાં જીપ્સમ મુખ્ય ભૂમિકા ભજવે છે.
દેશના ખેડૂતો સામાન્ય રીતે ખેતી માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ઉપયોગ કરે છે. પરંતુ ખેડૂતો ખેતર માટે જરૂરી એવા કેલ્શિયમ અને સલ્ફરનો ઉપયોગ કરતા નથી. જેના કારણે ખેતરમાં કેલ્શિયમ અને સલ્ફરની અછત સર્જાઈ જતી હોય છે, તમને જણાવી દઈએ કે જ્યાં જમીનનું ધોવાણ વધી રહ્યું છે અને જ્યાં સઘન ખેતી કરવામાં આવે છે ત્યાં કેલ્શિયમ અને સલ્ફર સંતુલિત પોષક તત્ત્વોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની ઉણપને પહોંચી વળવા માટે જીપ્સમ એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જીપ્સમનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ છે. જેમાં 23.3% કેલ્શિયમ અને 18.5% સલ્ફર ઉપલબ્ધ હોય છે.
જીપ્સમ જ્યારે પાણીમાં ઓગળી જાય છે, ત્યારે કેલ્શિયમ જમીનમાં હાજર સોડિયમ આયન સાથે એક્સચેન્જ થાય છે અને સોડિયમના આયનોને દૂર કરીને તેનું સ્થાન લે છે. કણો પર આયનના આ ફેરફારથી જમીનની રાસાયણિક અને ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે અને જમીન ખેતી માટે યોગ્ય બને છે. ઉપરાંત, જીપ્સમ જમીનમાં હાજર સૂક્ષ્મ પોષકતત્ત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે.
જીપ્સમના ફાયદા Advantages Of Gypsum In Agriculture
જીપ્સમ કેલ્શિયમ અને સલ્ફરની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. પાકમાં મૂળના સામાન્ય વિકાસ અને વૃદ્ધિમાં પણ મદદ કરે છે. જીપ્સમનો ઉપયોગ પાક સંરક્ષણમાં પણ થઈ શકે છે કારણ કે તેમાં સલ્ફરનું પ્રમાણ યોગ્ય હોય છે. તેલીબિયાં પાકોમાં જીપ્સમ ઉમેરવાથી સલ્ફરની પૂર્તિ થાય છે, જે મુખ્યત્વે બીજ ઉત્પાદન તેમજ તેલમાંથી આવતી ખાસ ગંધ માટે મુખ્ય રૂપથી ઉપયોગી છે. જીપ્સમ આપવાથી જમીનમાં પોષક તત્ત્વો ખાસ કરીને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને સલ્ફરની ઉપલબ્ધતામાં વધારો કરે છે. જીપ્સમ જમીનમાં સખત પડનું નિર્માણ અટકાવે છે અને જમીનમાં પાણીના પ્રવેશને વધારે છે.
આ પણ વાંચો : ખેતીમાં બાયો ટેકનોલોજીનું શું મહત્વ છે તે જાણો
કેલ્શિયમની ઉણપના લક્ષણો
કેલ્શિયમની અછતને કારણે, પાંદડાઓના ઉપરના ભાગો સફેદ થઈ જાય છે. પાંદડા વાંકાચૂકા થાય છે અથવા તો સુકાઈ જાય છે. વધુ પડતા કેલ્શિયમની ઉણપને કારણે છોડનો વિકાસ અટકી જાય છે અને દાંડી પણ સુકાઈ જાય છે. છોડની આ બધી ખામીઓ જીપ્સમના ઉપયોગથી દૂર કરી શકાય છે. તે વધુ સારી જમીન સુધારક માનવામાં આવે છે. આ સાથે, તેનો ઉપયોગ પાકની ઉપજ અને ગુણવત્તા વધારવા માટે થાય છે.
કેવી રીતે કરશો ઉપયોગ
પાકની વાવણી પહેલા જમીનમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ નાખતાં પહેલા ખેતરને બે થી ત્રણ વાર ઊંડી ખેડ કરીને સારી રીતે તૈયાર કરવું જોઈએ. આ પછી, જીપ્સમના પટ્ટા લગાવીને છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ હળવું ખેડાણ કરીને જમીનમાં જીપ્સમને ભેળવી દો.
આ પણ વાંચો : આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- જીપ્સમને વધુ ભેજવાળી જગ્યાએ ન રાખો, તેને જમીનથી સહેજ ઉપર રાખો.
- માટી પરીક્ષણ પછી યોગ્ય માત્રામાં જીપ્સમ નાખો.
- જ્યારે તીવ્ર પવન ફૂંકાય ત્યારે જીપ્સમનો છંટકાવ કરવો જોઈએ નહીં.
- જીપ્સમમાં જો ગાંગડા હોય તો પહેલા તેને ભાંગી નાખવા પછી તેનો વપરાશ કરો
- જીપ્સમ લગાવતી વખતે હાથ શુષ્ક હોવા જોઈએ.
- સમગ્ર ખેતરમાં સરખે ભાગે જીપ્સમનો ઉપયોગ કરવો જોઈએ.
- જીપ્સમ ઉમેર્યા પછી, તેને જમીનમાં સારી રીતે ભેળવી દો.
- જીપ્સમને બાળકોની પહોંચથી દૂર રાખો. આ પણ વાંચો : Jojoba Cultivation : ખેડૂતો કરી રહ્યા છે વિદેશી ખેતી, જોજોબાની ખેતી કરીને 150 વર્ષ સુધી મેળવી શકશો નફો
આ પણ વાંચો : વૃક્ષારોપણ ખેતી શું છે ? જાણો તેની પદ્ધતિ
Share your comments