Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Fish Fertilizer: માછલીના ખાતર છે તમારી જમીન માટે વરદાન, ફળદ્રુપદા વધારવામાં થાય છે મદદરૂપ

જો તમે ખેતી અથવા બાગકામ કરો છો, તો તમારા માટે માછલી ખાતર વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે માછલીના ખાતર જમીનની ફળદ્રુપદા વધારવામાં મદદરૂપ થાય છે. તેથી છોડમાં જરૂરી પોષક તત્વોને વધારવામાં મદદ મળે છે અને તેના ઉપયોગથી છોડ સરળતાથી ઉગી આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
માછલીના ખાતર
માછલીના ખાતર

જો તમે ખેતી અથવા બાગકામ કરો છો, તો તમારા માટે માછલી ખાતર વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે માછલીના ખાતર જમીનની ફળદ્રુપદા વધારવામાં મદદરૂપ થાય છે. તેથી છોડમાં જરૂરી પોષક તત્વોને વધારવામાં મદદ મળે છે અને તેના ઉપયોગથી છોડ સરળતાથી ઉગી આવે છે. માછલીના ખાતરનું ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જણાવી દઈએ કે માછલીના ખાતરમાં પોટેશિયમ, નાઈટ્રોજન અને ફોસ્ફરસ સારી માત્રામાં જોવા મળે છે. તેથી કરીને આજ આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું માછલી ખાતરના ઉપયોગથી તમને કેટલા ફાયદા થઈ શકે છે.

કેવી રીતે તૈયાર થશે માછલીના ખાતર

માછલીનું ખાતર તૈયાર કરવા માટે માછલીના હાડકાં, ચામડી અને માટીની જરૂર પડે છે. આ માટે તમે બજારમાંથી કમ્પોસ્ટેબલ માછલી અથવા નોર્મલ માછલી ખરીદી શકો છો. હવે તમારે તેને ખેતર કે બગીચાની માટીમાં દાટી દેવાનું છે. થોડા દિવસો પછી તમે જોશો કે તે માછલી માટીમાં ફેરવાઈ ગઈ છે. ત્યાર પછી તમે તેને ખાતર તરીકે વાપરી શકો છો. જો કે તમારા બગીચા અથવા ખેતરની જમીન માટે ખૂબ જ ફાયદાકારક થશે.

જમીન બનશે ફળદ્રુપ, છોડ વધશે ઝડપથી

માછલીના ખાતર વાપરવાથી તમને તમારી જમીન માટે ફોસ્ફરસ મોટી માત્રામાં જોવા મળશે.જે છોડના મૂળને ઝડપથી વધવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ખેતર કે બગીચાની જમીન યોગ્ય રીતે ફળદ્રુપ બની શકે છે. જમીનમાં તેના ઉપયોગથી, છોડ ખૂબ જ ઝડપથી વધશે.જેથી ફૂલ અને ફળના ઝાડમાંથી સારી ઉપજ તમે મેળવી શકો છો. ખેતરની જમીનમાં આ માછલીના ખાતરના ઉપયોગથી જમીનમાં પાણી જમા થતું નથી,

તમારી માહિતી માટે જણાવી દઈએ કે માછલીના ખાતરમાં ફોસ્ફરસ અને પોટેશિયમ મોટી માત્રામાં જોવા મળે છે, તેની સાથે તમે તેમાં કેલ્શિયમ અને નાઈટ્રોજન જેવા તત્વો પણ મેળવી શકો છો. માછલીના ખાતરમાં પુષ્કળ કાર્બન હોય છે, જે જમીનની મજબૂતાઈ વધારે છે. તેની મદદથી, જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ છોડના મૂળ સુધી પહોંચે છે, જો કે છોડના મૂળને મજબૂત બનાવે છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More