Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ઘરમાં તુલસીના આ સંકેતોને ન કરો નજરઅંદાજ, તરત જ કરો આ ઉપાય

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. હિંદુ ધર્મ અને હિંદુ શાસ્ત્રોમાં તુલસીને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Tulsi at home
Tulsi at home

ઘરમાં તુલસીનું  છોડ લગાવવું પણ ખૂબ જ શુભ છે અને તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. હિંદુ ધર્મ અનુસાર દરરોજ તુલસીના છોડને જળ ચઢાવવાથી દૈવી કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર, તુલસી માતાને  માણસનો ઉદ્ધાર કરવા ધરતી પર મોકલવામાં આવ્યા છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસીમાં લક્ષ્મીનો વાસ હોય છે. જે લોકોના ઘરમાં તુલસીનો છોડ હોય છે તેમના પર પણ ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. તુલસી ઘરોમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડનું ઘણું મહત્વ છે. તુલસી ઘરમાં આવનારી મુશ્કેલીઓ વિશે સંકેત આપે છે. જો ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની હોય તો તે ઘરમાંથી સૌથી પહેલા તુલસી જતી રહે  છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસીમાં થતા બદલાવ પણ જીવનમાં શુભ અને અશુભ હોવાનો સંકેત આપે છે. આ સંકેતોને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

તુલસી આપે છે આ સંકેત

-જો ઘરમાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય કે પાંદડા ખરવા લાગે તો તરત સમજી લેવું જોઈએ કે કોઈ મુશ્કેલી આવવાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સૂકઈ જાય તો, ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે. સૂકાયેલા છોડને તરત જ કાઢી નાખવો જોઈએ અને તેની જગ્યાએ નવો તુલસીનો છોડ લગાવવો જોઈએ. આવી સ્થિતિમાં લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ.

આ પણ વાંચો:બીજ વગર તમે કયાં ઝાડ વાવી શકો છો તે અંગેની રસપ્રદ માહિતી જાણો

-જો તમે ઘરમાં તુલસીનો નવો છોડ લગાવો છો અને  તે વારંવાર સુકાઈ જાય તો તે પિતૃ દોષનો સંકેત આપે  છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં તમારે દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. મંદિરમાં દાન કરો. તેનાથી પિતૃ દોષનો અંત આવી શકે છે.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન અથવા અગ્નિ કોણ) લગાવવો જોઈએ. તુલસીને ક્યારેય પણ પૂર્વ દિશામાં ન લગાવવી જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ આવે છે. તુલસીના છોડને હંમેશા એક ખૂણામાં સ્વચ્છ જગ્યાએ રાખો.

- રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. તેમજ તુલસીના પાંદડા પણ ના તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે અને જો તેમને જળ અર્પણ કરવામાં આવે તો તેમનું વ્રત તૂટી જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી જીવનમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. જેના કારણે ઘરમાં મુશ્કેલીઓ આવે છે અને માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

-રવિવારે એકાદશી તિથિ પર તુલસીના છોડને જળ ચઢાવવુ અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, માતા તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ સાથે થયા છે. આ કારણથી દેવુથની એકાદશીના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહનું ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે. માતા તુલસી દરેક એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

-તુલસી પર જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તુલસી પર જળ ચઢાવતી વખતે 'ઓમ-ઓમ' મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો શુભ માનવામાં આવે છે. તે ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં ધન અને ધાન્યમાં વધારો કરે છે.

આ પણ વાંચો:ખેતીમાં બાયો ટેકનોલોજીનું શું મહત્વ છે તે જાણો

Related Topics

#tulsi #home #fast #agripedia

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More