Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Diseases Control: વિવિધ પાકોમાં જૈવિક રોગ નિયંત્રક તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ

જૈવિક રોગ-નિયંત્રકો” આ એક સજીવો દ્વારા ઉત્પન્ન્ થયેલું સંયોજન અથવા કલ્ચર અથવા તો તેમનું ઉત્પાદન છે કે જેનો ઉપયોગ જીવાત અને રોગકારક સજીવોની સંખ્યા ઘટાડવામાં થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

“જૈવિક રોગ-નિયંત્રકો” આ એક સજીવો દ્વારા ઉત્પન્ન્ થયેલું સંયોજન અથવા કલ્ચર અથવા તો  તેમનું ઉત્પાદન છે કે જેનો ઉપયોગ જીવાત અને રોગકારક સજીવોની સંખ્યા ઘટાડવામાં થાય છે. પાક સંરક્ષણની વિવિધ પધ્ધતિઓ હાથ ધરવા છતાં દરવર્ષે રોગ અને જીવાતથી ર૦-રપ ટકા નુકસાન થાય છે.રાસાયણિક ફુગનાશકોના ઉપયોગથી ખાધપદાર્થોનું ઉત્પાદન વધ્યું છે ખરું, પણ એનાથી રોગકારક જીવાણુંઓ તથા ફુગોમાં રસાયણો પ્રત્યે પ્રતિકારક શકિત ઉત્પન્ન થાય છે. સાથોસાથ હવા, પાણી અને જમીન પ્રદૂષણ  તથા તંદુરસ્તીના પ્રશ્નો ઘણા વધી ગયા છે આ ઉપરાંત અનેક માનવ તેમજ પશુની તંદુરસ્તીના જટીલ પ્રશ્નો ઉભા થયા છે. વૈજ્ઞાનિકો પર્યાવરણના પ્રદૂષણને નિવારવા અને જમીનમાં ઝેરી દવાઓના ઉપયોગને અટકાવવા નવી પધ્ધતિઓ અને જમીનજન્ય રોગો રોકવાની રાસાયણિક પદ્ધતિ સિવાયની અન્ય પધ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોને અટકાવવા માટે ટ્રાયકોડર્માં વીરીડી, ટ્રાયકોડર્માં હરજીયાનમ, તેમજ સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ પાક રોગ નિયંત્રણ તરીકે રજીસ્ટર થયા છે.

જૈવિક નિયંત્રકોનું મહત્વ :

  • નુકસાનકારક ન હોવાને કારણે કોઈ આડઅસર દેખાતી નથી.
  • પર્યાવરણમિત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જેના ઉપયોગથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી.
  • જમીનમાં પડેલો ઘાસચારાનો કચરો સહેલાઈથી કોહવાણ પામે છે.
  • જૈવિક ઉત્પાદન હોવાના કારણે જમીન તેમજ પાણીનું પ્રદૂષણ થતું નથી.
  • પાકની રોગ પ્રતિકારક ક્ષામતા વધારે છે.
  • કાર્બનિક પદાર્થનું વિઘટન કરી છોડને ઉપલબ્ધ કરી આપે છે.
  • પાકને વિવિધ પોષકદ્રવ્યો ઉપલબ્ધ કરી આપે છે.
  • રાસાયણિક દવાનાં સરખામણીમાં સસ્તુ છે.
  • જમીનમાં સ્થાનિક થવાના કારણે લાંબાગાળા સુધી અસરકારક રહે છે.
  • જમીનની ફળદ્રુપતા અને પાકનું સ્વાસ્થ્ય સુધારે છે.
  • સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થા, નૈર્સગિક ખેતી પધ્ધતિ અને સેંન્િદ્રય ખેતીનું અનિવાર્ય અંગ છે.

જૈવિક રોગ નિયંત્રક ટ્રાયકોડર્માં

  • ટ્રાયકોડર્માં ફુગ દ્બારા ઉત્પન્ન થતા જમીનજન્ય રોગોને અટકાવવા માટે ખૂબજ ઉપયોગી ફુગનાશક છે. તે મુકત રીતે જીવતી ફુગ છે કે જે માટી તથા મૂળની આજુબાજુ રહે છે તે ખૂબજ ઝડપી મૂળ, માટી તથા વાતાવરણના સંપર્કમાં આવી શકે છે. ટ્રાયકોડર્માં એ અલગ અલગ પ્રકારની પ્રતિસ્પર્ધા અપનાવીને રોગ ઉત્પન્ન કરતી ફુગની વૃધ્ધિ અટકાવી તેનો નાશ કરે છે, જેમકે આહારશૃંખલામાં વિક્ષોપ પાડીને,એન્ટીબાયોટીકસ  (ટ્રાઈકોથેસીન) ઉત્પન્ન કરીને,ચોકકસ પ્રકારના લાઈટીક ઉત્સેચકો (કાઈટીનેઝ, ગ્લુકોનેઝ અને પેકટીનેઝ) ઉત્પન્ન કરીને ફયુઝેરીયમ,ફાયટોપથેરા,સ્કલેરોશિયમ જેવી ફુગનો નાશ કરે છે.
  • ટ્રાયકોડર્માં એ ફુગનાશક તરીકે વર્તે છે તેમજ રોગ ઉત્પન્ન કરતી જમીનજન્ય ફુગને વનસ્પતિના મૂળ સુધી પહોંચે તે પહેલા નાશ કરે છે. તે ખૂબ જ ઝડપથી વૃધ્ધિ કરી રોગ ઉત્પન્ન કરતી ફુગની ફરતે ગુંચળુ બનાવી વીંટળાઈ જાય છે અને તેની આહાર શૃંખલામાંથી પોષક તત્વો ખેંચી લઈ તેનો વિકાસ અટકાવે છે. જેથી રોગ ઉત્પન્ન કરતી ફુગનો નાશ થાય છે તથા વાતાવરણ ધીમે ધીમે રોગમુકત બને છે.
  • ટ્રાયકોડર્માં, દ્બિતિયક ચયાપચયકો ઉત્પન્ન કરીને રોગ ઉત્પન્ન કરતી હાનિકારક ફુગને લાંબા સમય સુધી દૂર રાખે છે.
  • ટ્રાયકોડર્માં ખૂબજ અસરકારક ફુગનાશક તરીકે વર્તે છે, તેમજ સફળતાપુર્વક રોગ ઉત્પન્ન કરતી ફુગ જેવી કે પીથીયમ,રાઈઝોકટોનીયા,ફયુઝેરીયમ,સ્કલેરોશીયા વગેરેનો નાશ કરી શકે છે.
  • ટ્રાયકોડર્માં જમીનમાં રહેલા ફોસ્ફરસ તથા સૂક્ષમપોષકતત્વોને લભ્ય સ્વરૂપે ફેરવી તંતુમૂળનો વિકાસ કરી સમગ્ર છોડનો વિકાસ કરે છે આમ વૃદ્ધિપ્રેરક તરીકે વર્તે છે.
  • ટ્રાયકોડર્માં મહત્વનાં કમ્પાઉન્ડ ઉત્પન્ન્ કરી તેને જાળવી રાખે છે, જે છોડની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
  • ટ્રાયકોડર્માંમાં રહેલ એન્ડોકાઈટીનેઝ કે જેને તમાકુ અને બટાટા જેવા પાકના રંગસૂત્રમાં દાખલ કરવામાં આવે તો છોડની રોગપ્રતિકારક શકિત વધે છે. જેના કારણે અમુક ચોકકસ પ્રકારની રોગ ઉત્પન્ન કરતી ફુગની અસર છોડ ઉપર થતી નથી જેમકે અલ્ટરનેરીયા,બોટ્રીટીસ, રાઈઝોકટોનીયા વગેરે.
  • જમીનમાં પડી રહેલ વધારાના રાસાયણિક કીટકનાશક દવાના તત્વો જેવાકે ઓરગેનોકલીરીન,ઓરગેનોફોસ્ફેટ,કાર્બોનેટસ તથા નીંદામણનાશક તત્વો કે જે ફળદ્વુપ જમીનનો બગાડ કરે છે તેનો નાશ કરીને ખૂબજ મહત્વનું કામ કરે છે.

જૈવિક ખાતરો:  

        જીવંત સુક્ષમ જીવાણુંઓની શકિતશાળી જાત જમીનમાં તત્વો ઉમેરી અથવા પ્રાપ્ય સ્વરૂપ માં  ફેરવી ખાતર તરીકેનું કામ કરી આપે છે.     વિવિધ જૈવિક ખાતરોમાં એઝોટોબેકટર, એઝોસ્પારીલમ, એસીટોબેકટર, રાઈઝોબીયમ, બ્લ્યુ ગ્રીન આલ્ગી, અઝોલા, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ મોબીલાઈઝીંગ અને બેકટેરીયાનો સમાવેશ થાય છે. આ ખાતરો નિદોષ પ્રમાણ માં સસ્તા તેમજ ઈકોફ્રેન્ડલી હોઈ દરેક ખેડૂતે પોતાની ખેતી પધ્ધતિ માં તેનો સમાવેશ કરવો જરૂરી છે.

જૈવિક ખાતર શા માટે ઉપયોગમાં લેવા જોઈએ?

        હાલમાં ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે જો કે બહું મોંઘા છે આ ઉપરાંત વાતાવરણ તથા જમીન અને પાણીમાં પ્રદુષણ ફેલાવે છે. આવી  વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેટલાંક લાભદાયી સુક્ષમજીવાણું મેળવવામાં આવેલ છે કે જે રાસાયણિક ખાતરોનો એક વિકલ્પ છે તથા વાતાવરણ તથા જમીન અને પાણીને પ્રદુષિત નથી કરતાં આ કારણોસર જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો હિતાવહ છે.

જૈવિક ખાતરો કઈ રીતે કાર્ય કરે છે?

  • હવામાં રહેલ નાઈટ્રોજનને સીધો જમીનમાં પ્રસ્થાપિત કરવાનું તેમજ કઠોળ વર્ગના પાકોમાં મુળગંડિકાઓ બનાવી છોડને નાઈટ્રોજન પુરો પાડવાનું કામ.
  • જમીનમાં અદ્રાવ્ય સ્વરૂપમાં રહેલ ફોસ્ફેટ (ટ્રાયકેલ્સીયમ તેમજ એલ્યુમીનીયમ ફોસ્ફેટ) ને છોડ લઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે.
  • હોર્મોન્સ તેમજ ઉત્સેચકો પેદા કરવાનું કામ કરે છે જે છોડની વૃદ્ધીમાં ખુબજ મહત્વની ભુમિકા ભજવે છે.
  • જયારે બીજ માવજત કે જમીન માવજત તરીકે આપવામાં આવે છે જમીનને તેમજ પર્યાવરણને કોઈ પણ પ્રકારનુ નુકશાન પહોંચાડયા વગર પોષક તત્વોની પ્રાપ્યતા વધારી પાક ઉત્પાદનમાં વધારો કરે છે.

જૈવિક ખાતરોના ફાયદા

(૧) જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવામાં તેમજ પર્યાવરણનુ પ્રદુષણ ઘટાડવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.

(ર) આ ખાતરોની મદદથી રાસાયણિક ખાતરોના વરાપશ તેમજ તેનાથી થતુ પ્રદુષણ અટકાવી શકાય છે.

(૩) પ્રમાણમાં ખુબજ સસ્તા હોવાથી નાના તેમજ સીમાંત ખેડૂતો પણ ઉપયોગ કરી શકે છે.

(૪)  આ ખાતરો સજીવ ખેતી કરનારા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે.

(પ) પ્રવાહી જૈવિક ખાતરોને વર્ષો સુધી જાળવી રાખીને વાપરી શકાય છે તેમજ બે વર્ષ સુધી તેમાં ૧૦ જીવંત કોષ / મી.મી. ની હાજરી જોવા મળે છે.

(૬) પ્રવાહી જૈવિક ખાતરોમાં બીજા સુક્ષમજીવોની હાજરી હોતી નથી.

(૭) આ ખાતરો એકબીજા સાથે મિક્સ કરી સરળતાથી વાપરી શકાય છે

ફોટો-પ્રિન્ટરિસ્ટ
ફોટો-પ્રિન્ટરિસ્ટ

વિવિધ પ્રકારના જૈવિક ખાતરો

૧.નાઈટ્રોજન સ્થીર કરતા સુક્ષમ જીવાણુંઓ: એઝોટોબેકટર, એસીટોબેકટર, એઝોસ્પિરીલિયમ, રાઈઝોબીઅમ, બ્લુ ગ્રીન અલ્ગી,અઝોલા  

૨. ફોસ્ફોરસ દ્રાવ્ય કરનારા જૈવિક ખાતરો: બેસીલસ, સ્યુડોમોનાસ અને એસ્પરજીલસ સ્પી.

૩. ફોસ્ફેટનું જમીનમાં ઝડપથી વહન કરતા જૈવિક ખાતરો:માઈકોરાઈઝા

૪. છોડના વિકાસમાં મદદરૂપ થનારા જૈવિક ખાતરો: સ્યુડોમોનાસ સ્પી.

૫. પોટાશનું જમીનમાં ઝડપથી વહન કરતા જૈવિક ખાતરો: ફ્રેચુરીયા સ્પી.

જૈવિક રોગનિયંત્રકો તેમજ જૈવિક ખાતરો વાપરવાની રીત

૧. બીજ માવજત: ડોસ: એક કિલો બિયારણને ૫ થી ૧૦ ગ્રામ (પ્રવાહી હોય તો મિલી) જૈવિક  રોગનિયંત્રકો તેમજ જૈવિક ખાતરો વાપરવાની પદ્ધતિ: જે દિવસે બિયારણ વાવવા માટે ઉપયોગમાં લેવાના હોય તેજ દિવસે બીજ માવજત આપવી. સૌ પ્રથમ બિયારણનો જથ્થો નક્કી કરી સાફ કરેલ જમીન ઉપર અથવા એક પ્લાસ્ટિક પેપર ઉપર પાથરવું. હાથમાં મોજા પેહરીનેજ કોઈ પણ જૈવિક અથવા રાસાયણિક જંતુનાશકો દ્વારા પટ આપવાનું આગ્રહ રાખો. નક્કી કરેલ બિયારણનાં ડોસમુજબ જૈવિક રોગનિયંત્રકો તેમજ જૈવિક ખાતરો લઇ બિયારણ ઉપર એકસરખું પુંકી દેવા અને તેના ઉપર હલકું પાણી છાંટી દેવા. ત્યારપછી હાથ વડે બિયારણને એકસરખુ મિક્સ કરી છાયડે ૧૫ થી ૨૦ મિનટ સુધી સુકવી વાવતેર માટે ઉપયોગમાં લઇ લેવા.

૨. ધરું અથવા કટકાની માવજત : ૧ લી. પાણીમાં ૫ થી  ૧૦ ગ્રામ જૈવિક  રોગનિયંત્રકો તેમજ જૈવિક ખાતરો મિક્સ કરી ધરૂનાં મુળિયા ૧૫ થી ૨૦ મિનટ સુધી બોળી રાખી રોપી દેવા. શેરડીના કટકાને પણ આ રીતે ૧૦૦ થી ૨૦૦ લી. જથ્થામાં કલ્ચર બનાવી કટકાને બોળી ઉપયોગમાં લઇ શકાય.   

૩. જમીનની માવજત : બધા ખેડૂતો આમતો ચોમાસા પૂર્વ ખેડ કરી છાણીયા ખાતર નાખતાજ હોય છે.  જમીનજન્ય રોગોને આવતા અટકાવતા માટે ખેડૂતોએ જૈવિક રોગ નિયંત્રક તરીકે ટ્રાયકોડર્માં અથવા   સુડોમોનાસ જથ્થાબંધ કલ્ચર બનાવીને ઉપયોગ કરવું જોઈએ. તે માટે છાણીયા ખાતર નાખવાણી કામગીરી જ્યારે ચાલુ હોય ત્યારે સારું કોહવાએલું સાફ કરેલું ૨૦૦ થી ૩૦૦ કિલો છાણીયુ ખાતર (એક એકર માંટે) અલગ છાયડાંમાં રાખવા. અળસિયા ખાતર અથવા ખોળનું પણ ઉપયોગ કરી શકાય. તેનાં ઉપર ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ટ્રાયકોડર્માં અથવા સુડોમોનાસ તેમજ વિવિધ પ્રકારના જૈવિક ખાતરો ૨૦૦ થી  ૨૫૦ મિલી મુજબ મિક્સ કરવા. તેના ઉપર પાણી છાંટી ભેજ જાળવી રાખવું. તાપમાનને ધ્યાનમાં રાખી સતત પાણી છાંટતા રેહવું. આ રીતે  જૈવિક રોગ નિયંત્રકો  તેમજ જૈવિક ખાતરોનું સવર્ધન અને જથ્થામાં ઉત્પાદન કરી અઠવાડીયા અથવા ૧૫ દિવસ બાદ ચોમાસાની શરૂઆત થયેથી નીચે મુજબ ઉપયોગ કરી શકાય. 

અ. ધાન્યવર્ગીય પાકો, ઘાસચારા પાકો, કઠોળ, તેલીબીયા અથવા શેરડી જેવા પાકોમાં ખેતરમાં  ખુલ્લામાં અથવા ચાસમાં પુંકીને ઉપયોગ કરી શકાય.

બ. કપાસ, બાગાયતી શાકભાજી પાકોમાં છોડનાં ફરતે ૧૦૦ થી ૨૦૦ ગ્રામ નાખી શકાય. બાગાયતી ફળપાકોમાં ઉમર મુજબ ઝાડના ફરતી રીંગ કરી ૨ કિલો થી ૨૫ કિલો સુધી વાપરીં શકાય.          

૩. ટપક સિંચાઈ દ્વારા (ડ્રીપ સાથે) અથવા ડ્રેન્ચીંગ કરીને છોડની ફરતે : ઉપર મુજબ બીજમાવજત  અથવા જમીનમાં ટ્રાયકોડર્માં અથવા સુડોમોનાસ તેમજ વિવિધ પ્રકારના જૈવિક ખાતરો ઉપયોગ ન કરેલ હોય તો ટપક સિંચાઈ દ્વારા (ડ્રીપ સાથે) અથવા છોડની ફરતે થડની બાજુમાં અથવા મૂળની નજીક ડ્રેન્ચીંગ કરીને (૫ ગ્રામ પ્રતિ લી. પાણી મુજબ) ઉપયોગ કરી શિકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More