Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Crop Safety: તારની કાંટાળી વાડની જગ્યા વાવો આ ફૂલ, જંગલી પ્રાણીઓને ખેતરથી રાખશે દૂર

ખેતી કરવું કોઈ સહેલું કામ નથી, તેના માટે ખેડૂતોને શું-શું કરવું પડે છે તે શહેરના લોકોએ સમજી શકતા નથી. પોતાની જાતને માટીમાં ભેળવું પડે છે, ત્યારે જઈને પાક ઉગે છે.ખેડૂતોને ફક્ત ખેતી માટે જમીન તૈયાર કરવી, વાવણી, પિચત કે પછી ફક્ત લણણી નથી કરવી પડતી, તેઓએ પોતાના પાકનું ધ્યાન એક નાના કિક્લાની જેમ રાખે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખેતી કરવું કોઈ સહેલું કામ નથી, તેના માટે ખેડૂતોને શું-શું કરવું પડે છે તે શહેરના લોકોએ સમજી શકતા નથી. પોતાની જાતને માટીમાં ભેળવું પડે છે, ત્યારે જઈને પાક ઉગે છે.ખેડૂતોને ફક્ત ખેતી માટે જમીન તૈયાર કરવી, વાવણી, પિચત કે પછી ફક્ત લણણી નથી કરવી પડતી, તેઓએ પોતાના પાકનું ધ્યાન એક નાના કિક્લાની જેમ રાખે છે. જ્યાર સુધી પાક લણણી માટે તૈયાર નથી થતું ત્યાર સુધી ખેડૂતોને એક પગ પર ઉભા રહીને તેનું ધ્યાન રાખવું પડે છે. તેમાં પછી વરસાદથી પાકને બચાવવું હોય કે રોગથી. હવે આ બન્નેથી તો જગતના તાત પોતાના પાકનું રક્ષણ સરસ રીતે કરી લે છે. પરંતુ ખેડૂતનું એક દુશમન એવું પણ છે જો કે તેના પાકને સંપૂર્ણ પણે બર્બાદ કરી નાખે છે અને તેઓ છે જંગલી પ્રાણીઓ. હાથી, ડુક્કર, નીલ ગાય જેવા જંગલી પ્રાણીઓ ખેડૂતોની મહેનતને ખરાબ કરી નાખે છે. જેના માટે તેઓને ખેતરમાં તારની કાંટાળી વાડ બનાવવાનું વારો આવે છે, જોકે દરેક ખેડૂત નથી કરી શકતો.

આ ફૂલ પ્રાણીઓને રાખશે ખેતરથી દૂર

ખેડૂતોની એજ સમસ્યાને દૂર કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોહાઘાટના નિષ્ણાતો એક ફૂલનું ઉપયોગ કરશે. તેમના મુજબ આ ફૂલ ખેડૂતોની આ સમસ્યાને તરત જ દૂર કરી દેશે. ફક્ત ખેડૂતોને આ ફૂલ પોતાના ખેતરમાં વાવુ પડશે અને જ્યારે આ ફૂલ ઉગી જશે તો કોઈ પણ જંગલી પ્રાણી ખેડૂતના પાક સામે જોશે પણ નહીં. નિષ્ણાતો કહે છે કે પ્રાણીઓના પ્રકોપને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. એટલે ખેડૂતોની સમસ્યાનો આ સરળ ઉકેળ છે “કેમોમાઈલના ફૂલો”.  કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોના મતે કેમોમાઈલના ફૂલોમાં એક ખાસ પ્રકારની સુગંધ હોય છે, જેની સુગંધ પ્રાણીઓને ખેતરથી દૂર રાખવા મદદ કરે છે.

કેમોમાઈલના ફૂલની સુંગધ પ્રાણીઓને કરી નાખશે પરેશાન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોહાઘાટના નિષ્ણાંતો મુજબ કેમોમાઈલ ફૂલની સુંગધ પ્રાણીઓને પરેશાન કરી નાખશે અને તેઓ ખેતર તરફ આગળ પગ મુકશે નહીં. તેથી ખેડૂતોને પોતાના ખેતરમાં ફૂલ વાવું જોઈએ. તેથી બે કામ થશે પ્રથમ તેમનું પાક જંગલી પ્રાણીઓથી સુરક્ષિત થઈ જશે અને બીજું તેઓ જે ખેતરમાં કાંટાળી વાડ બાંધે છે તેથી કોઈ પ્રાણીના પ્રાણ પણ જશે નહીં. નિષ્ણાતો મુજબ આ ફૂલોમાં ફ્લેવોનોઈડ નામનો પદાર્થ હોય છે જે આ ગંધને ઉત્સર્જિત કરે છે સુરક્ષા માટે સમયાંતરે કરવામાં આવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેમોમાઈલ ફ્લાવરનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.

ખેતરોના રક્ષણમાં મદદરપ થાશે.

આ પ્રયોગ પછી એવું માનવામાં આવે છે કે કેમોમાઈલની ગંધ જંગલી પ્રાણીઓની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. નોંઘણીએ છે કે ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય ઘણા રાજ્યોમાં જંગલી પ્રાણીઓ પાકને નુકસાન પહોંચાડે છે. ઘણી વખત તેઓ ખેતરોના રક્ષણ માટે બાંધવામાં આવેલી વાડને પણ તોડી નાખે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ વાડમાં કરંટ છોડી દે છે જેના કારણે પ્રાણીઓ અને ક્યારે-ક્યારે માણસોને પણ પોતાનું જીવ ગુમાવાનો વારો આવી જાય છે.

આ પણ વાંચો:Aloe vera Farming: ઉનાળામાં કરો કુંવારપાઠુંની ખેતી, અઢળક ઉત્પાદન સાથે થશે લાખોની આવક

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More