વર્ષ ૧૬૫૨મા કલ્પેપરએ સ્પાનને મશરૂમનું માયસેલિયમ છે એવુ વર્ણવેલ.ત્યાર્ પછી વર્ષ ૧૬૫૨ થી ૧૮૯૪ સુધી સ્પાનને બનાવવાને બદલે જંગલીમાંથી એકત્રિત કરવામાં આવતા હતા. અનાજના દાણ ઉપર સ્પાન ઉત્પાદનના આગમન પહેલાં વિવિધ પ્રકારના સ્પોન કુદરતી અથવા વર્જિન સ્પોન હતા. મશરૂમના સ્પૉન નુ બીજકણો અથવા પેશીઓનું પ્રથમ ઉત્પાદન કરનારા હેમ્લિન અને કો (યુ.કે.) હતા અને યુકેમાં બ્રિકના સ્પોન તરીકે વેચાતુ અને તેને ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુએસએમાં નિકાસ કરતા. પ્રથમ શુદ્ધ સ્પોનનું ઉત્પાદન ઘોડાના ખાતર પર ફ્રાન્સમાં કોન્સ્ટન્ટઇન (વર્ષ ૧૮૯૪) દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૦૫ માં ડગરે મશરૂમ પેશીઓમાંથી શુદ્ધ કલ્ચર તૈયાર કરયુ હતુ. ત્યારપછી માયસેલિયલ કલ્ચરનો ઉપયોગ ઘોડેના જીવાણૂ રહીત કરેલા ખાતરમા ઇનોક્યુલેટ કરવામાં આવતો હતા. પેનસિલ્વેનીયા સ્ટેટ યુનિવર્સિટી દ્વારા અનાજ પર સ્પોન બનાવવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવી હતી. જેણે તેના પર બે પેટન્ટ રાખી હતી. ૧૯૬૨ માં સ્ટોલર દ્વારા અનાજના સ્પોનને વધુ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કુદરતમાં, મશરૂમના બીજકણ એક પેઢીથી બીજી પેઢી સુધી પ્રજાતિના અસ્તિત્વમાં મદદ કરે છે. આ બીજકણ અત્યંત નાના માઇક્રોસ્કોપિક પ્રોપેગ્યુલ્સ છે અને તેથી બીજ તરીકે હેન્ડલ કરવું મુશ્કેલ છે. બીજકણને અંકુરિત થવા માટે સમય અને ચોક્કસ પરિસ્થિતિઓની જરૂર પડે છે અને આ સમય દરમિયાન પ્રતિસ્પર્ધી ફૂગ અંકુરિત થઈ શકે છે અને ઉપલબ્ધ સબસ્ટ્રેટને ખતમ કરવા માટે ઝડપથી વૃદ્ધિ પામે છે. તેથી, ઇચ્છિત મશરૂમ માયસેલિયમની શુદ્ધ સંસ્કૃતિ સૌપ્રથમ અનુકૂળ કૃત્રિમ સંસ્કૃતિ માધ્યમ પર ઉછેરવામાં આવે છે અને પછી તેનો ફાયદો આપવા માટે સબસ્ટ્રેટમાં ઉમેરવામાં આવે છે. સ્પૉન શબ્દને અનુકૂળ માધ્યમ પર ઉગાડવામાં આવેલા પસંદ કરેલા મશરૂમમાંથી વનસ્પતિના માયસેલિયમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે (ક્લિંગમેન, 1950). સ્પાનમાં મશરૂમનું માયસેલિયમ અને સહાયક માધ્યમનો સમાવેશ થાય છે, જે તેની વૃદ્ધિ દરમિયાન ફૂગને પોષણ પૂરું પાડે છે. સ્પાનનો ઉપયોગ ઇનોક્યુલમ અથવા "બીજ" તરીકે થાય છે. મશરૂમની ખેતી માટે સ્પૉનની યોગ્ય જાત અને ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાદા શબ્દોમાં કહીયેતો ઘઉં,ચોખા કે જુવાર જેવા અનાજના દાણા જેના ઉપર મશરૂમની ફૂગ ઉગાડવામાં આવે છે તેને અનાજના દાણા જેના પર મશરૂમની ફૂગ હાજર હોય છે તેને સ્પાન કહેવામાં આવે છે. ફૂગએ જીવાત પછીનો બીજો મોટો સમૂહનો સુક્ષ્મ્તત્વ છે. એક આંકડા પ્રમાણે દુનિયામાં ૧૫ લાખ જેટલી ફૂગ છે જેમાંથી આપણે માત્ર ૧.૧ લાખ ફૂગનો અભ્યાસ હજી સુધી કરી શક્યા છીએ. જેમાંથી ૧૪૦૦૦ મશરૂમ તરીકે જાણીતી છે. જેમાંથી બધીજ મશરૂમ ખાઈ શકતી નથી અને ઘણી બધી મશરૂમ ઝેરી હોય છે.આ બધી મશરૂમને ઉગાડવી શક્ય નથી.સને આપણા પ્રયત્નો છતા માત્ર ૨૦૦ જાતિજ આપણે ઉગાડી શક્યા છીએ.જેમાંથી ૧૦ જ એવી છે જે આપણે ઔદ્યોગિક સ્કેલ ઉછેરી શકયે છીએ. અનાજના દાણા ઉપર મશરૂમનું બીજ ઉગાડવાની પ્રક્રિયા પેહલા ઇ.સ.૧૬૫૨ થી ૧૮૯૪ સુધી સ્પાન જંગલી વિસ્તાર અથવા ખુલ્લા ખેતરો માંથી ભેગું કરવામાં આવતું હતું. ત્યારબાદ અનાજના દાણા ઉપર મશરૂમનું બીજ ઉગાડવાની પ્રક્રિયા ઇ.સ. ૧૯૩૨ માં પેનિસ્લ્વેનીયા ઢ્રારા વિકાસિત કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને વધારે પૂણૅતા ઇ.સ.૧૯૬૨માં આપવામાં આવી હતી. આજે મશરૂમ બીજ ઉત્પાદન કરતી વિશ્વની મોટાભાગની પ્રયોગશાળાઓ ઘઉં, જુવાર અને મકાઈઅન્ય જાડા ધાન્યો દાણા ઉપર મશરૂમના બીજનું ઉત્પાદન કરે છે.
સામાન્ય રીતે દુનિયામાં ઉગાડતી મશરૂમની જાતો પૈકી ભારતમાં મુખ્યત્વે ત્રણ જાતો બટન મશરૂમ (એગેરીક્સ જાતિ), ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ જાતિ), ડાંગરના પરાળના મશરૂમ(વોલ્વેરિયા જાતિ) ની વેપારી ધોરણે ખેતી થાય છે. આ ત્રણેય જાતોના ઉગવા માટે વાતાવરણીય પરિબળ ખૂબ જ અગત્યનું છે. ગુજરાત રાજ્યના વાતાવરણમાં ત્રણેય જાતો પૈકી ઢીંગરી મશરૂમ ખૂબ જ માફક આવે તેમ છે. વધુમાં તેને ઉગાડવા માટે જરૂરી એવા ડાંગરનું પરાળ પણ વિપૂલ માત્રામાં ઉપલ્બ્ધ હોઇ ઉપરોક્ત જાતો ખેતીમાં ઉપયોગ કરવાથી મહતમ ઉત્પાદન મેળવી શકાય છે. અત્રે ઢીંગરી મશરૂમ(પ્લુરોટસ જાતિ) ના બીજ ઉત્પાદન માટેની માહિતી આપેલ છે જે ખેડૂતોને ઉપયોગી થશે.મશરૂમ એક પ્રકારની ફૂગ છે. જેમાંથી ફલીનીકરણ થઈ મશરૂમના રોપા તૈયાર થાય છે. મશરૂમનું ઉચ્ચ ગુણવતાવાળું ઉત્પાદન લેવા માટે શુધ્ધ માતૃકલ્ચર વાપરવું અતિ આવશ્યક છે. મશરૂમનું માતૃ ક્લ્ચર હંમેશાં માન્ય, જાણીતી અને અનુભવી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો.
મશરૂમનું બીજ ઉત્પાદન કરવા માટે ની પ્રક્રિયા:
૧. માતૃકલ્ચર માટે માધ્ય્મની બનાવટ:
મશરૂમનું બીજ ઉત્પાદન માટે ઘણા બધા માધ્ય્મનો ઉપયોગ કરી શકાય છે તે પૈકી મુખ્ય્ત્વે પોટેટો ડેક્ષટ્રોઝ અગાર (PDA) માધ્ય્મનો ઉપયોગ કરવામાં આવે છે. માધ્ય્મની બનાવટ એ પાયાની જરૂરીઆત છે. માધ્ય્મ બનાવવા માટે ૨૦૦ ગ્રામ છોલેલા બટાકાના ટુકડાઓને પાણીમાં ઉકાળી જે દ્રાવણ તૈયાર થાય તેને ગાળી લઈને ૨૦ ગ્રામ ડેક્ષટ્રોઝ પાઉડર તથા ૨૦ ગ્રામ અગાર અગાર પાઉડર ભેળવી ઉકાળવામાં આવે છે. ત્યારબાદ માધ્ય્મની પી.એચ. ૭.૦ જાળવામા આવે છે અને ૧ લિટર પાણીમા મિશ્ર કરવામા આવે છે અને આ પ્રવાહી મિશ્રણને ફ્લાસ્કમાં લઈ તેને નિજીઁવિકરણ પ્રક્રિયામાંથી પસાર કરી માધ્યમ તૈયાર કરવામાં આવે છે જે સામાન્ય તાપમાને ફરી ઘટૃ થઈ જાય છે. અને તેમા સ્ટ્રેપ્ટોસાયક્લિન એન્ટીબાયોટિકનો ઉમેરો કરવામાં આવે છે જેથી તેમા કોઇ જાતના બેક્ટેરિયાનો વિકાસના થઇ શકે. આ તૈયાર કરેલા માધ્યમને લેમીનાર એર ફ્લોમાં પેટ્રી ડીશમાં નાખી અને તેના ઉપર મશરૂમની ફૂગ ઉગાડવામાં આવે છે.
૨. માધ્યમ ઉપર માતૃકલ્ચરનો ઉછેર:
મશરૂમનનુ માતૃકલ્ચર એ મશરૂમના પાઇલસ અને સ્ટીપ જંકશનમાંથી ટિશ્યુ કલ્ચર પધ્ધતિથી જંતુરહિત પરિસ્થિતિઓમાં મેળવવામાં આવતી ફૂગ છે શુદ્ધ માતૃકલ્ચર તૈયાર કરવા માટે તાજા ઉતરેલા મશરૂમના બીજકણો લઈ અને તેને ત્યારબાદ ૦.૧% મરક્યુરી ક્લોરાઈડ વડે જંતુરહિત કરવું અને ફરી બે વાર જંતુરહિત પાણી વડે સાફ કરવું. ત્યારબાદ અગાઉ તૈયાર કરેલા પોટેટો ડેક્ષટ્રોઝ અગાર (PDA) માધ્યમને અગાઉથી જીવાણુમુક્ત કરેલ પેટ્રીડીશમાં ૨૦-૨૨ મી.લી. પ્રતિ પેટ્રીડીશ (૯૦ મી.મી. X ૧૨મી.મી) માં લેવામાં આવે છે જે સામાન્ય તાપમાને ઘટૃ થઈ જાય છે અને કૃત્રિમ રીતે ઉગાડવામા આવે છે માતૃકલ્ચર તૈયાર કરવાનું બધુજ કામ જંતુરહિત વાતાવરણમા કરવામા આવે છે.આ માધ્યમથી તૈયાર કરેલ પેટ્રીડીશમાં જંતુરહિત વાતાવરણમાં મશરૂમના ફૂગનું અલગીકરણ કરીને બે ભાગમાં ટુકડા કરીને મધ્યમાં મૂકી સામાન્ય તાપમાને ૭ થી ૧૦ દિવસ ઉછેર કરવામાં આવે છે.આ ગાળા દરમ્યાન સમગ્ર પેટ્રીડીશ માધ્ય્મની સપાટી ઉપર સફેદ રંગની ફૂગની વૃધ્ધિ જોવા મળશે. આમ આ તૈયાર થયેલ ફૂગને માતૃબીજ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી અનાજ અથવા અન્ય કોઈ યોગ્ય માધ્યમ પર ઉગાડવામાં આવે છે
૩.માતૃબીજ ઉત્પાદન માટે અનાજ નાદાણા ને તૈયાર કરવાની પ્રક્રિયા:
ઘઉં, જુવાર અને બાજરી વગેરે જેવા અનાજનો ઉપયોગ માતૃબીજ બનાવવા માટે થઈ શકે છે
ઘઉંના દાણા એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સબસ્ટ્રેટ છે. ઘઉંના દાણા આખી રાત પલાળ્યા પછી આંશિક અથવા અડધા રાંધેલા ઉકાળવામાં આવે છે જેથી અનાજ સહેજ નરમ બનશે પણ ફોડશો નહીં. આ પછી અનાજને ચારણી પર રાખવામાં આવે છે જેથી વધારાના પાણીને બહાર કાઢી શકાય અને સપાટીના પાણીના બાષ્પીભવન માટે સૂકવવા દેવામાં આવે છે. ત્યારબાદ તેમા ચોક/કેલ્શિયમ કાર્બોનેટ (0.૫ ટકા) અને જીપ્સમ (૨ ટકા) ઉમેરવામા આવે છે જેથી ઘઉં, જુવાર અને બાજરીના દરેક દાણા એકબીજા જોડે જોડાયના જાય અને તેનોપી.એચ.આંક જરૂરિયાત મુજબનો જળવાય રહે ત્યારબાદ તેને બોટલ/પોલીપ્રોપીલીન બેગમાં ભરવામા આવે છે. જો કે, હવે એકમાત્ર કેલ્શિયમ કાર્બોનેટ જ અનાજ અને તેના મિશ્રણમાં ભળી જવા માટે પૂરતું છે જે ઇચ્છિત પીએચ જાળવી રાખે છે. ઉપકરોક્ત તૈયાર થયેલ દાણાને પહોળા મોઢા વાળી જંતુમુક્ત કરી શકાય તેવી કાચની બોટલમાં આશરે બોટલની કુલ જગ્યાના ૨/૩ ભાગ એટલે કે બોટલમાં આશરે ૨૦૦ ગ્રામ દાણા પ્રમાણે ભરવામાં આવે છે ત્યારબાદ બોટલ્સને નોન-એબ્સોર્બન્ટ કોટનથી બનેલા પ્લગનો ઉપયોગ કરીને પ્લગ કરવામાં આવે છે. આ દિવસોમાં મોટાભાગના બીજ ઉત્પાદન કરતા પોલિફીલનો ઉપયોગ કરે છે (એક કૃત્રિમ સામગ્રી જે કપાસને બદલે નરમ ઓશીકામાં અનુભવ્યું હશે કારણ કે તે સસ્તું છે અને વધુ સારું પરિણામો આપે છે). તેને ૧૨૧ સે. તાપમાને અને ૧૫ પી.એસ.આઈ.(PSI) દબાણ હેઠળ ૬૦ મિનિટ માટે નિજીઁવિકરણ પ્રક્રિયામાંથી પસાર કરવમાં આવે છે.
૪. તૈયાર કરેલા ઘઉં,જુવાર,મકાઈ અને અન્ય જાડા ધાન્યોના દાણાના ઉપર માતૃ કલ્ચરનો ઉછેર:
અગાઉના પોટેટો ડેક્ષટ્રોઝ અગાર (PDA) માધ્યમ ઉપર તંદુરસ્ત ઉછરેલ માતૃ ફૂગ કલ્ચરને બોટલમાં નિજીઁવિકરણ કરીને તૈયાર કરેલ બીજના માધ્યમ ઉપર જીવાણુરહિત વાતાવરણમાં ફેરવવામાં આવે છે. ઇનોક્યુલેશન પછી, બોટલને ૨-૩ અઠવાડિયા માટે ૨૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે (રાખવામાં આવે છે) આ બોટલને ફૂગ કલ્ચર નાખ્યાના ૩,૫,૭,૧૦,૧૨,૧૫,૧૭, અને ૨૦માં દિવસે નિયમિત હલાવામાં આવે છે જ્યારે મશરૂમ માયસેલિયમ ઘઉંના દાણાને સંપૂર્ણપણે આવરી લે છે. આ બોટલમાં તૈયાર કરવામાં આવેલા બીજને મધર સ્પોન કહેવામાં આવે છે. પ્રથમ પેઢીનું અનાજ પેદા કરે છે કાચની બોટલોમાં અનાજના દાણા પર તૈયાર થયેલા સ્પોનને પ્રથમ પેઢીનું મધર સ્પોન કેહવામા આવે છે. આમ આ મુખ્ય બીજનો બે થી ત્રણ અઠવાડિયામાં તૈયાર થઇ જશે જેનો ઉપયોગ અન્ય વ્યાપારી બીજ તૈયાર કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
Share your comments