Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather Gujarat : રાજયમાં માવઠાની આગાહી, થઇ શકે છે પહાડોમાં હિમ વર્ષા, ખેડૂતો થયા લાલ-ચોળ

રાજય માં શિયાળાની ઠંડીમાં થશે વરસાદ તો વધશે પારો, ક-મોસમી વરસાદની આગાહી બાદ ખેડૂતો હવે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.જેમાં ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે, રાજયના અમુક જિલ્લામાં માવઠાની શક્યતાઓ સાથે હવમાન વિભાગ તરફથી જાણકારી આપવા માં આવી છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
માવઠું
માવઠું

રાજયમાં વેસ્ટર્ન ડીસ્બનર્સના પ્રતાપે હવે માવઠા જેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે, વરસાદ હોય, ક-મોસમી વરસાદ,કે ઝાપટું,કે માવઠું હોય ખેડૂતોને આ બધી  જ સ્થિતિ માંથી  પસાર થવું પડતું હોય છે, પોતના પાકને સલામત રાખવા માટે અનેક -અનેક પ્રકારની સાવચેતીના પગલાં ભરતા હોય છે,

આગામી દિવસ માં ઉત્તરાયણ પણ નજીક છે પતંગ રસિયા પણ આ હવામાન આ આગાહીને લઇને ચિંતિત થશે એ વાત ચોક્કસ છે, પરંતુ આ માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, અને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે  કે મકરસકરાંતીના દીવસ દરમિયાન હવામાન સાફ રહેશે. આ માવઠાની અસર રાજયના અમુક જિલ્લા એટલે કે બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદના ભારે  માવઠાની શક્યતા છે.

હવામાન વિભાગ શું જાણકારી આપે છે જાણો ?

8 જાન્યુઆરી  થી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ ત્યાર બાદ  ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા,અને બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદના માવઠા જેવી સ્થિતિ ઉભી થશે. હાલની સ્થિતિ પ્રમાણે  અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદ માવઠાની કોઈ અસર જોવા મળતી નથી. આ માહિતી  હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે,

હવામાન વિભાગ
હવામાન વિભાગ

9 જાનયુઆરીના હવામાન અને વાતાવરણના સમાચારની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, સાબકાંઠા, બનાસકાંઠા, બોટાદ, વલસાડ, દમણ,દાદરનગર હવેલી, સામાન્ય વર્ષા પડવા સાથે ઠંડીનો પારો ઊંચો જશે.

આ પણ વાંચો : Weather Gujarat : માવઠાની આગાહી અંબાલાલે કરી , જાણો કેવું રહેશે આગલા 24કલાકનું હવામાન

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહે છે તે પણ જાણો

અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે  કે મકરસકરાંતીના દીવસ દરમિયાન હવામાન સાફ રહેશે. આ માવઠાની અસર રાજયના અમુક જિલ્લા એટલે કે બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદના ભારે  માવઠાની શક્યતા છે.

પાછલા દિવસનું તાપમાન

રવિવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૪ડીગ્રી હતું, જયારે ઠંડુ નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Share your comments

Subscribe Magazine

More on weather

More