
કૃષિ જાગરણ મોર્નિગ બીફિંગ : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા રાજય ભરમાં ગરમ કપડાની બેગો ખુલવા માંડી છે. રાત્રિના સમયે અને વહેલી સવારે હાડથીઝવતી ઠંડીથી બચવા માટે લોકો લાકડા સળગાવી તાપણી કરતા જોવા મળતા હોય છે. હવે વાત કરીએ તો બીજા દિવસે પણ આ જ રીતનો માહોલ રહેવાનો છે. સૌથી વધુ ઠંડી પડવાનો રેકોર્ડ બ્રેક થઇ શકે છે.
બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન પણ નોધાયેલ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા શહેર માં 9.2 ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ હવે આવતા 3 દિવસમાં ઠંડીનું જોર વધશે
જાણો કયા જિલ્લા માં કેટલા ડીગ્રી
નલિયામાં 9.2 ડિગ્રી |
પોરબંદરમાં 13.4 |
ડીસામાં 14 ડિગ્રી |
રાજકોટમાં 14.2 |
ભુજમાં 14.8 ડિગ્રી |
ગાંધીનગરમાં 15 |
અમદાવાદમાં 16.2 ડિગ્રી, |
વડોદરામાં 17.6 |
સુરતમાં 19.4 ડિગ્રી |
દેશની રાજધાની હવામાન
આ સાથે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હી માં હાલ ઠંડી યથાવત છે, ઠંડી વચ્ચે તડકો પણ નીકળવાની શક્યતા છે, સાંજ સુધી વાદળો પણ બંધાશે અને વરસાદ પડી શકે તેવી સ્થિતિ અનુભાઈ રહી છે, AQI પણ ધીરે -ધીરે સાફ થતું જોવા મળી રહ્યું છે. NCR સહીત હળવા વરસાદની શક્યતા છે. પારો ગગડીને (16°C) પર પહોચી ગયો છે.
આ પણ વાંચો : Weather: જાણે ગુજરાતમાં હવામાનને લઈને શુ છે અંબાલાલ પટેલની આગાહી
Share your comments