ગ્લોબલ વોર્મિંગને કારણે આજે દેશ અને દુનિયામાં અનિયમિત વરસાદ પડી રહ્યો છે જેની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી રહી છે અનિયમિત વરસાદ પડતો હોવાથી કચ્છના ખેડૂતો હવે બાગાયતી ખેતી કરવા તરફ વળ્યા છે અને મોટા ભાગના ખેડૂતો કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. આજે કચ્છના 155 ખેડૂતો સરકારી યોજનાનો લાભ મેળવીને ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે
મૂળ વિદેશી ફ્રુટ ગણાતા પરંતુ અનેક ગુણોથી ભરપુર ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન મળી હરે તે હેતુથી રાજ્ય સરકરે કમળના ફૂલ જેવા દેખાતા ડ્રેગન ફ્રુટને કમલમ્ ફ્રુટ તરીક નામ આપી બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા ખાસ યોજના અમલમાં મૂકી છે. વરસાદની અનિયમિતતા તેમજ સિંચાઈના સ્રોતના અભાવે કચ્છના ૧પપ ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટની ખેતી કરશે.
ડ્રેગન ફ્રુટની ખેતીને પાણી ખાસ જરૂરીયાત રહેતી નથી આ બાગાયત ખેતીમાં ટપક પદ્ધતિ વધુ સફળ સાબિત થવા પામી છે. ખૂબ જ ઓછા પીયત, સુકી અને સામાન્ય જમીન, ઓછી દેખરેખ, ઓછો સમય ઉત્પાદન તેમજ ઉંચા ભાવ અને રોકડિયા પાકના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.
Share your comments