ભારત દેશ એવો છે કે જ્યારે પણ દેશમાં ચૂંટણીનો માહોલ આવે કે ખેડૂતોને લાલચો આપીને મત લઈ લેવામાં આવે છે અને એક વાર મત આવી ગયા પછી રાજકારણીયાઓ ખેડૂતોની સામે જોતા પણ નથી. બાદમાં ખેડૂતોની હાલત તો એવી ને એવી જ રહે છે ખેડૂતોને ચૂંટણીના સમયે લાલચ આપવામાં આવતી હોય છે કે તમારુ દેવુ માફ કરાવીશુ, તમારા પાકની બજારમાં સારી એવી કિંમત અપાવીશુ પણ આ બધા ખેડૂતો માટે વાયદા ના વાયદા જ રહી જતા હોય છે. રાજકારણીયાઓ લોન માફીનો લોલિપોપ પકડાવીને જતા રહેતા હોય છે.
જેમ રાજકારણીઓ ખેડૂતોને વાયદા કરે છે તે પ્રમાણે પૂરા કરે તો આજે દેશમાં ખેડૂતોની કંઈક અલગ જ પહેચાન હોત આજે ખેડૂતોને આવી રતે વારંવાર સરકાર તરફ હાથ ન ફેલાવવા પડત દેશમાં ખેડૂતો આજે દેવાના કારણે આજે આત્મહત્યા કરી રહ્યા છે તે ન કરત એક બાજુ લેણીયાત વાળાનો ત્રાસ અને વળી પાછી ઘરની જવાબદારી આમા આવી પરિસ્થિતિમાં ખેડૂત કરે તો કે શુ ? ચૂંટણીના સમયે ઘણા મોટા નેતા પોતાની પબ્લિસીટી કરવા માટે હજારમાંથી દસ પંદર ખેડૂતોના દેવા માફ કરતી હોય છે અને પબ્લિસિટી તો એવી રીતે કરતા હોય છે કે જાણે આખા દેશના ખેડૂતોના દેવા માફ કરી દીધા હોય. આજ કાલ તો સોશિયલ મીડિયા એ એવુ માધ્યમ બની ગયુ છે કે મદદ કરે તો પણ તરત જ મદદ લેનાર સાથે સેલ્ફિ પડાવતા હોય છે આના કારણે મદદ લેનાર આબરુ સરેઆમ ઉછાળવામાં આવે છે તેની ગરીબીનો મજાક ઉડાવવામાં આવતો હોય છે.
સરકાર દ્વારા સંસદમાં અપાઈ માહિતી
રાજ્ય નાણાંમંત્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી. તેમણે જણાવ્યું હતું કે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ-નાબાર્ડ મુજબ આ વર્ષે 31 માર્ચ સુધી કુલ બાકી કૃષિ લોન આશરે 16,80, 367 કરોડ રૂપિયા હતી.
કોને મળી છે લોન માફી ?
આ આર્ટિકલને વધારે સારી રીતે સમજવા માટે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ બેંકના ડેટાનું એક વિષ્લેશણ કર્યુ છે જેમાં વિષ્લેષમાં માલૂમ પડ્યુ છે કે વર્ષ 2014 પછી 12 રાજ્યની સરકારે નાબાર્ડ બેન્ક દ્વારા કૃષિ લોન માફીની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ 12 રાજ્યોના 3.96 કરોડ ખેડૂતોને કૃષિ કર્જમાફીની યોજનાઓ હેઠળ કુલ રૂ. 1,59,589.14 કરોડ રૂપિયા માફ સરકારે માફ કર્યા હતા. સરાકર દ્વારા ખેડૂતોની લોન માફની રકમની જે જાહેરાત કરવામાં આવી હતી તે લગભગ 2.25 લાખ કરોડની હતી. જેમ કે કૃષિ કર્જમાફીની યોજના હેઠળ ઉત્તરપ્રદેશના ખેડૂતોને કુલ 36,359 કરોડની રકમ માફ કરવાની દરખાસ્ત હતી પરંતુ આમા પણ સરકાર દ્વારા કાપ મુકવામાં આવ્યો અને માત્ર 25 હજાર કરોડ જ માફ કરાયા હતા. આવી જ રીતે મહારાષ્ટ્ર સરાકાર દ્વારા ખેડૂતોની દેવાની માફીની કુલ રૂ. 54 હજાર કરોડની પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો આમ મહારાષ્ટ્રના ખેડૂતોને પણ આ યોજનાનો પૂરેપૂરો લાભ મળ્યો નથી.
12 રાજ્યમાં ખેડૂતોને માફ કરેલ દેવુ
રાજ્ય |
જાહેર કરેલ માફીની રકમ(કરોડમાં) |
હકીકતમાં માફ કરેલ રકમ (કરોડમાં) |
ખેડૂતોને ચૂકવેલ રકમ (લાખમાં) |
ઉત્તર પ્રદેશ |
36359 |
25233.48 |
44 |
મધ્યપ્રદેશ |
36500 |
11912 |
20.23 |
મહારાષ્ટ્ર |
54103 |
36914.13 |
74.26* |
કર્ણાટક |
N/A |
22584.65 |
47.65 |
રાજસ્થાન |
18695.72 |
15603.35 |
48.73** |
પંજાબ |
10000 |
4696.09 |
5.7 |
તમિલનાડુ |
5318.73 |
4529.54 |
12.02 |
જમ્મુ કાશ્મીર |
N/A |
244 |
1.15 |
છત્તીસગઢ |
N/A |
6096.75 |
17.21 |
તેલંગણા |
17000 |
16144.1 |
35.32 |
આંધ્રપ્રદેશ |
24000 |
15622.05 |
58.34 |
પુડ્ડચેરી |
19.42 |
9 |
0.005 |
ખેડૂતોની આવક બમણી કરવાની મોદી સરકારનુ ધ્યેય
મોદી સરકાર કેન્દ્રમાં 7 વર્ષથી સત્તામાં છે પરંતુ આજ દીન સુધી મોદી સરાકર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર પાક નિષ્ફળતા, દુષ્કાળ અને દેવાને ખેડૂતોની આત્મહત્યાનું કારણ માને છે. પરંતુ તે લોન માફી માટે કોઈ સપોર્ટ નથી કરી રહી. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગૃહમાં પહેલેથી જ કહ્યું છે કે અમારી સરકાર લોન માફ કરવાને બદલે ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહી છે.
દેવુ માફ કરવાનો મોદી સરકારનો ઈન્કાર
મોદી સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોને ખેડૂતોની લોન માફ કરવા માટે નાણાં પૂરા પાડશે નહીં. જે રાજ્યો ખેડૂતની લોન માફ કરવા માગે છે, તેઓએ આ માટે સંસાધનોને જાતે જ એકત્રીત કરવા પડશે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017ની યુપી ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને વચન આપ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકારની રચના થતાં જ તેઓ નાના ખેડૂતોની લોન માફ કરશે.મોદીની આ અપીલની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. યુપીમાં પણ ભાજપને ભારે બહુમતી મળી. સરકારની રચના બાદ યોગી આદિત્યનાથે 36,000 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી. મહારાષ્ટ્રમાં પણ ભાજપે લોન માફીનું વચન આપ્યું હતું.
કોંગ્રેસ સરકારના શાસનકાળ દરમિયા માફ કરેલ દેવુ
કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પંજાબની ચૂંટણી પહેલા લોન માફીનો જુગાર રમ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોના સમર્થન મેળવવામાં સફળ રહી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસના પદાધિકારીઓએ હાથમાં ગંગાજળ લઈને સરકાર બનાવવામાં આવે તો 10 દિવસમાં લોન માફ કરવાનું વચન આપ્યું હતું. તેનો પણ ફાયદો થયો. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે 2008માં દેશભરના ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સરકારે ખેડૂતોની 65 હજાર કરોડની લોન માફ કરી દીધી અને તેનો લાભ પણ મળ્યો હતો.
Share your comments