Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવવું પ્રમાણપત્ર, જાણો બધું

હર ઘર તિરંગા અભિયાન આજથી શરૂ થયું છે. 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારે સત્તાવાર વેબસાઇટ harghartiranga.com પણ બહાર પાડી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
har ghar tiranga campaign
har ghar tiranga campaign

દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે

રસ્તાના કિનારે સજાવટથી લઈને લોકોના ઘરો, વાહનો અને સંસ્થાઓ સુધી, દેશભરમાં તિરંગો છવાયો છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં બધે આપણો તિરંગો ગર્વથી લહેરાવતો જોવા મળે છે. અને કેમ ન હોય, આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અમૃત મહોત્સવના નેજા હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જનતાને પોતાના ઘરે તિરંગો ફરકાવવાની કરી અપીલ

આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 22 જુલાઈના રોજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને પોતાના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કર્યું કે આ અભિયાન તિરંગા સાથે અમારું જોડાણ વધુ ગાઢ બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે 22 જુલાઈ, 1947ના રોજ જ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. તેમણે લખ્યું, 'આ વર્ષે, જેમ આપણે 'આઝાદી કા અમૃત' તહેવાર ઉજવી રહ્યા છીએ, તો આવો હર ઘર તિરંગા અભિયાનને મજબુત કરીએ. 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી ઘરોમાં તિરંગો ફરકાવો.

13 થી 15 ઓગષ્ટ સુધી આલશે અભિયાન

આઝાદીના અમૃત મહોત્સવમાં 13 થી 15 ઓગસ્ટ 2022 સુધી તિરંગા અભિયાન ચાલશે. આ અભિયાન દ્વારા સરકારે 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તમામ ખાનગી અને સરકારી સંસ્થાઓ પણ આમાં સામેલ થશે. લાખો લોકોએ તેમના ઘરો, સોશિયલ મીડિયા પ્રોફાઇલ વગેરેમાં તિરંગો લગાવવાનું શરૂ કરી દીધું છે.

હર ઘર તિરંગા અભિયાનમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, સરકારે એક સત્તાવાર વેબસાઇટ, harghartiranga.com પણ શરૂ કરી છે. અહીં તમે તિરંગાનો ફોટો શેર કરી શકો છો. તમે અભિયાનમાં સહભાગિતાનું પ્રમાણપત્ર પણ મેળવી શકો છો. આ માટે તમારે વેબસાઈટ પર જઈને PIN A Flag ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, નામ, મોબાઇલ નંબર અને સ્થાન સબમિટ કરીને, તમે તમારું પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઉપરાંત, તમે આ વેબસાઇટ પરથી અભિયાનની થીમ ફોટો પણ ડાઉનલોડ કરી શકો છો.

પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગો પહોંચાડવાની પણ વ્યવસ્થા

જો તમે બહાર જઈને તિરંગો લાવવામાં અસમર્થ હોવ તો પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગો પહોંચાડવાની પણ વ્યવસ્થા છે. આ માટે, તમે પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ www.epostoffice.gov.in પર જઈને તિરંગો ખરીદી શકો છો. આ માટે, તમારે તમારું સરનામું, ફ્લેગનો નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ધ્વજની કિંમત 25 રૂપિયા હશે અને કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહીં. ધ્યાનમાં રાખો કે એકવાર ઓર્ડર આપવામાં આવે તે પછી તેને રદ કરી શકાતો નથી. સ્વતંત્રતા દિવસ પહેલા રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસ ખુલ્લી રહેશે.

દેશમાં તિરંગાની માંગમાં 50 ગણો વધારો

'હર ઘર તિરંગા અભિયાન'ની અસર પહેલાથી જ દેખાઈ રહી છે. દેશમાં તિરંગાની માંગમાં જોરદાર વધારો થયો છે. ઘણા અહેવાલો અનુસાર, પીએમ મોદી દ્વારા આ અભિયાનની જાહેરાત બાદથી તિરંગાની માંગમાં 50 ગણો વધારો જોવા મળ્યો છે. સ્થિતિ એવી છે કે વેપારીઓ અને ઉત્પાદકો માટે માંગ પ્રમાણે સપ્લાય કરવાનું મુશ્કેલ બન્યું છે. રાષ્ટ્રધ્વજ સપ્લાય કરવાનો વ્યવસાય કરતા વેપારીઓ પણ કહી રહ્યા છે કે તેઓએ આ પહેલા ક્યારેય તિરંગાની આટલી મોટી માંગ જોઈ નથી.

અલગ-અલગ પાર્ટીઓ પણ તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. કોંગ્રેસના નેતાઓ તેમની પ્રોફાઇલ પર પંડિત જવાહરલાલ નેહરુની તિરંગો પકડેલી તસવીર લગાવી રહ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર 'હમર તિરંગા' અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત લોકો પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તિરંગો લગાવી રહ્યા છે. જે રાજ્યોમાં ભાજપની સરકારો છે ત્યાં હર ઘર તિરંગા ઝુંબેશને વધુમાં વધુ ઘરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે 9 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા મહોત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:આ છે તિરંગો ફરકાવવાની સાચી રીત,આ વાતોનું રાખો ધ્યાન

Share your comments

Subscribe Magazine

More on News

More