કેન્દ્રમાં મોદી સરકરા ખેડૂતોની આવકને બમણી કરવા અનેક પ્રયાશો કરી રહી છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે FPO પણ બહાર પાડી રહી છે. પણ, આ FPO શુ છે? જેને સમજવુ પડશે અને તેના દૂરોગામી પરીણામો કેવા આવી શકે છે તેના વિષે આજે વિસ્તારથી ચર્ચા કરીશુ.
ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્રના મંત્રી મંડળમાં નવા વિભાગની શરૂઆત
FPOનુ પૂરૂ નામ ફાર્મરસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે જેનુ ગુજરાતીમાં અર્થઘટન કરવામાં આવે તો ખેડૂત ઉત્પાદક સંઘ એવો અર્થ થાય છે. મોદી સરકરાર દ્વારા સમગ્ર દેશમાં આવા દસ હજાર FPO બહાર પાડવાની યોજના ઘડી રહી છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર સતત કાર્ય કરી રહી છે જેના ભાગ રૂપે આ વખતે કેન્દ્રના મંત્રી મંડળમાં એક ખાસ પ્રકારનો વિભાગ પણ ઉભો કરવામાં આવ્યો છે જેનું નામ “સહકાર” રાખવામાં આવેલ છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના મંત્રી મંડળમાં તો આ વિભાગ ઘણા વર્ષોથી કાર્યરત છે. ગુજરાતના મંત્રી મંડળમાં આ વિભાગની શરૂઆત કરી હતી તેના કારણે ગુજરાતને આનો લાભ પણ મળ્યો છે. આનો ફાયદો થયાનું ઉત્તમ ઉદાહરણ આણંદમાં આવેલી અમુલ ડેરી રાજયના પશુપાલકોને ખુબ લાભદાયી નિવડેલ છે.
વિશ્વભરમાં પ્રખ્યાત છે અમૂલ દૂધ ઉત્પાદન મંડળી
જ્યારથી રાજ્યમાં અમુલ ડેરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી પશુપાલકોને અમૂલ ડેરી દ્વારા ઘણું પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવામાં આવી છે. કદાચ તમને ખબર નહી હોય કે અમૂલ ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ઉત્પાદન મંડળી છે અને દૂધમાંથી તેની ઘણી બધી પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે જે આજે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી રહી છે.
ગ્રોફેડ સહકારી મંડળી
અમુલના સંચાલકો દ્વારા જુનાગઢમાં એક સંસ્થા પણ ઉભી કરવામા આવી છે આ સસ્થા જૂનાગઢમાં મગફળીની ખેતી કરતા ખેડૂતો માટે કાર્ય કરી રહી છે જેનુ નામ ગ્રોફેડ સહકારી મંડળી છે.જેમાં શુ પરીણામ આવ્યુ તે આપણી સૌની સામે છે. શા માટે દૂધની ડેરીઓ સફળ થઈ અને ડેરીના સંચાલકોએ મગફળી પકવતા ખેડૂતોને ફાયદો થાય તેવા પ્રયાસ કર્યા હતા. છતાં તે યોજના સંપુર્ણ નુકશાનકારક સાબિત થઈ. ગ્રોફેડ કેમ સફળ ન થયુ? તેનો આધાર આપીને એફ પી ઓ સફળ થશે તેની શુ ગેરંટી છે. તે મારે આપને ધ્યાને મુકવુ છે. જેથી ખેડૂતો સારૂ અને નરસુ પારખી શકે.
છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં એક જ વાત સંભળાય છે કે સરકાર ખેડૂતોને FPOબનાવીને 15 લાખ જેટલી સહાય આપીને ખેડૂતોને પોતાનુ સંગઠન ઉભુ કરવાની તક આપી છે. જેમાં તકસાધુઓ દ્વારા અત્યારે ખેડૂતાને FPO માં જોડવા માટે નિતનવી વાતો કરીને ભોળા ખેડૂતોને લલચાવવામાં આવી રહ્યા છે
FPOમાં સંચાલક મંડળ તરીકે 11ડીરેકટરની નિમણુંક કરવામાં આવે છે
ગ્રોફેડ જેમ FPOમાં સંચાલક મંડળ તરીકે 11ડીરેકટરની નિમણુંક કરવામાં આવે છે. જેની સાથે ઓછામાં ઓછા ત્રણસો જેટલા ખેડૂતોને સભાસદ બનાવવામાં છે. હવે તેમાં એવુ કહેવાઈ રહ્યુ છે કે આ FPOને સરકાર દ્વારા 15 લાખ જેટલી સહાય અપાશે અને ખેડૂતોનો માલ પ્રોસેસ કરીને નિકાસ કરવામાં આવશે. આવુ કામ ગ્રોફેડમાં મગફળીનુ થતુ હતુ. છતાં ગ્રોફેડ સફળ ન થયુ તેનુ એકમાત્ર કારણ હતુ. તે સમય સંચાલકોએ મોટી ગડબડ ઉભી કરીને તેમાંથી મલાઈ તારવવામાં ગ્રોફેડ ભાંગી પડ્યુ હતુ. તેવી રીતે આ FPO માં અગીયાર ડીરેકટરની નિમણુંક થવાની છે. આ ડીરેકટરો નખશીખ પ્રમાણિક હશે તેની શુ ખાતરી? તેથી દુરોગામી સમયમાં FPO સફળ થાય તેની કોઇ ગેરંટી દેખાતી નથી. શા માટે સફળ થાય તેવુ નથી લાગતુ તેની પણ કારણો સાથે જાણકારી આપવી છે.
સૌરાસ્ટ્રમાં કોટન કંપની
ધારો કે તમારી મગફળી તમે FPOમાં આપો તે મગફળીનો ઉતારો 145 ગ્રામનો હોય અને બીજા સભાસદ ખેડૂતની મગફળી 130 ગ્રામના ઉતારાવાળી હોય તો બંન્ને મગફળીમાંથી તેલ સરખુ નિકળવાનુ નથી. તેથી 145 ના ઉતારાવાળી મગફળીના ખેડૂતને નુકશાન થવાનુ છે. ગ્રોફેડની જેમ સૌરાષ્ટ્રમાં કોટન કંપની પણ બની હતી. તેનુ પણ અકાળ અવસાન થયુ હતુ. તેમા પણ આવી જ હાલત થઈ હતી. નિષ્ઠાવાન ખેડૂતોએ સારો કપાસ આપ્યો અને જે ખેડૂતો પાસેથી સંચાલકોએ શરમાવી કે સમજાવીને કપાસ લીધો હતો તે કપાસની ક્વોલેટી નબળી હતી. પરીણાના સારી-નરસી ગુણવત્તાના કારણે રૂની તૈયાર ગાંસડીના ઉત્તમ પ્રકાર દામ મળવા જોઈએ તે સંચાલકો મેળવી શકયા નહી. તેથી એક સારા ભાવ ખેડૂત કપાસના અપાવવાની નેઈમ હતી તેમાં નિષ્ફળતા મળી હતી. આખી વાતના અંતમાં કહુ તો આ FPO આગામી દિવસોમાં સહકારીમાંથી રાજકીય અખાડો બની જશે ત્યારે ખેડૂતોનુ ભલુ થવાના બદલે ભુતકાળનુ પુનરાવર્તન ન થાય તો સારૂ.
આ વિષયમાં કોઇને ન સમજાયુ હોય અથવા આ વાત ખોટી લાગતી હોય તો મોબાઈલ નંબર 97252287741 પર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો.
Share your comments