આ વર્ષે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ તાપમાન 40ને વટાવવાની તૈયારીમાં છે, જેના કારણે ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અને હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 1 એપ્રિલથી તાપમાન 42 અથવા 43 ડિગ્રી પર પહોંચી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે અને ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આગામી 30 માર્ચ સુધી અમદાવાદમાં 41.3 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે બપોરના સમયગાળા દરમિયાન ગરમ પવન ફૂંકાતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂકો પવન ફૂંકાતા, હીટવેવની આશંકા
પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના સુકા ગરમ પવન શરૂ થતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. ગરમીનુ તાપમાન અનેક શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. અને ગરમ અને સુકા પવન રણ પ્રદેશ પરથી સીધા ગુજરાત તરફ આવતા હોવાથી આગામી દિવસોમાં ગરમીના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
ગરમી કરશે હાલ બેહાલ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારો નહીં થાય પરંતુ લગભગ 1 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારે 2થી 3 ડિગ્રી વધતા 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. વધુમાં માર્ચની શરૂઆતથી જ રાજ્યમાં શરૂ થયેલી કાળઝાળ ગરમીથી એપ્રિલ મે દરમિયાન તાપમાનનો પારો હજુ વધી શકે તેવી શક્યતા છે.
આ જિલ્લામાં વર્તાશે સખત ગરમી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે. સાથે જ હળવા લાઈટ કલરના સુતરાઉ કપડા પહેરવા તેમજ માથુ ઢાંકી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદીઓ ગરમીથી થયા પરેશાન
આ કાળઝાળ ગરમીથી અમદાવાદીઓને ભારે પરેશાની થઈ રહી થયા છે, સોમવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી 42.6 ડિગ્રી તાપમાન સાથે કંડલા એરપોર્ટ વિસ્તારમાં તેમજ 41.7 ડિગ્રી તાપમાન સાથે અમરેલી ખાતે નોંધાઈ હતી. આ સિવાય રાજ્યના 11થી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધીને 41.3 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી નોંધાતા શહેરીજનો પણ દિવસ દરમિયાન આકરા તાપમાં શેકાયા હતા
આ પણ વાંચો : અહો આશ્ચર્યમ્ : ડાયમંડ સિટી સુરતમાં 6 લેન 1 કિલોમીટર લાંબો 'સ્ટીલ રોડ' બન્યો
આ પણ વાંચો : ખેડૂતોને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા સરકાર ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
Share your comments