ગુજરાતમાં ગરમી સતત તરખાટ મચાવી રહી છે, જેના લીધે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યુ હતુ.
- ગરમીનો પારો 44ને પાર થશે,
- 26 એપ્રિલથી રાજ્યભરમાં યલો એલર્ટ જાહેર
- આગામી 8 દિવસ વધશે ગરમી
- 2 મે સુધી હીટવેવની આગાહી
મે મહિનામાં ગરમીનું તાંડવ
ગુજરાતમાં માર્ચ મહિનાથી જ ગરમીએ લોકોને હેરાન કરી દીધા હતા, અને હવે એપ્રિલ મહિનો કાઢવો લોકો માટે અઘરો બની રહ્યો છે, ત્યાં હવે આગામી મે મહિનામાં લોકોને ગરમીનું તાંડવ સહેન કરવુ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે.
આ તારીખ સુધી હીટવેવની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. મંગળવારથી 8 દિવસ સુધી રાજ્યભરમાં પારો 46 સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
કાળઝાળ ગરમીનો અનુભવ
ગરમ સુકા પવનથી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઈ ગઈ છે રવિવારે અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી જયારે અન્ય 4 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આજકાલમાં અમદાવાદમાં ગરમી 44ને વટાવી શકે છે. હીટવેવની અસરથી અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. તેમજ 7 એપ્રિલ પછી એટલે કે 15 દિવસ પછી ફરીથી અમદાવાદમાં ગરમીનો પારો 43.0 ડિગ્રીને પાર કરી જતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.
આ પણ વાંચો : શ્રમ કાયદાના નિયમો બદલાશે : ઓછા પગાર સાથે 12 કલાક કરવી પડશે નોકરી, 3 દિવસ મળશે રજા
ગરમી ચરમસીમાએ પહોંચશે
એપ્રિલ માસમાં અંત સુધીમાં ગરમી તેની ચરમસીમાએ હશે તેવું હવામાન ખાતાનું અનુમાન છે. હાલમાં દિવસ અને રાતના તાપમાનમાં 16 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. હિટવેવની સ્થિતિ હોવાથી લોકોએ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં તાપમાન 41થી 43 ડિગ્રી રહેશે. વિવિધ વિસ્તારોમાં વારંવાર વીજકાપની સમસ્યા સર્જાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે.
ગરમીથી રાહત મેળવવા આનો સહારો
શહેરમાં ઠેરઠેર પીવાના પાણીની પરબો પર વધુ ભીડ જોવા મળી રહી છે. અને પક્ષીઓ માટે મુકાયેલા પાણીના કુંડાઓમાં પણ પક્ષીઓની નોંધપાત્ર હાજરી ગરમીના કારણે જોવા મળી રહી છે. શેરડીના રસ , કેરીના રસ, જ્યૂસ સેન્ટર, આઈસ્ક્રીમ પાર્લરો પર પણ ગ્રાહકોની વધુ અવર-જવર જોવા મળતી હતી. ગરમીના કારણે લૂ લાગવાના કિસ્સા વધ્યા છે. ઝાળા-ઉલટી, અશક્તી, પેટમાં દુખાવો, ચક્કર આવવા સહિતની ફરિયાદો વાળા દર્દીઓની સંખ્યા વધી છે.
આ પણ વાંચો : લીંબુનો ભાવ 400ની નજીક પહોંચ્યો ,લીંબુની જગ્યાએ કરો આ વસ્તુઓનું સેવન
6 વર્ષ બાદ કાળઝાળ ગરમીનો રેકોર્ડ તૂટશે
6 વર્ષ પહેલાં 20 એપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે હવે 6 વર્ષ બાદ ફરી એપ્રિલમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 23 દિવસમાંથી 10 દિવસ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જોવા મળ્યો છે. જો કે 2 દિવસ 43 ડિગ્રી સુધી ગરમી પહોંચી હતી. રેકોર્ડ બ્રેક ગરમીના લીધે આ વર્ષે 27 માર્ચથી 23 એપ્રિલ સુધીમાં માત્ર 2 દિવસ 40 ડિગ્રીથી નીચે ગરમીનો પારો નોંધાયો છે. હીટવેવની આગાહીના લીધે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક માટે 20-20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આ 4 ચોખાની જાતોથી સરળતાથી ઘટશે તમારુ વજન, ઉપરાંત થાય છે અનેક ફાયદા
આ પણ વાંચો : IndBank માં ભરતી: 73 જગ્યા પર નીકળી ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ
Share your comments