ગામ હોય કે શહેર, પૈસાની જરૂર દરેક વ્યક્તિને પડતી હોય છે, તેથી જો તમારે ખૂબ પૈસા કમાવવા હોય, તો તમારે તમારું ગામ છોડીને ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે કૃષિ જાગરણ તમારા માટે ગામમાં શરૂ કરવાવાળા વ્યવસાયનો (business) આઈડિયા લઈને આવ્યુ છે.
ઘણી વાર લોકો એવું વિચારે છે કે શહેરમાં જઈને ધંધો શરૂ કરીએ તો વધુ નફો મળશે, પરંતુ વર્તમાન સમયમાં આવું વિચારવું બિલકુલ ખોટું છે. હા, કૃષિ જાગરણ તમને જણાવે છે કે ગામમાં રહીને પણ તમે કોઈ પણ નાનો ધંધો શરૂ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો.
આ માટે કૃષિ જાગરણ તેની વેબસાઈટ પર ગામમાં શરૂ કરવાવાળા વ્યવસાયના (business) આઈડિયાની માહિતી પણ આપે છે. તેવામાં, આજે ફરી એકવાર અમે ગામના લોકો માટે વિલેજ બિઝનેસ આઈડિયાઝ વિશે માહિતી લઈને આવ્યા છીએ, જેથી લોકો તેમના ગામમાં રહીને બિઝનેસ શરૂ કરી શકે અને તેમાંથી સારી એવી કમાણી કરી શકે. તો ચાલો હવે અમે તમને ગામમાં શરૂ થતા કેટલાક ખાસ અને અનોખા બિઝનેસ આઈડિયા વિશે માહિતી આપીએ.
બાંધકામ સામગ્રી સપ્લાય બિઝનેસ (Construction Material Supply Business)
ગામમાં શરૂ કરવા માટેનો સૌપ્રથમ બિઝનેસ આઈડિયા બાંધકામ સામગ્રી સપ્લાયનો વ્યવસાય છે. ખરેખર, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ ઘરો બનેલા છે. આવી સ્થિતિમાં, ઘરના નિર્માણ સમયે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની જરૂર છે, જેથી તમે ગામમાં બાંધકામ સામગ્રી સપ્લાયનો વ્યવસાય કરી શકો. આ એક ખૂબ જ સારો બિઝનેસ આઈડિયા સાબિત થશે.
લેબર કોન્ટ્રાક્ટરનો બિઝનેસ (Labor Contractor Business)
કદાચ તમે જાણતા હશો કે ઘણી મોટી કંપનીઓ અને કારખાનાઓને મજૂરોની જરૂર પડતી હોય છે, પરંતુ તેઓ પોતાના માટે એક-એક કરીને મજૂરો શોધી શકતા નથી. આવી સ્થિતિમાં, તમે ગામમાં રહીને લેબર કોન્ટ્રાક્ટર બિઝનેસ શરૂ કરી શકો છો. આમાં તમારે એવી કંપનીઓનો સંપર્ક કરવો પડશે જેને કામદારોની જરૂર હોય છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે કોઈ લાયસન્સની જરૂર નથી.
નાની લોન આપવાનો બિઝનેસ(Small Loan Business)
આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર ગામના લોકો પાસે વધારે પૈસા હોતા નથી. આવી સ્થિતિમાં, જ્યારે તેમને પૈસાની જરૂર હોય, તો તમે તેમને નાની લોન આપી શકો છો. આ બિઝનેસની ખાસિયત એ છે કે આ માટે તમારે કોઈપણ પ્રકારની જગ્યાની જરૂર પડશે નહીં. તમે ખૂબ ઓછા વ્યાજે લોન આપી શકો છો અને નફો કમાઈ શકો છો.
Share your comments