Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો છે, ત્યારે 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ ગયુ છે. તો 586 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉત્તરપ્રદેશની 2 કરોડ જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Himanee Chauhan
Himanee Chauhan
UP Assembly Election
UP Assembly Election

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો છે, ત્યારે 9 જિલ્લાની 55 બેઠકો પર મતદાન થઈ ગયુ છે. તો 586 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉત્તરપ્રદેશની 2 કરોડ જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે આ બીજા તબક્કાના મતદાનમાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણમાં છે. મહત્વની વાત તો એ છે કે 2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સમાજવાદી પાર્ટીએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કટ્ટરપંથીઓની કરી ટીકા

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની વચ્ચે ધાર્મિક કટ્ટરપંથીઓ પર નિશાન સાધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ગઝવા-એ-હિંદનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. બીજી તરફ, સીએમ યોગીએ હિજાબ વિવાદ પર કહ્યું કે શાળાઓમાં શાળાઓમાં યોગ્ય ડ્રેસ કોડ લાગુ છે અને તેનું પાલન કરવું જોઈએ.

તેમણે કહ્યું કે યુપીમાં લોકોને ક્યારેય કેસર પહેરવાનું કહેવામાં આવ્યું નથી કારણ કે તેઓ શું પહેરે છે તે તેમની વ્યક્તિગત પસંદગી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે દરેક છોકરીને બંધારણ હેઠળ સુરક્ષિત, સન્માન અને આત્મનિર્ભર કરવામાં આવશે.  સીએમ યોગીએ કહ્યું કે સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના એજન્ડા પર કામ કરી રહી છે.

ઉત્તરાખંડની 70 બેઠકો પર પણ મતદાન

આજે ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેવભૂમિ ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયુ છે. ઉત્તરાખંડની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 70 માંથી 57 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ફક્ત 11 બેઠકો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટી ઉત્તરાખંડની તમામ 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 

ગોવામાં ચૂંટણીનો માહોલ

ગોવામાં પણ વિધાનસભાની ચૂંટણી હેઠળ મતદાન શરૂ થઈ ગયુ છે, ગોવાની તમામ 40 વિધાનસભા બેઠકો માટે કુલ 301 ઉમેદવારો મેદાનમાં છે. અને 11 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ઉત્તરાખંડની તમામ 70 બેઠકો માચે 152 અપક્ષ સહિત કુલ 632 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો : ગુજરાતમાં વનવિભાગમાં ભરતી અંગે કરવામાં આવી જાહેરાત

આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા

Share your comments

Subscribe Magazine

More on News

More