વડોદરા જિલ્લામાં અબોલ પશુઓ માટે જીવાદોરી ગણાતી અને ગુજરાત પશુપાલન વિભાગના સંલગ્નથી ચાલતી GVK EMRI કરુણા એમ્બ્યુલન્સ (1962) એનિમલ હેલ્પલાઇનને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. વડોદરા જિલ્લામાં આ કરુણા એમ્બ્યુલન્સ એનિમલ હેલ્પ લાઇન દ્વારા વડોદરા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં 22470 અબોલ પશુઓના જીવ બચાવ્યા છે.
અબોલ પ્રાણીઓની સંવેદના સાથે સેવા કરવી એ ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા રહી છે.રાજ્ય સરકાર આવા પશુઓની સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં ફરતી GVK EMRI અને ગુજરાત પશુપાલન વિભાગ ઘ્વારા કાર્યરત સેવા કરુણા એમ્બ્યુલન્સ 1962 ને આજે ચાર વર્ષ પૂર્ણ થતાં નાયબ પશુ પાલન અધિકારી શ્રી પી.આર.દરજી તેમજ ભૂતડી ઝાંપાના ડો. નદીમ શેખ તેમજ વડોદરાની બંને કરુણા એમ્બ્યુલન્સના ડો. અનસૂલ અગ્રવાલ, ડો. કુંજ પટેલ સાથે તેમના પાયલોટ ગૌતમભાઈ અને અજિતભાઈ અને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રિન્કે કેક કાપી ઉજવણી કરી કરુણા એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી.
આ ચાર વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામા બંને કરુણા એમ્બ્યુલન્સ ભેગા મળીને કુલ 22470 બિન માલિકીના રખડતા પશુની નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી.
Share your comments