કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને આજે નવી દિલ્હીમાં સહકારિતા મંત્રાલય અને નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ (નાફસ્કોબ) દ્વારા આયોજિત ગ્રામીણ સહકારી બૅન્કોની એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા સંમેલનનાં સમાપન સત્રને સંબોધન કરશે. સહકારિતા મંત્રાલયના સચિવ શ્રી જ્ઞાનેશ કુમાર, એનએએફએસસીઓબીના ચેરમેન શ્રી કોંડુરુ રવિન્દર રાવ અને નાફસ્કોબના એમડી શ્રી ભીમા સુબ્રહ્મણ્યમ પણ ઉપસ્થિત રહેશે.
શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સરકાર કૃષિ અને ગ્રામીણ વિસ્તારોની સુધારણા માટે કામ કરી રહી છે અને જેમ જેમ કૃષિ માળખામાં સરકારનું રોકાણ વધે છે, તેમ તેમ સહકારી મંડળીઓની ભૂમિકા અને સંભાવનાઓ પણ વધે છે.
ભારતમાં ટૂંકા ગાળાનાં સહકારી ધિરાણ માળખામાં 34 રાજ્ય સહકારી બૅન્કો, 351 જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો અને 96,575 પીએસીએસનો સમાવેશ થાય છે. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બૅન્કોની સ્થાપના 19 મે, 1964ના રોજ રાજ્ય અને કેન્દ્રીય સહકારી બૅન્કોનાં સંચાલનને સરળ બનાવવા અને ટૂંકા ગાળાનાં સહકારી ધિરાણ માળખાના વિકાસ માટેના વ્યાપક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. નાફસ્કોબ તેના સભ્યો અને તેમના સહયોગીઓ/શેરધારકો/માલિકોને તેમની સિદ્ધિઓ દર્શાવવા, તેમની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના હિતોને પ્રોત્સાહન આપવા માટે એક સમાન ફોરમ પૂરું પાડે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ પસંદગીની રાજ્યની સહકારી બૅન્કો/જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (ડીસીસીબી)/પીએસીએસની કામગીરી પુરસ્કારો પણ એનાયત કરશે તથા 100 વર્ષની સેવા બદલ કેટલીક ટૂંકા ગાળાની સહકારી ધિરાણ સંસ્થાઓનું સન્માન કરશે. આ કોન્ફરન્સમાં ભાગ લેનાર અન્ય લોકોમાં એનસીયુઆઈના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, આઇસીએ-એપીના પ્રમુખ અને કૃભકોના ચેરમેન ડો. ચંદ્રપાલ સિંહ યાદવ, નાફેડના ચેરમેન ડો. બિજેન્દ્ર સિંહ અને સહકારિતા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:અમિત શાહ ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગનું ઇ-લોન્ચિંગ કરશે
Share your comments