Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 8 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજનારી રાજ્યોના સહકારી મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘સહકાર સે સમૃદ્ધિ’ની તેમની પરિકલ્પના દ્વારા સહકારિતા સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amit shah
amit shah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘સહકાર સે સમૃદ્ધિ’ની તેમની પરિકલ્પના દ્વારા સહકારિતા સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના સમર્થ નેતૃત્વ હેઠળ, મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવા માટે, તેને વધુ મજબૂત બનાવવા અને તેને સર્વસ્પર્શીય તેમજ સર્વસમાવેશી વિકાસનું મોડેલ બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે

બે દિવસની આ રાષ્ટ્રીય પરિષદ અહીં ભાગ લેનારા સહભાગીઓને અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા અને સંકલનના માધ્યમથી અમલમાં મૂકી શકાય તેવી એક નીતિ અને આયોજન માળખું ઘડવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 8 સપ્ટેમ્બર 2022ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી રાજ્ય સહકારિતા મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્મા અને તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારિતા મંત્રીઓ, અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવો, સહકારી રજીસ્ટ્રાર અને પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘સહકાર સે સમૃદ્ધિ’ની પોતાની પરિકલ્પના દ્વારા સહકારિતા સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ દૂરંદેશીને સાકાર કરવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ 06 જુલાઇ 2021ના રોજ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના સમર્થ નેતૃત્વ હેઠળ, મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવા માટે, તેને વધુ મજબૂત બનાવવા અને તેને સર્વસ્પર્શીય તેમજ સર્વસમાવેશી વિકાસનું મોડેલ બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યોના સહકારિતા મંત્રીઓની બે દિવસની આ રાષ્ટ્રીય પરિષદ અહીં ભાગ લેનારા સહભાગીઓને અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા અને સંકલનના માધ્યમથી અમલમાં મૂકી શકાય તેવી એક નીતિ અને આયોજન માળખું ઘડવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. સાથે જ, તેમાં સહકારી સમિતિઓના સંપૂર્ણ જીવન ચક્ર અને તેમના વ્યવસાય અને સંચાલનના તમામ પાસાઓને પણ સમાવી લેવામાં આવશે. આ પરિષદમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે:

  1. નીતિગત બબતો

  • રાષ્ટ્રીય સહકારિતા નીતિ
  • રાષ્ટ્રીય સહકારિતા ડેટાબેઝ

2.નવી પ્રસ્તાવિત યોજનાઓ

  • દરેક પંચાયતમાં પેક્સ (PACS)
  • કૃષિ આધારિત અને અન્ય ઉત્પાદનોની નિકાસ
  • ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન અને તેનું માર્કેટિંગ
  • નવા ક્ષેત્રોમાં સહકારિતાનું વિસ્તરણ

3.પેક્સ અને આદર્શ નિયમો/ પેટા-નિયમો સંબંધિત વિષય

  • PACSનું કોમ્પ્યુટરાઇઝેશન
  • બિન-ક્રિયાશીલ પેક્સનાને ફરી કાર્યાન્વિત કરવા માટેની કાર્ય યોજના
  • પેક્સના આદર્શ પેટા-નિયમો (Model Bye-Laws)
  • સહકારી અધિનિયમોમાં એકરૂપતા લાવવી

4.પ્રાથમિક સહકારી સમિતિઓ

  • લાંબા ગાળાના ધીરાણને પ્રાધાન્યતા આપવી
  • દૂધ સહકારી મંડળીઓ
  • મત્સ્યપાલન સહકારી મંડળીઓ

આ પણ વાંચો:અમદાવાદમાં ટૂંક સમયમાં વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી બનશે, ગૃહમંત્રી શ્રી અમિત શાહે 36મી નેશનલ ગેમ્સના લોકાર્પણ સમારોહમાં જાહેરાત કરી

Share your comments

Subscribe Magazine

More on News

More