બજેટમાં કોને ફાયદો- કોને નુકસાન
1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ (Union Budget 2022) રજુ કરવામાં આવશે. આ બજેટ સત્ર 2 ભાગમાં યોજાશે, સત્રનો પહેલો ભાગ 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. અને એક મહિનાના વિરામ બાદ સત્રનો બીજો ભાગ 14 માર્ચે શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે.
ભારતમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસોની વચ્ચે બધાની નજર આ વર્ષના કેન્દ્રીય બજેટ પર રહેશે, અને આવકવેરા હેઠળ કપાતની મર્યાદા વધારવા સુધી, કોવિડ-19માં રાહત, મધ્યમ વર્ગ કેન્દ્રીય બજેટ 2022માં નાણામંત્રીથી ઘણા લાભોની આશા કરી રહ્યા છે.સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ બંને સદનોમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે શરૂ થશે અને 8 એપ્રિલે બજેટ સત્રની પૂર્ણાહુતિ થશે.
કૃષિ ક્ષેત્ર થઈ શકે છે મહત્વની જાહેરાત
મહત્વની વાત છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022ના બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે. બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને 6000થી વધારીને 8000 રૂપિયા વાર્ષિક કરી શકાય છે. ઉપરાંત માંગ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રગતિશીલ ખેડૂતોને લોનની સાથે જ અન્ય સુવિધાઓ આપવાની પણ જાહેરાત કરી શકે છે.
બજેટમાં સામાન્યથી લઈને તમામ લોકોના જીવનમાં અસર કરનારા નિર્ણય લેવાઈ શકે છે, સેલેરી મેળવનાર વર્ગને ટેક્સમાં છૂટ મળી શકે છે. અને વેપારીઓને રાહત મળવાની જાહેરાત પણ થઈ શકે છે. કેટલીક વસ્તુઓ મોંઘી અને કેટલીક વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો પણ થઈ શકે છે. ઉપરાંત કેટલીક વસ્તુઓમાં કસ્ટમ ડ્યૂટી પણ ઘટી શકે છે, જેમાં ફર્નિચરનો કાચો માલ, તાંબા, ભંગાર, કેટલાક રસાયણો અને રબર ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
સંસદમાં કોરોનાનો પગ પેસારો
દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને સંસદના ઘણાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉપરાંત ઘણા નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદ ભવનનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ. તેમણે સંસદ ભવનના સંકુલમાં આરોગ્ય સંબંધિત પગલાઓ અને અન્ય તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. કોરોના મહામારીથી બચવા માટે સરકારે આપેલા દિશાનિર્દેશોનુ પણ પાલન કરવુ આવશ્યક છે.
બજેટ કેવી રીતે થાય છે પસાર ?
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણાં સમયથી બજેટ સત્ર જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં શરૂ થાય છે. જેમાં રાષ્ટ્રપતિ સંબોધન પણ કરે છે. અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ 11 કલાકે સદનની રામનાથ કોવિંદ સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. અને નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કરવામાં આવે છે. અને ત્યારબાદ બજેટને ગૃહમાં પસાર કરવામાં આવે છે.
Share your comments