નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પર UGC-NET 2023 ના પરિણામોની જાહેરાત કરી છે. UGC-NET એ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા છે જે ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી કરે છે. આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. અગાઉ આ પરીક્ષા ડિસેમ્બર 2022માં લેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું આયોજન કરે છે.
ઉમેદવારો NTAની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તેમનું પરિણામ ચકાસી શકે છે. વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમારે સૌથી પહેલા તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સિક્યોરિટી પિન દાખલ કરવી પડશે. NTA NET અને JRF માટેના કટ ઓફ માર્ક્સ પણ જાહેર કરશે. કટઓફ માર્કસ ઉમેદવારની કેટેગરી, પરીક્ષાના વિષય અને પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા પર આધારિત છે.
JRF માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને UGC માર્ગદર્શિકા મુજબ વાર્ષિક આકસ્મિક અનુદાન રૂ. 20,000, HRA અને અન્ય લાભો જેવા અન્ય લાભો સાથે રૂ.31,000નું માસિક સ્ટાઇપેન્ડ મળે છે.
મદદનીશ પ્રોફેસરના પદ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભણાવવા માટે પાત્ર બને છે. તમને જણાવી દઈએ કે UGC NET ડિસેમ્બર 2022 સત્રની પરીક્ષામાં 8,34,537 ઉમેદવારો હાજર રહ્યા હતા અને આ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2023ની વચ્ચે લેવામાં આવી હતી.
UGC NET 2023 વિષય મુજબ કટ ઓફ
- ઇતિહાસ - 99.65 ટકા
- પોલિટિકલ સાયન્સ - 99.47 ટકા
- બંગાળી - 99.65 ટકા
- શિક્ષણ - 99.53 ટકા
- અંગ્રેજી - 99.75 ટકા
- હિન્દી - 99.47 ટકા
- વાણિજ્ય – 99.45 ટકા
- ભૂગોળ - 99.37 ટકા
Share your comments