છેલ્લા બે સપ્તાહથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ હવે સમાપ્ત થવા તરફ છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી ભાજપે સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે સવારે 11 વાગ્યે ફડણવીસના ઘરે બેઠક છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફડણવીસ એક બે દિવસમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે એટલે કે બુધવારે રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું ફેસબુક પર લાઈવ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે ઠાકરેએ કેબિનેટ મીટિંગમાં કહ્યું હતું કે જો ફ્લોર ટેસ્ટ થશે તો તે તેમની છેલ્લી કેબિનેટ બેઠક હશે.
ઉદ્ધવ ઠાકરેએ માત્ર મુખ્યમંત્રી પદેથી જ નહીં પરંતુ વિધાન પરિષદના સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો:NITI આયોગ અને TIFAC એ ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ભાવિ પ્રવેશ અંગેનો અહેવાલ રજૂ કર્યો
શું કહ્યું ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવમાં
ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, કે 'મારી પાસે શિવસેના છે. હું નથી ઈચ્છતો કે શિવસૈનિકોનું લોહી વહે. એટલા માટે હું અણધારી રીતે સત્તામાં આવ્યો અને હવે હું એ જ રીતે બહાર જઈ રહ્યો છું.
હું હંમેશ માટે નથી જતો, હું અહીં જ રહીશ અને ફરી એકવાર શિવસેના ભવનમાં બેસીશ. હું મારા બધા લોકોને ભેગા કરીશ. હું સીએમ અને એમએલસી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
આ પણ વાંચો:હરિયાણા પશુધન વિકાસ બોર્ડને મળ્યું શ્રેષ્ઠ સન્માન
Share your comments