મોંઘી થતી તુવેર દાળના ભાવોને અંકુશમાં લેવા સરકાર નવી પદ્ધતિઓ અપનાવી રહી છે. આ માટે દક્ષિણ પૂર્વ આફ્રિકાના દેશ માલદીવથી દર વર્ષે 50 હજાર ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. એકવાર આ કામમાં સફળતા મળી જાય, તો સ્થાનિક બજારમાં તુવેર દાળના ભાવ નિયંત્રિત થવાની ધારણા છે.
જાહેરનામું બહાર પાડ્યું
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના એકમ વિદેશ વેપારના મહાનિર્દેશક ગઈકાલે દક્ષિણ પૂર્વ આફ્રિકન દેશ માલદીવથી 50,000 ટન દાળની આયાત માટે સમજૂતી પત્ર (એમઓયુ)ને જાહેર કર્યું હતું. ગુરુવારે જાહેર કરવામાં આવેલી નોટિસમાં ડીજીએફટીએ જણાવ્યું છે કે ભારત આવતા પાંચ નાણાકીય વર્ષો - 2021-22 થી 2025-26 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ખાનગી વેપાર દ્વારા માલાદીવથી દર વર્ષે 50,000 ટન દાળની આયાતનો ક્વોટા જાહેર કરશે.
વર્ષ 2021-26 સુધીમાં દાળ આયાત કરવામાં આવશે
ડીજીએફટીએ જણાવ્યું છે કે ભારત સરકાર અને માલાવી સરકાર વચ્ચે મંજૂર કરાયેલા સમજૂતી કરાર મુજબ માલદીવથી 2021-22 થી 2025-26 દરમિયાન 50,000 તૂવેર દાળની આયાત કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડીજીએફટીએ બીજી જાહેર નોટિસમાં ભારત અને મ્યાનમાર વચ્ચેના એમઓયુ હેઠળ 2021-22 થી 2025-26 દરમિયાન પડોશી દેશમાંથી 2,50,000 ટન અડદ દાળ અને 1,00,000 ટન તુવેર દાળની આયાતની પણ સૂચના આપી હતી.
વર્ષ 2020 -21માં તુવેરની ઉપજમાં ધટાડો
વર્ષ 2020-21 દરમિયાન તુવેરના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજો છે. આ જ કારણે ભાવ પર તેની અસર જોવા મળી રહી છે. પાછલા વર્ષની સ્ટોક ઓછો હોવાને કારણે દેશમાં કઠોળની એકંદર ઉપલબ્ધતા ઓછી રહી શકે છે. હાલમાં તુવેર દાળનો છૂટક ભાવ 100 રૂપિયાથી વધુ થઈ ગયો છે.
કમોસમી વરસાદની અસર
ભારતમાં ખરીફ સીઝનમાં તુવેરની ખેતી કરવામાં આવે છે. તુવેરના પાકને તૈયાર થતા નવ મહિનાનો સમય લાગે છે. ગત ખરીફ સીઝનમાં તૂવેરનું વાવેતર સારી રીતે થયું હતું, પરંતુ ત્યારબાદના મહિનાઓમાં જ કમોસમી વાતાવરણને કારણે સારા ઉત્પાદનની સંભાવના પર પાણી ફરી વળ્યું હતું. સીઝન સિવાયના વરસાદને કારણે તુવેરનું ઉત્પાદન 23 ટકા ઘટીને 2.95 મિલિયન ટન થયું છે. જ્યારે ગત સીઝન વર્ષ 2019-20 દરમિયાન દેશમાં કુલ તુવેર ઉત્પાદન 36.5 લાખ ટન હતું. આ ઉપરાંત દેશમાં તુવેરનો કેરીઓવર સ્ટોક પાંચ વર્ષના તળિયે 3.1 લાખ ટન પર પહોંચી ગયો છે. બીજી તરફ નાફેડ અને એફસીઆઈ પાસે માત્ર 1.4 લાખ ટન સ્ટોક બાકી છે.
તુવેરના પ્રમુખ ઉત્પાદક રાજ્યોમાં એક સમાન ઉત્પાદન નથી રહ્યું
ગત ખરીફ સીઝનમાં કર્ણાટકમાં તૂવેરનું ઉત્પાદક સંતોષકારક રહ્યું છે, પરંતુ અન્ય મોટા ઉત્પાદક રાજ્યોમાં ખાસ કરીને મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડામાં કમોસમી વરસાદને લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો.ભારતમાં મ્યાનમાર સિવાય તાંઝાનિયા અને સુડાન સહિતના ઘણા દેશોમાંથી તુવેરની આયાત કરવામાં આવે છે.
અહીં નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધી દાળના ભાવને લઈ સમસ્યાઓ ઉભી થતી રહે છે. ત્યારે મોંઘી થતી તુવેર દાળના ભાવોને અંકુશમાં લેવા સરકાર નવી પદ્ધતિઓ અપનાવી રહી છે. આ માટે દક્ષિણ પૂર્વ આફ્રિકાના દેશ માલદીવથી દર વર્ષે 50 હજાર ટન તુવેર દાળની આયાત કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે. એકવાર આ કામમાં સફળતા મળી જાય, તો સ્થાનિક બજારમાં તુવેર દાળના ભાવ નિયંત્રિત થવાની શક્યતા છે.
Share your comments