ગીર-સોમનાથ જિલ્લામાં બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન, કેનીંગ અને કિચન ગાર્ડન વિશે મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા તાલીમ આપવામાં આવશે જે અંગેની ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી નિયામકની કચેરી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે
આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે
બાગાયત ખાતું, ગુજરાતરાજય, ગાંધીનગર દ્વારા મહિલાઓ માટે બાગાયત ખાતાની કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં મહિલાઓને ફળ અને શાકભાજી પરિક્ષણ અંગેની યોજના માટે વર્ષ -૨૦૨૧-૨૨ માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આ રીતે કરો અરજી
1. લાભ લેવા ઇચ્છતા બહેનોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
2. જેમાં બે તથા પાંચ દિવસીય તાલીમ આપવા અંગેનું આયોજન કરેલ છે.
3. વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૨૦ થી ૫૦ રહેશે,
4. તાલીમનો સમય ૭ કલાકનો રહેશે.
5. તાલીમમાં મહિલા લાભાર્થીઓને રૂ. ૨૫૦/- પ્રતિદિન વૃતિકા ચૂકવાશે.
6 લાભ લેવા ઇચ્છુક બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે રેશનકાર્ડ, આધરકાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ વગેરે સાથેના બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક 7. પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે કચેરીએ રૂબરૂ કે ટપાલ દ્વારા બીચુક જમા કરાવવાના રહેશે.
માહિતી સ્ત્રોત - બાગાયત નિયામકશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે
Share your comments