આ પણ વાંચો : કૃષિ જાગરણે 'વિંગ્સ ટુ કરિયર' પ્લેટફોર્મ લોન્ચ કર્યું, વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્ર માટે જાગૃત કરવામાં આવશે
રીપોર્ટ : દિનેશ પટેલ
સ્થળ : કામરેજ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતે પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે.પહેલી મે એટલેકે ગુજરાત સ્થાપના દિવસથી ગુજરાતના ગામડા સ્તરેથી પ્રાકૃતિક ખેતી અભિયાન તેમજ કૃષિ માર્ગદર્શન સેમીનારનું આયોજન શરૂ કરી દેવાયુ છે.
જેમ ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે.તેમ આખું ગુજરાત પણ પ્રાકૃતિક ખેતી કરતું કૃષિ રાજ્ય બને તે માટે પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.રાજ્યના 14,445 ગ્રામ પંચાયત વિસ્તારોમાં ખેડૂતો માટે 10-10 ગામોના એક એક ક્લસ્ટર બનાવી ગ્રામીણ કક્ષાએથી નિશુલ્ક તાલીમ અંગેનું મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.પ્રાકૃતિક કરતા નિપૂણ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ તાલીમ આપી માસ્ટર ટ્રેઈનર બનવવામાં આવ્યા છે.
જે ખેડૂત તેમજ તેના અન્ય સાથી સહાયક મારફતે વિના મૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે.ત્યારે આજ રોજ કામરેજના ઘલા, વલથાણ,સેગવા તેમજ ટીબા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપવામાં આવી હતી.કામરેજ ખેતી વિસ્તરણ અધિકારી હિરેન બારોટ સહિત જે તે ગ્રામ પંચાયતના ગ્રામ સેવકો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં તાલીમ યોજાય હતી
તાલીમ માં ખેડૂતોને જીવામૃતના વિતરણ બાદ તેનું ખેતી પાકોમાં છંટકાવની કામગીરી માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.કામરેજ તાલુકાના છ જેટલા ગામડાઓમાં એક અઠવાડિયામાં 4500 લીટર જીવામૃત ખેડૂતો માટે પાંજરાપોળ ખાતેથી રાહતદરે મેળવી ગ્રામ સેવકના સહિયારા પ્રયાસથી વિતરણ કરાયું છે.જીવામૃતની જરૂરિયાત પ્રમાણે ખેડૂતો દ્વારા મળતા ઓર્ડર મુજબ લાવી ખેડૂતને પહોચતું કરવામાં આવશે.
લોકોની સુખાકારી અને તંદુરસ્તી તેમજ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી એક અનિવાર્ય બાબત બની ગઈ છે.પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગીલું બનાવવા માટે ખેડૂતોને પ્રત્યક્ષ જીવામૃત ધન જીવામૃત સહિતના પ્રાકૃતિક કીટ નાશકો બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.ખેતી વાડી અધિકારીઓ સહિત માસ્ટર ટ્રેઈનરો સહિત ગામડા દીઠ 75 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ટુંકમાં ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી તેવી ખેતીને અલવિદા કરી તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Share your comments