Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિપ્રધાન તોમર અને નોબેલ પુરસ્કાર વિજેતા સત્યાર્થી આજે દિલ્હીમાં 'શિક્ષા કા મહાકુંભ'નું કરશે ઉદ્ઘાટન

નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર રાજધાનીમા 'શિક્ષા કા મહાકુંભ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 17 થી 19 નવેમ્બર દરમિયાન રાજધાની દિલ્હીમાં યોજાશે. જેમાં UGC, IGNOU, AICTE અને એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ સહિતના શૈક્ષણિક ભાગીદારો ઉપસ્થિત રહેશે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Agriculture minister Narendra Singh Tomer
Agriculture minister Narendra Singh Tomer

UGC, IGNOU, AICTE અને એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ સહિતના શૈક્ષણિક ભાગીદારો સાથે RSS સાથે સંલગ્ન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા યજમાનિત 'શિક્ષા કા મહાકુંભ' 17 થી 19 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાશે.

'શિક્ષા કા મહાકુંભ' માં ટોચના કેન્દ્રીય મંત્રીઓ, RSSના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને વાઇસ ચાન્સેલર અને આચાર્યો સહિત અનેક શિક્ષણવિદો રાજધાનીમાં ત્રણ દિવસીય કાર્યક્રમ માટે આવશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અને ક્ષેત્રના અનુભવોનું આદાનપ્રદાન કરશે તેમજ ભવિષ્ય માટે સરકારને ભલામણો પણ કરશે.

RSS સંલગ્ન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, UGC, IGNOU, AICTE અને એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ સહિતના શૈક્ષણિક ભાગીદારો 17 થી 19 નવેમ્બર દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરશે. નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી અને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર રાજધાનીમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

ન્યાસના સેક્રેટરી અતુલ કોઠારીના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ, એનજીઓ અને અન્ય હિસ્સેદારો NEPના અમલીકરણ અને ભારતની આત્મનિર્ભરતાના લક્ષ્યને આગળ વધારવા માટે કેવી રીતે સહયોગ કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Share your comments

Subscribe Magazine

More on News

More