આજે અમદાવાદ સહિત ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ થશે. ગઈકાલ અને આજ માટે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં એલર્ટ
માછીમારોને દરિયો ન ખેડવા સુચના
રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર,સોમનાથ, અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગ દ્વારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.
Share your comments