Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે સવારે 9:00 વાગ્યે લાખોટા તળાવ ગેટ નં. 1 ખાતેથી તિરંગા યાત્રા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં, ધારાસભ્યો, જામ્યુકોના પદાધિકારીઓ, અધિકારીઓ, કલેકટર S.P., નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Tiranga Yatra
Tiranga Yatra

ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે સવારે નવ વાગ્યે લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ ગઈ, આ યાત્રા પહેલા ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ તિરંગા યાત્રા લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી પ્રસ્થાન કરી યાત્રા,  તળાવ ભાગ-૨ પાસે શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને ફૂલહાર કરી ત્યાંથી sumair club road થઈvs રણજીત નગર મેઇન રોડથી પસાર થઇ લેઉવા પટેલ સમાજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી.

આ તિરંગા યાત્રામાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શહેરીજનો જામનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિત 6000 થી વધુ નગરજનો જોડાયા હતા,  આ કાર્યક્રમમાં આઝાદીનાં ૭૫ અમૃત મહોત્સવ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ૭૫ મીટરના તિરંગા સાથે યાત્રા માં જોડાયા હતા. આ ૭૫ મીટરની તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમજ તિરંગા યાત્રાના રૂટ પર સાથોસાથ દેશભક્તિની થીમને આધારિત વિવિધ float પણ તૈયાર કરવામાં આવ્યા હતા.                                       

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,  શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા,  દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી ,સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રીમતી હર્ષાબા પી. જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી, કલેકટર શ્રી ડોક્ટર સૌરભ પારધી,  એસપી પ્રેમસુખ ડેલુ,  શાસનાધિકારી શ્રી ફાલ્ગુની બેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી વિજયસિંહ જેઠવા પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી હિરેનભાઈ કનખરા, હિતેન ભાઈ ભટ્ટ, પૂર્વ મેયર મનહરભાઈ ઝાલા, તમામ વિસ્તારોના કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરી,  શિક્ષણ સમિતિના સભ્યો શ્રી મનિષાબેન બાબરીયા સંજયભાઈ દાહોદીયા, યાત્રી બેન ત્રિવેદી, શ્રીવિમલકુમાર સોનછાત્ર, શ્રીનીલેશભાઈ હાડા શ્રી, રમેશભાઈ કંસારા શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રીપરસોત્તમભાઇ કમાણી શ્રી રઉફભાઈ ગઢકાઈ, શ્રી મુકેશભાઈ વસોયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરાના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:આ છે તિરંગો ફરકાવવાની સાચી રીત,આ વાતોનું રાખો ધ્યાન

Share your comments

Subscribe Magazine

More on News

More