પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કિસાનોને વર્ષના 6 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. લાભાર્થી કિસાનોને આ મદદ 2 હજાર રૂપિયના ત્રણ હપ્તા થકી સીધા તેમના એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવે છે. લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યુ છે. આ કાર્ડ થકી ખેડૂતોને સસ્તા દર પર લોન મળી શકે છે. ખેડૂતોને તે થકી 1.60 લાખ રૂપિયા સુધીની લોન ગેરન્ટી વગર જ આપવામાં આવે થે, તો 5 વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીનું શોર્ટ ટર્મ લોન આપવામાં આવે છે. જેનો વ્યાજદર 4 ટકા હોય છે.
વીમા કવર પ્રદાન કરવામાં આવે છે
કિસાન ક્રેડિટ કાર્ડ થકી સસ્તી લોન સિવાય ખેડૂતોને દુર્ઘટના વીમા યોજનાથી કવર પણ આપવામાં આવે છે. કાર્ડ ધારકોને આ યોજનાથી દુર્ઘટના વીમા કવર પ્રદાન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જો ખેડૂતની કોઈ દુર્ઘટનાના કારણે મોત થઈ જાય તો, સ્થાયી અથવા અસ્થાયી અપંગતાનો શિકાર થઈ જાય તો, તેમને વીમા કવર પ્રદાન કરવામાં આવે છે.
કાર્ડધારકને 50 હજાર રૂપિયાનુ વીમા કવર મળે
મૃત્યુની સ્થિતિમાં કાર્ડધારકના પરિવારના 50 હજાર રૂપિયાનુ વીમા કવર આપવામાં આવે છે. તો સ્થાયી અપંગતાની સ્થિતિમાં 50 હજાર રૂપિયા ક્લેમ કરી શકાય છે. બંને અંગ અથવા બંને આંખ અથવા એક આંખના ક્ષતિગ્રસ્ત થવા પર કાર્ડધારકને 50 હજાર રૂપિયાનુ વીમા કવર મળે છે.
કાર્ડ મફતમાં બની જાય છે
તે સિવાય એક અંગ અથવા એક આંખ ક્ષતિગ્રસ્ત હોવાની સ્થિતિમાં 25 હજાર રૂપિયાનુ વીમા કવર ક્લેમ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાર્ડ મફતમાં બની જાય છે તે માટે તમારે કેટલાક ડૉક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે. જો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લઈસેંસ છે તો તમે સરળતાથી કાર્ડ બનાવી શકો છો.
Share your comments