સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુક (Facebook) અને તેના મેસેજિંગ પ્લેટફૉર્મ વૉટ્સએપ (WhatsApp)અને ઈન્સ્ટાગ્રામ (Instagram) 4 ઓક્ટોબરે 6 કલાકથી વધુ સમય સુધી સર્વર ડાઉન હતુ. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને 11 મિનિટથી ગ્લોબલી ફેસબુક, વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામે સર્વર ડાઉન હોવાના કારણે કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ બંધ રહેવાનો સમય
- Facebook અને Instagram ની વાત કરવામાં આવે તો આ બન્ને સોશિયલ મીડિયા એપ 6 કલાક સુધી બંધ રહ્યુ હતુ. ફરીથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ભારતીય સમય અનુસાર 5 ઓક્ટોબરે સવારે 3 વાગ્યા ને 24 મીનીટે બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોમ શરૂ કરવામાં આવી ગયા હતા.
- વૉટ્સએપની વાત કરવામાં આવે તો Whatsapp નું સર્વર 7 કલાક સુધી ડાઉન રહ્યું હતુ. અને ભારતીય સમયાનુસાર 5 ઓક્ટોબરે સવારે 4 વાગીને 19 મિનિટે વૉટ્સએપ ફરીથી શરૂ થયું હતુ.
ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram), અને વૉટ્સએપ (Whatsapp) નું સર્વર ડાઉન થવાનું કારણ
- રૉઈટર્સે ઘણા ફેસબુક કર્મચારીઓનો હવાલો આપીને(જેમણે નામ આપવાનો ઈનકાર કર્યો છે) જણાવ્યુ કે તેમનુ માનવુ છે કે આઉટેજ એક ઈન્ટરનેટ ડોમેનમાં આંતરિક રુટિંન ભૂલના કારણે થયુ હતુ.
- તેમણે કહ્યુ કે ઈન્ટરનલ કમ્યુનિકેશન ટૂલ્સ અને અન્ય સંશાધનોની નિષ્ફળતાઓ જે કામ કરવા માટે એ ડોમેન પર નિર્ભર કરે છે તેમાં કંઈક ફોલ્ટ હતો.
- સિક્યોરિટી એક્સપર્ટસના જણાવ્યા મુજબ ફેસબુક, વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનુ સર્વર ડાઉન હોવાની ઘણી ઈન્ટરનલ મિસ્ટેક હોઈ શકે છે.
- હાર્વર્ડના બર્કમેન ક્લેન સેન્ટર ફૉર ઈન્ટરનેટ એન્ડ સોસાયટીના નિર્દેશક જોનાતન ડિટ્રેને ટ્વિટ કર્યુ, 'ફેસબુકે મૂળ રીતે પોતાના કારમાં પોતાની ચાવી બંધ કરી દીધી હતી.'
ફેસબુકે માફી માંગી, સર્વર ડાઉન થવાનું કારણ અકબંધ
ત્રણે પ્લેટફૉર્મ એક સાથે ડાઉન થયા હતા. ફેસબુકે ત્રણે પ્લેટફૉર્મ પર સર્વિસ રિ-સ્ટોર કરવાની માહિતી આપીને માફી માંગી હતી પણ હજી સુધી સર્વર ડાઉન ક્યા કારણોસર થયુ હતુ તેનું કારણ અકબંધ છે ફેસબુક દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ફેસબુકે માફી માંગી અને પોતાના યુઝરને થયેલી હાલાકીને સહન કરી હતી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ડાયરેક્ટરે કહ્યુ કે ફેસબુક આઉટેજ અત્યાર સુધીનુ સૌથી મોટુ આઉટેજ હતુ. જેને દુનિયાભરમાં 10.6 મિલિયનથી વધુ રિપોર્ટ સાથે જોવામાં આવ્યુ હતુ.
Share your comments