Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગૌમાતાના છાણથી ખેડૂતોને લાખોની આવક મળે એ હેતુસર સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

છત્તીસગઢમાં આવેલ ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોનાં કુલ 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની પરવાનગી આપી છે. જો, આ યોજનાને ગુજરાતમાં પણ અમલ કરવામાં કરવામાં આવે તો કુલ 2 કરોડ પશુને માટે રોજના કુલ 40-50 કરોડ રૂપિયા આપવા પડે.

Sukhadev Thakor
Sukhadev Thakor

છત્તીસગઢમાં આવેલ ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોનાં કુલ 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની પરવાનગી આપી છે. જો, આ યોજનાને ગુજરાતમાં પણ અમલ કરવામાં કરવામાં આવે તો કુલ 2 કરોડ પશુને માટે રોજના કુલ 40-50 કરોડ રૂપિયા આપવા પડે.

ગુજરાતમાં ગોબર બેંક વર્ષ 2007 પહેલાથી જ છે. સરકાર હવે ગાયના નામે કૌભાંડો પણ કરી રહી છે. ખરેખર, તો પાંજરાપોળ અને પશુપાલનો સ્વનિર્ભર બને એ માટે છાણથી કાગળ, ગેસ, અળસિયા ખાતર, છાણીયુ ખાતર જેવી યોજનાઓ માટે ગામના લોકોને મદદ કરે તો તેઓ પણ સ્વનિર્ભર બની શકે છે. ગોબર બેંક ગુજરાતમાં સફળ ન થઈ, જેથી રૂપાણી સરકાર દ્વારા 1 ગાય દીઠ કુલ રૂ.900ની સબસીડી આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ એક કરોડ ગાય છે. જેથી કુલ રૂ.900 કરોડ ગાયની પાછળ ચૂકવવા પડે છે. જે એક અશક્ય વાત છે.

છોટાઉદેપુર તાલુકામાં આવેલ કનાસ ગામમાં 2007માં નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા, ત્યારે ગોબર બેંક દ્વારા કમિશનર ગ્રામ વિકાસ તથા એશિયન ડેવલપ બેંક જાપાન સરકારનાં ગરીબી નાબૂદ યોજનાથી બનાવી હતી. જે એક વર્ષ ચાલ્યો પછી તે કુલ 12 વર્ષથી બંધ છે. કુલ 1 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. લોકોને ગેસ પાઈપલાઈન દ્વારા આપવાનો હતો. જે કંઈપણ ન થયું.

ગુજરાતમાં 667 ગૌશાળામાં કુલ 52,428 ગાય તથા 283 પાંજરાપોળમાં કુલ 1.60 લાખ પશુ મળીને કુલ 814 સંસ્થાઓમાં કુલ 2.12 લાખ પશુ છે. 2 વર્ષમાં કુલ 30 % નો વધારો ગૌશાળા અને પાંજરાપોળમાં થયેલો છે. જે ખેડૂતો કે પશુપાલકોની ખરાબ સ્તિથી સૂચવે છે. છાણમાંથી કાગળ પણ બનાવી શકાય છે.

દૂધની ડેરીઓ તમામ ગામમાં કાગળનો એક પ્લાન્ટ સ્થાપવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કુલ 10,000 પ્લાન્ટ બનાવીને રૂ. 1,500-2,000 કરોડથી વધુનું મૂડીરોકાણ થાય એમ નથી. સરકાર તેમાં 50 % સહાય કરે તો તમામ પશુઓના ઘાસચારાનું ખર્ચ પણ કાગળના ઉત્પાદનથી જ કાઢી શકાય તેમ છે.સરકાર આની પાછળ કુલ રૂ.50 કરોડનું ખર્ચ પણ કરે છે.

1 ગાય કુલ 10-15 કિલો છાણ આપે છે. કુલ 2 કરોડ પશુનું છાણ મેળવી શકાય એમ છે. કુલ 2.70 કરોડ પશુઓમાંથી કુલ 99 લાખ ગાય તથા 1 કરોડ ભેંસ છે. જેમાંથી કુલ 2 કરોડ પશુના છાણથી કાગળ બનાવી શકે એમ છે. 1 પશુદીઠ અંદાજે કુલ 10 કિલો છાણ મળે તો રોજના કુલ 20 કરોડ કિલો છાણથી કુલ 7 % લેખે કુલ 1-2 કરોડ કિલોનો સુકો કાગળ પણ બનાવી શકાય છે. જે ગુજરાતનાં લોકોની જરૂરીયાતના 50 % કાગળ છાણથી બની શકે એમ છે.

છત્તીસગઢમાં ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના કુલ 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની પરવાનગી આપી છે. નરવા, ગરુવા, ઘુરુવા અને બારીને રોજગારલક્ષી ગામડાં બનાવવા માટે ‘ગોધન ન્યાય યોજના’ હરેલી ઉત્સવથી જ શરૂઆત કરવામાં આવશે. કુલ 5,3૦૦ ગોઠાને પરવાનગી આપવામાં આવી છે, જેમાંથી કુલ 2,40૦ ગ્રામીણ વિસ્તારોમાં તથા કુલ 377 શહેરી વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે, જ્યાંથી યોજનાની શરૂઆત કરવામાં આવશે.ગોઠાન દ્વારા સજીવની ખેતી કરવામાં આવશે. ગામમાં પશુપાલકોની પાસેથી ગાયના છાણ ખરીદવામાં આવશે. વર્મી ખાતર સહકારી સંસ્થાઓ દ્વારા ખેડુતોને અગ્રતા ધોરણે પણ કિલો દીઠ કુલ 8 રૂપિયાના દરે વેચવામાં પણ આવે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More