Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Government Mobile Apps : આ 5 સરકારી એપ્લિકેશન છે તમારા માટે ઉપયોગી, અત્યારે જ મેળવો માહિતી

તમારા અનેક સરકારી કામો માટે ભારત સરકારે અનેક એપ્લિકેશનો વિકસાવી છે, જેમાંથી 5 એપ્લિકેશન વિશે આજે અમે તમને વિસ્તારમાં માહિતી આપીશું. સરકારી યોજનાઓ વિશે યોગ્ય માહિતી મેળવવા માટે આ 5 મહત્વપૂર્ણ સરકારી એપ્સ તમારા ફોનમાં હોવી આવશ્યક છે. આ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે

Himanee Chauhan
Himanee Chauhan
Government Apps Are Very Useful For You
Government Apps Are Very Useful For You

તમારા અનેક સરકારી કામો માટે ભારત સરકારે અનેક એપ્લિકેશનો વિકસાવી છે, જેમાંથી 5 એપ્લિકેશન વિશે આજે અમે તમને વિસ્તારમાં માહિતી આપીશું. સરકારી યોજનાઓ વિશે યોગ્ય માહિતી મેળવવા માટે આ 5 મહત્વપૂર્ણ સરકારી એપ્સ તમારા ફોનમાં હોવી આવશ્યક છે. આ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે

આજે આ લેખમાં તમને ભારત સરકાર દ્વારા વિકસિત કેટલીક સરકારી એપ્લિકેશન Government Apps વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે. હા ભારત સરકારે તેના સંલગ્ન વિભાગ સાથે ડિજિટલ ઈન્ડિયા પહેલ માટે ઘણી એપ્સ વિકસાવી છે

તમારા ફોનમાં કરો ડાઉનલોડ

આ એપ્લિકેશન દરેક સુવિધા માટે અલગ અલગ હોય છે, આ એપ દ્વારા તમે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ આવશ્યક સેવાઓ વિશે માહિતી મેળવી શકશો. આ ઉપરાંત તે ગ્રામીણ પરિવારો જેવા કે શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ, બાળકો વગેરે માટે પણ ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમામ એપ્લિકેશન તમે તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

ડિજીલોકર એપ Digilocker App

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ક્લાઉડમાં સંગ્રહિત દસ્તાવેજોને એક્સેસ કરવા માટે આ એપ વિકસાવી છે. ડેટા લિક અને પ્રાઈવસીના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે આ વિશેષ ડિજીલોકર એપ Digilocker App શરૂ કરી છે. આ એપ તમામ આધાર ધારકોને તેમના અધિકૃત દસ્તાવેજો જેમ કે ડ્રાઈવિંગ લાયસન્સ, વાહન નોંધણી, શૈક્ષણિક માર્કશીટ ડિજિટલ સ્વરૂપમાં મૂળ રજૂકર્તાઓ પાસેથી મેળવવામાં મદદ કરે છે. કાનૂની દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવા માટે તેમાં વધારાની 1GB સ્ટોરેજ છે.

એમપરિવહન એપ MParivahan App

Mparivahan App પણ એક મહત્વપૂર્ણ સરકારી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારી કાર અને બાઈકની વિગતો જાણી શકશો. સાથે જ આ એપ્લિકેશનમાં તમે તમારી કાર અથવા બાઈકના દસ્તાવેજો રાખી શકો છો. આ એપ્લિકેશન રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC દ્વારા વિકસિત વાહન સંબંધિત એપ્લિકેશન છે. આ એપ મૂળભૂત રીતે પ્રાદેશિક પરિવહન કચેરીઓ અને વાહનોને લગતી માહિતી માટે છે. તે નજીકના આરટીઓ અને પ્રદૂષણ તપાસ કેન્દ્રને શોધવામાં મદદ કરે છે. નાગરિકો આ એપનો ઉપયોગ કરીને મોક ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે પણ અરજી કરી શકે છે. એપ સેકન્ડ હેન્ડ વાહનની ખરીદી માટે નોંધણી વિગતોની પણ સુવિધા આપે છે.

ઉમંગ એપ Umang App

UMANG એપ દ્વારા તમે કર્મચારી ભવિષ્ય નિધિ EPF, PAN, આધાર, DigiLocker, ગેસ બુકિંગ, મોબાઈલ બિલ પેમેન્ટ અને વીજળી બિલની ચુકવણી જેવી સેવાઓ વિશે માહિતી મેળવી શકો છો, સરકાર તરફથી મળતી આર્થિક સહાય વિશેની માહિતી પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે. આ એપ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, નેશનલ ઈ-ગવર્નન્સ દ્વારા વિકસાવવામાં આવી છે. UMANG Appનું પૂરું નામ Unified Mobile Application For New-Age Governance તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એમ-આધાર એપ M Aadhaar App

આ એપ દ્વારા તમે તમારા આધાર કાર્ડને ડિજિટલ ફોર્મેટમાં રાખી શકો છો, જેથી તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમને કોઈ પરેશાની ન થાય.

MyGov App પણ તમારા મોબાઈલ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે, આ એપ્લિકેશનમાં સરકારી વિભાગોની માહિતી ઉપલબ્ધ હોય છે. ઉપરાંત કોઈપણ સરકારી કામ માટે જરૂરી માહિતી પણ ઉપલબ્ધ છે.

માય ગવર્નમેન્ટ એપ My Government App

MyGov App પણ તમારા મોબાઈલ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં સરકારી વિભાગોની માહિતી ઉપલબ્ધ હોય છે, ઉપરાંત કોઈપણ સરકારી કામ માટે જરૂરી માહિતી પણ ઉપલબ્ધ હોય છે. ભારતીય રાજકારણમાં તાજેતરની ઘટનાઓ સાથે અપડેટ રહેવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ખાસ છે. આ એપ દ્વારા જો તમે કોઈપણ યોજના અંગે કોઈ સૂચન કે આઈડિયા આપવા માંગતા હોવ તો તમે તમારા સૂચન સરકારને આપી શકો છો.

આ પણ વાંચો : શું છે PM કુસુમ યોજના? જાણો કેવી રીતે વધશે ખેડૂતોની આવક

આ પણ વાંચો : ખેડૂતોએ માર્ચ મહિનામાં આંબા અને નાળિયેરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યો વિશે જાણકારી

Share your comments

Subscribe Magazine

More on News

More