જો તમને પોતાના આધાર કાર્ડમાં અપડેટ કરાવવી છે તો આ ખબર તમારા માટે જરૂરી છે. UIDAIએ આધાર સાથે જોડાયેલી 2 ખાસ સર્વિસને બંધ કરી દીધી છે. તેની અસર હવે આધાર કાર્ડ ધારકો પર જોવા મળશે. UIDAI આધાર કાર્ડ આપતુ સંગઠન છે અને તે આધાર કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ સમય સમય પર શરૂ કરે છે. પરંતુ આ વખતે 2 ખાસ સેવાઓને અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે.UIDAIએ Address Validation Letter દ્વારા Aadhaar Cardમાં એડ્રેસ અપડેટ કરવાની સુવિધા આવતા આદેશ સુધી બંધ કરી દીધી છે. આ ઉપરાંત જુની સ્ટાઈલમાં Aadhaar Card Reprintની સેવાને બંધ કરી દીધી છે.
Address Validation Letter
UIDAIએ એડ્રેસ વેલિડેશન લેટર દ્વારા આધાર અપડેટ કરવાની સુવિધાને આવતા આદેશ સુધી બંધ કરી દીધી છે. ભાડુઆત અથવા અન્ય આધાર કાર્ડ હોલ્ડર્સ તેના દ્વારા પોતાનું સરનામું સરળતાથી અપડેટ કરાવી શકતા હતા. UIDAIએ પોતાની વેબસાઈટ પરથી Address Validation Letter સાથે જોડાયેલો ઓપ્શન પણ હટાવી લીધો છે. આ વિશે UIDAIએ જણાવ્યું કે તમે અપડેશન માટે અન્ય રીતોનો ઉપયોગ કરી શકો છો. અન્ય વેલિડ એડ્રેસ પ્રુફની આ લિસ્ટ (https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf)માંથી કોઈ પણ એક એડ્રેસ પ્રૂફ દ્વારા પોતાનું એડ્રેસ અપડેટ કરાવી શકો છો.
Aadhaar Card Reprint સાથે જોડાયેલી દરેક સેવાઓ બંધ
આ ઉપરાંત UIDAIએ જુની સ્ટાઈલમાં Aadhaar Card Reprintની સેવાઓને પણ બંધ કરી દીધી છે. પહેલા UIDAI લાંબા આધાર કાર્ડ જાહેર કરતા હતા. અને તેને રિપ્રિન્ટ કરવાની પણ સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે તેની જગ્યા પર પ્લાસ્ટિકના PVC Card આપવામાં આવશે. આ કાર્ડ ડેબિટ કાર્ડના આકારના હશે. તેને સરળતાથી પોકેટ અને વોલેટમાં મુકી શકાશે. આ ઉપરાંત UIDAIએ જુના સ્ટાઈલના કાર્ડને બંધ કરી દીધા છે.
તેનું ગ્રાહકો પર શું થશે અસર?
તમને જણાવી દઈએ કે ભાડે રહેતા લોકો પર તેની સીધી અસર જોવા મળશે. આ તેમને આધાર કાર્ડ એડ્રેસ અપડેટ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત જે લોકોની પાસે એડ્રેસમાં સંશોધન માટે કોઈ ડોક્યુમેન્ટ નથી તેમને પણ મુશ્કેલી થઈ શકે છે.
Aadhaar Card Reprint સાથે જોડાયેલી દરેક સેવાઓ બંધ
આ ઉપરાંત UIDAIએ જુની સ્ટાઈલમાં Aadhaar Card Reprintની સેવાઓને પણ બંધ કરી દીધી છે. પહેલા UIDAI લાંબા આધાર કાર્ડ જાહેર કરતા હતા. અને તેને રિપ્રિન્ટ કરવાની પણ સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે તેની જગ્યા પર પ્લાસ્ટિકના PVC Card આપવામાં આવશે. આ કાર્ડ ડેબિટ કાર્ડના આકારના હશે. તેને સરળતાથી પોકેટ અને વોલેટમાં મુકી શકાશે. આ ઉપરાંત UIDAIએ જુના સ્ટાઈલના કાર્ડને બંધ કરી દીધા છે.
Share your comments