નરેન્દ્ર સિંહ તોમરે વધુમાં જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ પીએમ પદ સંભાળ્યા બાદ દેશ સમક્ષ કહ્યુ હતુ કે તેમની સરકાર ગામડાઓ, ગરીબો અને ખેડુતો માટે સમર્પીત રહેશે, અને આ વાતનુ પાલન કરવાનો સફળ પ્રયાસ પીએમ મોદીએ કર્યો છે. ગામડાઓમાં પીવાનુ સાફ પાણી દરેક ને મળી રહે તે માટે જલ જીવન મિશનની ઐતિહાસિક શરૂઆત પીએમ મોદીએ કરી. દરેક ગામોમા રસ્તા, દરેક ગરીબને આવાસ, શૌચાલય, વીજળી, રાંધણ ગેસ કનેક્શન આપીને અસમાનતાનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તોમરે કહ્યું કે દેશમાં કૃષિ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને ધ્યાનમાં રાખીને પીએમએ માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની વાત જ નથી કરી, પરંતુ આ માટે ઘણા નક્કર પગલાં પણ લીધા છે. આ સિવાય MSPમાં દોઢ ગણો વધારો કરવામાં આવ્યો, PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા લગભગ સાડા 11 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 1.82 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા.
પીએમ મોદીએ હંમેશા કૃષિની પ્રગતિ પર ભાર મુક્યો છે.
ખેડૂતો શાહુકારની લોનમાંથી મુક્ત થઈ શકે, તે હેતુથી, કરોડો કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ કરીને, તેના દ્વારા 16 લાખ કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોન આપવામાં આવી હતી.પીએમ મોદીએ હંમેશા કૃષિની પ્રગતિ પર ભાર મુક્યો છે, તેના પરિણામ સ્વરૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં અનાજ વિપુલ પ્રમાણમાં છે, જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને ઘણા દેશોને અનાજ આપવાનું કામ પણ કરી રહ્યા છીએ. ભારત પ્રગતિ કરી રહ્યું છે. ઉત્પાદનોની દ્રષ્ટિએ વિશ્વમાં ઝડપથી અને અન્ય દેશો સાથે સારી સ્પર્ધા કરી રહ્યુ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પીએમ મોદી હંમેશાથી કહે છે કે ખેડૂતોએ નવી ટેક્નોલોજી સાથે જોડાવું જોઈએ, જૂથોમાં ખેતી કરવી જોઈએ, આ માટે ડિજિટલ એગ્રી મિશન અને 10 હજાર નવા FPO બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતોની શક્તિમાં વધારો થશે, ખેતીનો ખર્ચ ઘટશે અને તેઓ તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ મેળવી શકશે.
ખેડૂતોના ખાતામાં દર વર્ષે આવશે 42000 રૂપિયા, આ 2 સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવો તમારું નામ
શું તમે ખેડૂત છો અને પ્રતિ વર્ષ 42000 રૂપિયાનો લાભ મેળવવા માંગો છો? જો હા, તો આજે અમે તમને આવી જ 2 સરકારી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સિંચાઈ હોય કે સજીવ ખેતી હોય, ખેડૂતોને તમામમાં મદદ કરવામાં આવી છે અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકાર કુદરતી ખેતી માટે મિશન મોડ પર કામ કરી રહી છે.
કિસાન ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
દેશમાં ખાદ્ય ચીજોની આયાત ઘટાડવાના હેતુથી પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. 11 હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે નેશનલ ઓઈલ પામ મિશન શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે આયાત પરની આપણી નિર્ભરતા ઓછી થશે. કિસાન ડ્રોનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેની યોજના હેઠળ નાના ખેડૂતો સહિત વિવિધ વર્ગોને સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે રીતે કૃષિનીતિઓ બનાવવામાં આવી, ખેડુતોને સુવિધાઓ અને યોજનાઓના માધ્યમથી લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે "આજે વિશ્વના બજારોમાં ભારતની કૃષિ પેદાશોનું મહત્વ વધી ગયું છે, જેના પરિણામે આપણી કૃષિ નિકાસ લગભગ સાડા ચાર લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. તેમણે કહ્યું કે આપણે સૌ દેશની આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અમૃત ઉત્સવથી લઈને અમૃત કાળ સુધી આપણે જૂના સંકલ્પોને પૂર્ણ કરીને નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે અને આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવાનું છે.
આ પણ વાંચો:ખેડૂતોની રાહ પૂરી થઈ! આ દિવસે આવશે ખાતામાં સન્માન નિધિ યોજનાના 2 હજાર રૂપિયા
Share your comments