જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માંગો છો અને તેના માટે લાયક છો અને અરજી કરવા માંગો છો, તો પહેલા જાણો કે લાંબા સમય બાદ કેટલાક ફેરફારો કરવામા આવ્યા છે.
પીએમ કિસાન યોજનામાં થયા કેટલાક બદલાવ
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત, ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ નાણાં પ્રત્યેક બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.
જો તમે આ યોજના માટે લાયક છો અને અરજી કરવા માંગો છો, તો પહેલા જાણો કે આ યોજનામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે.
- યોજનાની શરૂઆતમાં તે જ ખેડુતો કે જેમની પાસે 2 હેક્ટર અથવા 5 એકર જમીન હતી તે યોજના માટે પાત્ર હતા પરંતુ ભારતના 14.5 કરોડ ખેડુતોને યોજનાનો લાભ આપવા માટે, મોદી સરકારે જમીન હોલ્ડિંગ મર્યાદા દૂર કરી.
- જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારી પાસે માન્ય આધાર નંબર હોવો આવશ્યક છે. આધાર વિના, તમે આ યોજના માટે નોંધણી કરી શકતા નથી. સરકારે લાભાર્થીઓ માટે આધાર ફરજિયાત બનાવ્યા છે.
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સ્વ-નોંધણી વિકલ્પ દ્વારા પોતાને નોંધણી કરાવી શકે છે. જો તમારી પાસે આધારકાર્ડ, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને જમીનની માહિતી છે, તો પછી તમે સરળતાથી 'ફાર્મર કોર્નર' ની મુલાકાત લઈને pmkisan.nic.in પર જાતે નોંધણી કરાવી શકો છો.
- સરકારે પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થી તેની યોજનાનું સ્ટેટસ જોઈ શકશે જે નવી સેવા ઉમેરવામાં આવી છે. આ દ્વારા, તમે તમારી એપ્લિકેશનની વર્તમાન સ્થિતિ ચકાસી શકો છો અને જાણી શકો છો કે તમને અત્યાર સુધીમાં કેટલા હપ્તા પ્રાપ્ત થયા છે.
- કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ને પણ પીએમ કિસાન યોજના સાથે જોડવામાં આવ્યા છે. આનાથી પીએમ કિસાનના લાભાર્થીઓને કેસીસી માટે અરજી કરવી સરળ થઈ. કેસીસી દ્વારા 4 ટકાના દરે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
Share your comments