હવામાન વિભાગે મહારાષ્ટ્રના ચંદ્રપુર અને ગઢચિરોલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અકોલા, બુલઢાણા અને વાશિમના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કક્યા છે. જ્યાં મંગળવાર અને બુધવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
કર્ણાટકમાં વરસાદે તબાહી મચાવી
કર્ણાટકના તટીય જિલ્લા દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઈમારતો ડૂબી ગઈ હતી. કર્ણાટકમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, બંને જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આજે (સોમવારે) રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો:KCRએ ફરી પીએમ મોદીની કરી ટીકા, કહ્યું- કેન્દ્ર સરકાર લોકશાહીમાં નથી માનતી, તાનાશાહીમાં માને છે
ગુજરાતની શેરીઓમાં પૂર
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આ સમયગાળા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. નવસારી જિલ્લામાં કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ વિસ્તારોમાં NDRFની ટીમો લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે સતત કામ કરી રહી છે.
ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ગઈકાલે (રવિવારે) અમદાવાદમાં થોડા જ કલાકોમાં એટલો વરસાદ પડ્યો રસ્તાઓ પર પાણીનુ ઘોડાપુર જોવા મળ્યુ. સર્વત્ર પાણી જ પાણી દેખાતું હતું. અમદાવાદમાં ગઈકાલે સાંજના વરસાદે સમગ્ર શહેરને લપેટમાં લીધું હતું. સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.
આ પણ વાંચો:શ્રીલંકા સંકટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન, ત્યાં ફસાયેલા શરણાર્થીઓ વિશે આપી મોટી માહિતી
Share your comments