2021નું ચોમાસુ દેશમાં સારુ સાબિત થયુ છે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદીઓ ઉભરાઈ ગઈ છે અને નદીઓમાં પૂર આવવાની સંભાવના સેવાઈ રહી છે. આ સિવાર મુંબઈમાં ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે.
નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
દિલ્હી મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં પાણી ભરાયેલા હોવાના કારણે રોડ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે દિલ્હીમાં કેટલાક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વરસાદ સારો વરસતા ખેડૂતોએ આ વખતે ડાંગરના પાક પર વધારે ભાર મૂક્યો છે અને ડાંગરના પાકની પૂર જોસમાં વાવણી થઈ રહી છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશના ઘણ ખરા રાજ્યોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે
હવામાન વિભાગની આગાહી
હવામાન ખાતાએ આગાહી કરી છે આવનારા છેલ્લા 24 કલાકનો સમય ખુબજ આકરો છે દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમા મધ્યમથી ભારે વરસાદ હરિયાણા, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ,રાજસ્થાન, ગુજરાત,કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક દરમિયાન થઇ શકે છે. આ જાણકારી હવામાનખાતાની એજન્સી સ્કાયમેટ દ્વારા આપવામાં આવેલ છે
દેશભરમાં વરસાદી વાતાવરણ
વરસાદી ચક્રમાં પલટો આવ્યો છે હાલમાં ચોમાસાની દિશા ફિરોઝપુર, નરનૌલ, દિલ્હી, બરેલી, ગોરખપુર, પટના, માલદા, સિલચારથી નાગાલેન્ડ તરફ આગળ વધી રહી છે. એક વરસાદી સક્રિય મહારાષ્ટ્રના દરિયા કિનારેથી છેક કર્ણાટકના દરિયા કિનારા સુધી ફેલાયેલુ છે. પાકિસ્તાન અને તેના આસપાસના દરિયાના મધ્ય ભાગમાં એક હવાનું દબાણ પણ સર્જાયુ છે જેના કારણે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય આંધ્રપ્રદેશના દરિયા કિનારે અને આસામના મધ્ય ભાગમાં ચક્રવાતી પવન ફુંકાઈ રહ્યા છે. તેલંગણાથી લઈને રાજસ્થાન,મધ્ય પ્રદેસ તરફ વરસાદી માહોલ આગળ વધી રહ્યો છે.
આવનારા 24 કલાક માટે મોસમની સંભાવના
આવનારા 24 કલાકમાં ગોવા, હરિયાણા,દિલ્હીના કેટલાક ભાગોમા,જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં,હિમાચલ પ્રદેશ, ઉપ- હિમાલય, પશ્ચિમનબંગાળ,સિક્કિમ અને અંડમાન નિકોબાર દ્વિપના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ ભાગોની વાત કરીયે તો રાજસ્થાનના કેટલા વિસ્તારામાં અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં,ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે પૂર્વ ભારતની વાદ કરીયે તો બિહાર,પશ્ચિમ બંગાળ ઉત્તર ભાગમાંમધ્ય પ્રદેશ,મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્તરી ભાગમાં સામાન્ય વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવાના છે.
ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, વિદર્ભ, મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો,ગુજરાત, કેરળ, તેલંગાણા,આંધ્ર પ્રદેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. તમિલનાડુ, રાયલાસેમા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને દક્ષિણપૂર્વ રાજસ્થાનના ભાગોમાં પણ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે
Share your comments