ખરાબ સમયમાં હકીકતમાં જો સરકાર ખેડૂતોને મદદ કરવા માગતી હોય તો તેનો વ્યવસ્થિત સર્વે થવો જોઇએ. અને વધારેમાં વધારે ખેડૂતોને સહાય મળે તો જ જગતના તાતને આવા મુશ્કેલીના સમયમાં સરકારે મદદ કર્યા બરાબર કહેવાય.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ નુકસાની થવા પામી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિને પાઠવાયેલા આવેદનપત્ર અનુસાર અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને મોટી નુકસાની ગઇ છે. ખાસ તો ખેતી, ખેતીનો પાક તેમજ પશુધનને નુકસાન થયું છે.
કિસાન સંઘ દ્વારા સરકારી અધિકારીને પાઠવાયેલા લેખિત આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ‘‘ગોંડલ તાલુકામાં વરસાદથી થયેલી નુકસાની અંતર્ગત અધિકારીઓ દ્વારા જે સર્વે કરવામાં આવે છે, તેની અંદર જમીનના ધોવાણનું કોઇ પ્રકારનું સર્વેથતું નથી. જે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તે બહુ વધારે હોય છે, તે રીપેરિંગ કરવું તે ખેડૂતો માટે બહુ મુશ્કેલ હોય છે. કારણ કે, તેની અંદર વધારે ખર્ચ થતો હોય છે. આવા ખરાબ સમયમાં હકીકતમાં જો સરકાર ખેડૂતોને મદદ કરવા માગતી હોય તો તેનો વ્યવસ્થિત સર્વેથવો જોઇએ. અને વધારેમાં વધારે ખેડૂતોને સહાય મળે તો જ જગતના તાતને આવા મુશ્કેલીના સમયમાં સરકારે મદદ કર્યા બરાબર કહેવાય.’’
લેખિત યાદીમાં ગોંડલ તાલુકામાં દરેક ગામમાં થયેલી નુકસાનીની વિગતોમાં ‘‘અચાનક વધુ પડતું પાણી આવવાના લીધે જમીનોનું વધુ પડતું ધોવાણ થયું છે, ખેડૂતોના ખેતરમાં પાળા અને પાકોને સંપુર્ણ નુકસાન, તૈયાર થયેલા પાકોમાં પાણી આવતા ખેડૂતોને ઘણુ નુકસાન, નીચાણવાળા વિસ્તારમાં ખેતરોનું ધોવાણ, ઓચિંતા વરસાદ આવવાને કારણે ઘણા બધા બાંધેલા ઢોરનું મૃત્યુ, ગામડાઓની અંદર આવવા જવાના રસ્તાઓ અને પુલોને ખૂબ જ ખરાબ રીતે નુકસાન, ઘણા બધા ચેકડેમો અને તળાવો તૂટી ગયા છે અને વીજ થાંભલાઓ અને પોલ પડી જવાના હીસાબે ગામડાઓની અંદર વીજપુરવઠો પણ ખોરવાયો છે.’’
Share your comments