Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પંચમહાલમાં ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરાશે

પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે.

મુખ્યમંત્રી દ્વારા ખાતમુહુર્ત

આ યોજનાને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહેલાણ ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. હાલમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત

પંચમહાલ જીલ્લાના શહેરાવ તાલુકાના પાનમ હાઇલેવલ કેનાલ આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના આકરાઇ રહી છે. શહેરાવના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને સિંચાઇ માટે પાણી મળે તે માટે રજુઆતો કરવામાં આવી હતી. સરકારમાં રજુઆતના પગલે સરકાર દ્વારા સિંચાઇ યોજના અમલી કરવામાં આવી હતી.

ખેડૂતોને મળી રહેશે સિંચાઈ માટે પાણી

આ યોજનાથી પંચમહાલ જિલ્લાના હજારો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે કારણ કે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી  મળી રહેતુ નથી જો આ યોજના આકાર પામશે તો ખેડૂતો વધારે ખેતી કરી શકે તેમ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More