Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મેરી આવાજ હી પહેચાન હૈ મેરી.. પોતાના અવાજથી લોકોના દિલોને ખુશ કરનાર દીદીએ બધાને રડાવી મૂક્યાં

પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને કોરોના સાથે ન્યુમોનિયા પણ થયો હતો. જેના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. ત્યા જ તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા છે.

Himanee Chauhan
Himanee Chauhan
મેરી આવાજ હી પહેચાન હૈ મેરી...
મેરી આવાજ હી પહેચાન હૈ મેરી...

સૂર, તાલ અને રાગ થયા જાણે અનાથ (Lata Mangeshkar Passes Away)

હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ભારત રત્ન લતા મંગેશકર ગત 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયા બાદથી સારવાર હેઠળ હતા. લતાજી સતત આઈસીયૂમાં ડોક્ટરોની નજરમાં સારવાર હેઠળ હતા. જો કે એવું પણ કહેવાયું હતું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એટલે સુધી કે વેન્ટિલેટર ઉપરથી પણ હટાવી દેવાયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા. પરંતુ હવે અચાનક આવેલા નિધનના દુખદ ખબરથી દેશ હચમચી ગયો છે.

પંચતત્ત્વમાં થયા વિલીન, લોકોની આંખોમાં આંસુ

લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, અનુપમ ખેર, ગીતકાર જાવેદ અખ્તર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ પહોંચ્યા હતા. લતા મંગેશકરના સશસ્ત્ર સલામી અને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાઈ હૃદયનાથ મંગેશકરે લતા મંગેશકરને મુખાગ્નિ આપી હતી. હવે લતા મંગેશકર કાયમ માટે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે.

લતા મંગેશકરની અંતિમ યાત્રામાં હજારો લોકો એકઠા થયા હતા અને લોકોએ તેમને ભીની આંખે વિદાય આપી હતી. ગાયિકા આશા ભોંસલે અને તેમનો આખો પરિવાર અંતિમ સંસ્કારમાં હાજર હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાજ ઠાકરે અને અન્ય નેતાઓએ શિવાજી પાર્ક પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતરત્ન લતા દીદી ( Bharat Ratna Lata Didi)

ભારતરત્ન લતા મંગેશકર દેશનાં ખરા અર્થના સૂરસામ્રાજ્ઞી હતાં. લતાદીદી એવાં લિવિંગ લેજન્ડ હતાં, જેમને આપવા માટે હવે દેશ પાસે આમ જુઓ તો કશું જ ન હતું. તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ મળ્યાને તો ઘણાં દશકા વીતી ગયા. ફિલ્મક્ષેત્રનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ ક્યારનો અપાઈ ચૂક્યો હતો અને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન આપ્યાને બરાબર ૨૦ વર્ષ થઈ ચૂક્યા હતાં. દેશને સૂરિલો વારસો આપનારા આ સૂરસામ્રાજ્ઞીને આદર-સ્નેહ સિવાય હવે આપણે કશું આપી શકીએ તેમ નથી.

લતા દીદીનો સફર પ્રેરણાત્મક

દેશના સૌથી સફળ પ્લેબેક સિંગર તરીકેની લતા દીદીનો સફર પ્રેરણાત્મક છે. વધારે પડતો તીણો અવાજ હોવાથી અભિનેત્રીઓ ઉપર જામશે નહીં એમ કહીને જેમને રિજેક્ટ કરી દેવાતા હતા એ સિંગરે પછીથી એવી સફળતા મેળવી કે તેમનો અવાજ અભિનેત્રીઓ માટે પ્લેબેક સિંગિગમાં માપદંડ ગણાવા લાગ્યો. ફિલ્મનિર્માતાઓ તેમની ફિલ્મોમાં ઓછામાં ઓછુ એક ગીત લતાદીદી પાસે ગવડાવીને ધન્યતા અનુભવતા હતા. ફિલ્મના મ્યુઝિક આલ્બમની ક્રેડિટલાઈનમાં 'લતા મંગેશકર' નામ હોય તો સફળતાની ગેરંટી રહેતી.

તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ૧૯૨૯ના રોજ ઈન્દોરમાં થયો હતો. પિતા દીનાનાથ મંગેશકર મરાઠી-કોંકણીના જાણીતા સંગીતકાર હતા. ગુજરાતી બિઝનેસમેન શેઠ હરિદાસ રામદાસ લાડના દીકરી શેવંતીદેવી સાથે દીનાનાથ મંગેશકરે લગ્ન કર્યા હતા. બાળપણમાં લતાદીદી મોસાળમાં રોકાતા ત્યારે નાનીમા પાસેથી ગુજરાતી ગરબા શીખતા હતાં. પિતા સંગીતકાર હોવાથી પાંચ-સાત વર્ષની વયે જ તેમણે સંગીતની તાલીમ મેળવી લીધી હતી. પિતાની હયાતીમાં જ એક મરાઠી ફિલ્મમાં તેમણે પહેલીવાર કંઠ આપ્યો પરંતુ તેમનો અવાજ ખૂબ જ પાતળો હોવાને કારણે એ ગીતને પડતું મૂકવામાં આવ્યું. ૧૯૪૨માં હાર્ટએટેકથી પિતાનું નિધન થયું પછી પરિવાર આર્થિક સંકળામણમાં મૂકાઈ ગયો હતો. આર્થિક તંગદિલીના કારણે જ લતાજી ક્યારેય શાળાએ પણ જઈ ન શક્યા. જે સમયે તેમની વયના છોકરાંઓ શાળામાં બેસીને ભણતા એ ઉંમરે લતાદીદીએ ફિલ્મસર્જકોની ઓફિસે કામ મેળવવા ધક્કા ખાવાનું શરૂ કરી દીધું હતું. પરિવારને મદદ કરવાના હેતુથી ૧૩-૧૪ વર્ષે તેમણે મરાઠી ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. મરાઠી ફિલ્મોમાં શરૂઆતમાં નાના-મોટા રોલ પણ કર્યા.

આ પણ વાંચો : લીંબુ અને હળદરનું સેવન છે લાભાદાયી

આ પણ વાંચો : શિયાળામાં કરો કોથમીરનું સેવન, જુઓ તેના ચમત્કારિક ફાયદા

Share your comments

Subscribe Magazine

More on News

More