જુલાઈમાં રાજ્યમાં વરસાદ પડ્યો હતો પરંતુ ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા રાજકોટમાં 5 દિવસ બાદ જળસંકટની સ્થિતિ ઉભી થઈ શકે છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું પાણી બચ્યુ છે.
સૌરાષ્ટ્રમાં હંમેશા પાણીની અછત રહેતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં હજુ સુધી સારો વરસાદ થયો નથી. અનેક વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો માટે તો મુશ્કેલી ઉભી થઈ છે. પરંતુ હવે રાજકોટ શહેરમાં જળસંકટની સ્થિતિ ઉભી થઈ છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે, પરંતુ હજુ સુધી જરૂરીયાત પ્રમાણે વરસાદ થયો નથી અને રાજકોટ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. રાજકોટના અનેક ડેમોમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે.
રાજકોટમાં જળસંકટ આવવાની શક્યતા
આ વર્ષે રાજ્યનમાં સારો વરસાદ ન પડતા રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળી રહી છે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વઘી છે હવે રાજ્યામા સિંચાઈની સાથે સાથે પીવાના પાણીની સ્થિતિ પણ ગંભીર બનતી જઈ રહી છે રાજ્યના રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ઘણા ડેમ આવેલ છે પરંતુ વરસાદ ન પડતા આ તમામ ડેમ હાલમાં ખાલી - ખમ પડ્યા છે જો આવનાર પાંચ દિવસમાં વરસાદ નહી પડે તો રાજકોટ શહેરમાં પીવાના પાણીના પણ ફાંફા પડી શકે છે રાજકોટનો જીવાદોરી સમાન ગણાતો ડેમ આજી - 1 ડેમ આજે ખાલી થવાના આરે આવી ગયો છે વરસાદ ખેંચાતા ડેમનું જળ સ્થળ ઘટી રહ્યુ છે હાલ જો વાત કરવામાં આવે તો માત્ર એક અઠવાડિયા સુધી જ પાણી ચાલી શકે તેમ છે
હવે નર્મદાના પાણી પર રાખવો પડશે આધાર
રાજકોટ જિલ્લામાં દર વર્ષે પાણીની તંગી સર્જાતી હોય છે પરંતુ આ વર્ષે તો ચોમાસાની સિઝનમાં જ પાણીની તંગી સર્જાઈ શકે તેમ છે રાજકોટમાં દર વર્ષે નર્મદાના નીર છોડવામાં આવતા હોય છે. આ વખતે પણ દર વર્ષની જેમ રાજકોટ વાસીઓએ નમામી દેવી નર્મદાના નિર પર આધાર રાખવો પડશે. હાલમાં રાજકોટના મહત્વના ગણાતા તમામ ડેમ ખાલી થવાને આરે આવી ગયા છે હાલની પરિસ્થિતિને જોતા તો એવુ લાગી રગ્યુ છે કે જો ઓગસ્ટમાં વરસાદ નહી પડે તો રાજકોટ જિલ્લાની પાણીને લઈને સ્થિતિ ગંભીર બની શકે છે
Share your comments