તાજેતરમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે વધારે પડતી ગરમી અથવા ઠંડીની પરિસ્થિતિઓને લીધે વિશ્વભરમાં પ્રત્યેક વર્ષે 50 લાખથી વધારે લોકોના મોત નિપજે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં થતા આશરે 9.4 ટકા મોત માટે આ કારણ જવાબદાર છે. તે પ્રતિ એક લાખ લોકોમાં 74 મોતનું પ્રમાણ છે. આ પૈકી 8.52 ટકા મોત હાડગાળી નાંખે તેવી ઠંડીને લીધે અને આશરે 0.91 ટકા મોત ભીષણ ગરમીને લીધે થયા છે.
ભારતમાં દર વર્ષે ગરમીથી 83,700 અને ઠંડીથી 6.55 લાખ લોકોના મોત
ભારતમાં કે જ્યાં ભીષણ ગરમીને લીધે પ્રત્યેક વર્ષે 83.700 લોકોના જીવ જાય છે, જ્યારે અત્યંત ઠંડીને લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 6.55 લાખ છે. અલબત જેમ જેમ વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તેને લીધે ગરમીને લીધે થતા મોતના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જળવાયુ પરિવર્તનને લીધે ભવિષ્યમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.
ગરમીથી મૃત્યુદરમાં 0.21 ટકાનો વધારો
આશ્ચર્યજનક વાત એ છે કે 2000થી 2019 વચ્ચે જ્યાં ઠંડીથી થતા મોતમાં 0.51 ટકા ઘટાડો આવ્યો હતો, જ્યારે ગરમીને લીધે થતા મોતમાં 0.21 ટકાની વૃદ્ધિ થઈ છે.
વૈજ્ઞાનિકો દ્વારા આંકડાનું વિશ્લેષણ કરાયુ
વિશ્વભરના અનેક વૈજ્ઞાનિકોએ 2000થી 2019 વચ્ચે 43 દેશમાં 750 સ્થાનો પર મૃત્યુ દર અને મૌસમ સંબંધિત આંકડાનું વિશ્લેણ કરવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે આ સ્થાનો પર સરેરાશ દૈનિક તાપમાનમાં એક દાયકામાં 0.26 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ રહી છે. મોનાશ યુનિવર્સિટીના નેતૃત્વમાં કરવામાં આવેલા સંશોધન ધ લેટેસ્ટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.
એશિયામાં ગરમીના કારણે થતા મોતનો આંકડો વધારે
આંકડાકીય માહિતી પ્રમાણે એશિયામાં ચરમસીમા પર તાપમાન હોવાથી મોતનો આંકડો સૌથી વધારે હતો. ભીષણ ગરમીને લીધે પ્રત્યેક વર્ષ 2.24 લાખ લોકોના જીવ ગયા હતા, જ્યારે ઠંડીને લીધે 24 લાખ લોકોના મોત થયા હતા. એવી જ રીતે યુરોપમાં જ્યાં ભી,ણ ગરમીને લીધે 1,78,700 લોકોના જીવ ગયા હતા જ્યારે આફ્રિકામાં ઠંડીને લીધે 11.8 લાખ લોકોના મોત નિપજ્યા હતા.
Share your comments