હવામાન વિભાગે અમદાવાદમાં હજુ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે એ જોતાં ઉત્તર તથા મધ્ય ગુજરાત સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં નવરાત્રિનો રંગ બગડશે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ભાદરવા માસમાં આકરો તાપ પડે પરંતુ ત્યારે ચોમાસાનો બાકી રહી ગયેલો વરસાદ પડયો હતો. તેના કારણે હવે આસો માસમાં ભાદરવા માસનો તડકો પડી રહ્યો છે. ટૂંકમાં ઋતુ ખેંચાઈ ગઈ છે.
તા.12ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તા.13ના રોજ હળવાથી મધ્યમ વરસાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..
તા.14 અને 15ના રોજ વાતાવરણ સુક્કું રહેવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે અમુક વિસ્તારોમાં જરૂરીયાત કરતા વધારે વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકશાન પણ થયુ છે.
આ પણ વાંચો - ખેડૂતોના લાભ માટે સરકારનો નિર્દેશ, ખાતર કંપનીઆ ન કરે ડીએપીના ભાવમાં વધારો
Share your comments