IMD દ્વારા જણાવાયુ છે કે આવનારા પાંચ દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામા આવી છે કે આવનારા પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અત્યારે હાલમાં દેશમાં અન્ય રાજ્યોમાં તો વરસાદ ચાલુ જ છે જો બિહારની વાત કરીયે તો બિહારમાં વરસાદ ચાલુ હોવાના કારણે ઘણા ખરા જિલ્લાની નદીઓના જળ સ્તર ભયજનક સપાટીએ જઈ રહ્યા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. હવામાન ખાતા દ્વારા સોમવારે જણાવવામા આવ્યુ હતુ કે આવનારા પાંચ દિવસ દરમિયાન ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તેમ છે જેમાં ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.
ખેડૂતોની ચિંતા વઘી
IMD દ્વારા જણાવાયુ છે કે પૂર્વ ઉત્તર પ્રદેશમાં એક ચક્રવાતી પરિભ્રમણ ચાલી રહ્યુ છે જેનો ચક્રાવો મધ્ય-ઉષ્ણકટિબંધીય સુધી ફેલાઈ શકે તેવી શક્યતા છે જેના કારણે જગતના તાત એવા ખેડૂતોની ચિંતા વધી છે જો ભારે વરસાદ પડશે તો જે ખેડૂતોએ શાકભાજીની ખેતી કરી છે તેમના પાક નાશ થઈ શકે તેમ છે અને તેમણે ભારે એવુ નકશાન ભોગવવાનો વારો આવે તેમ છે. પરંતુ જો જે ખેડૂતોએ ડાંગરના પાકની ખેતી કરી છે તે ખેડૂતોને માટે સારા સમાચાર કહેવાય કારણ કે ડાંગરના પાક માટે તો જેટવો વરસાદ વધારે પડે તેમ શારુ.
આસામ અને મેઘાલયમાં વરસાદ થવાની શક્યતા
આગામી પાંચ દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ અને ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી તરફથી ભારે પવન ફુંકાય તેમ છે જેના કારણે 11 ઓગસ્ટથી આ વિસ્તારોમાં વરસાદની ગતી વઘી શકે તેમ છે જો આ વિસ્તારોમાં વરસાદની ગતી વધશે તો તેની અશર આસામ અને મેઘાલયમાં પણ જોવા મળશે આસામ એને મેઘાલયમાં 11-13 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે.
મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદની શક્યતા
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનામાં કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે જો બિહારની વાત કરીયે તો બિહારની કેટલકા જિલ્લાઓેને તો હવામાન ખાતા દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બિહારમાં તો હાલમા વરસાદ ચાલી રહ્યો છે તેના કારણે અંહીની ઘણી ખરી નદીઓના જળસ્થર ઉપર આવી ગયા છે જેના કારણે પૂર જેવી સ્થિતિ છે અને બાળ આવી શકે તેમ છે આવનારા પાંચ દિવસોમાં 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાના ઉત્તરાખંડ અને ઝારખંડમાં પણ વરસાદ થવાની સંભાવના છે
બિહારના 10 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા
પટનાના હવામાન કેન્દ્ર દ્વારા જણાવાયુ છે કે પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, જહાનાબાદ, ઔરંગાબાદ, ગયા, સીતામઢી, કિશનગંજ, ભબુઆ, રોહતાસ, અરરિયા માટે ચેતવણી જારી કરી છે. ક્યાંક ખેડૂતો માટે ખુશી છે, ક્યાંક બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ, નદીઓના જળસ્તર વધી રહ્યા છે. આગામી 24 કલાકમાં બિહારના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડુ આવી શકે તેમ છે.
ઘણા પાકો પાણીમાં ડૂબી ગયા છે
પૂરના પાણીને કારણે સેંકડો એકર ખરીફ પાક ડૂબી જવાનો ભય છે. ખેતરમાં વાવેલો પાક ઘણા વિસ્તારોમાં ડૂબી ગયો છે. ગત સપ્તાહે વરસાદના અભાવે ડાંગરની ખેતી કરનારાઓને તેમના ખેતરોને ટ્યુબવેલથી સિંચાઈ કરવી પડી હતી. પરંતુ આ અઠવાડિયે વરસાદ તેમના માટે વરદાન સાબિત થઈ શકે છે
Share your comments