ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ મળી NDRFની કુલ 8 ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમા 4, દક્ષિણ ગુજરાતમાં 3 અને કચ્છમાં 1 ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે અમરેલી જિલ્લા માટે આજે 1 ટીમને મોકલવામાં આવશે.
આજે અને આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે.
Share your comments